HomeWildlife Special20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day ): લુપ્ત થતી...

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day ): લુપ્ત થતી પ્રજાતિને બચાવી લઈએ

કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી(Sparrow) ‘બેઘર’ થઈ ગઈ

20 માર્ચ વિશ્ર્વ ચકલી(World Sparrow Day) દિવસ આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલી(Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.

WSON Team

પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી(Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી(Sparrow)ઓનો ચીં..ચીં..અવાજ પણ હવે ઓછો સંભળાય છે. https://wildstreakofnature.com/protecting-declining-sparrow-population-celebrating-world-sparrow-day/હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી(Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.

આજે વિશ્વ ચકલી દીવસ:

WSON Team

એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલી(Sparrow)ઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે.

પાછલાં કેટલાક વર્ષોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા:

WSON Team

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલી(Sparrow)ઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે.

આ કારણે ચકલી(Sparrow)ઓને ચણ મળતી નથી. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલી(Sparrow)ઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલી(Sparrow)ની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઇ રહી છે. માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. https://wildstreakofnature.com/world-sparrow-day-2022-fly-hinge-or-stay-indoors/અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે. દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.

WSON Team

ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.  આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે. તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ.

Celebrating World Sparrow Day: Understanding the Importance of Sparrows in Our Ecosystem

- Advertisment -