એક તરફ સમગ્ર વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે દરેક બાળક પોતાના પ્રેમને સોશિયલ મીડિયા ઉપર પોતાની માતા સાથે સેલ્ફી અને જૂની યાદગાર તસવીરો પોસ્ટ કરીને યાદ કરે છે. એક સમયે એવું લાગે કે સોશીયલ મીડીયા માં મય બની ગયું હતુ. ત્યારે પ્રાણીઓમાં પણ પ્રેમ અને લાગણી વ્યકત કરવાની પોતાની એક અલગ ભાષા હોય છે.
મનુષ્ય જ નહિ પણ પશુ પંખીઓમાં પણ પોતાના બાળકને લઈને માં હંમેશા એક અભિગમ અંગ છે. અવાર નવાર સોશીયલ મીડીયામાં પ્રાણીઓમાં પણ માંતૃત્વના વીડીયો અને ઈમેજ જોવા મળે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે મધર્સ ડે ના દિવસે ગુજરાતના સાસણ ગીરમાં એક વીડીયો વાઈરલ થયો હતો. જેમાં એક સાથે ત્રણ સિંહણ પોતાના સાત સિંહ બાળ સાથે લટાર મારવા જંગલમાં નિકળે છે. આ વાઈરલ થયેલા વીડીયોમાં વન્ય પ્રાણીની મમતા ઉજાગર થાય છે. દરેક બાળક માંની આસપાસ અને તેના ખોળામાં સુરક્ષીત હોય છે. આ વાઈકલ થયેલા વીડીયોથી એટલું તો ચોક્કસ કહી શકાય કે જનની ની જોડ સખી નહિ જડે રે લોલ..
આ તસવીરમાં ત્રણ સિંહણ પોતાના સાત સિંહ બાળને સુરક્ષા સાથે રસ્તો પાર કરાવે છે. લોકો ભલે સિંહની ત્રાડથી ડરતા હોય..તેને જોઈને ભાગતા હોય..પણ અહીં સિંહ બાળ માટે તો તે એક માતા છે. અને માં નો પ્રેમ હંમેશા બાળકો માટે સરખો જ હોય છે. દુનિયામાં માટે ખતરનાક છબી ધરાવતી સિંહણ પોતાના બાળકો સામે એક પ્રેમાળ માતા સિવાય બીજી કંઇ જ નથી.
મળતી માહિતી પ્રમાણે આ તસવીરો ગીરના જંગલની છે જ્યાં એક સાથે સિંહનો પરિવાર જંગલમાં લટાર મારવા નીકળેલો જોવા મળ્યો છે.સ્થાનિક સહેલાણીએ સિંહ પરિવારની જંગલમાં લગાવેલી આ અદ્દભુત દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદી કરી દીધી હતી. તસવીરોમાં દેખાય છે એમ માતા સિંહણની પાછળ સિંહ બાળ નિર્ભય રીતે કોઇ ડર વગર ચાલી રહ્યા છે. આમ માતા સાથે હોય તો સિંહ બાળને બીજી શેની બીક હોય. આ તસવીરો જોઇને આપણને એક કહેવત તો જરૂર યાદ આવી જાય કે, ‘મા તે મા, બીજા બધા વગડાના વા’