HomeWild Life Newsગુજરાતના આ જિલ્લાના માંડવી ની ઉતર રેન્જ ખાતે સ્પોટેડ ડિયરનું બ્રીડિંગ...

ગુજરાતના આ જિલ્લાના માંડવી ની ઉતર રેન્જ ખાતે સ્પોટેડ ડિયરનું બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયું

પ્રાયોગિક ધોરણે હાલ 6 સ્પોટેડ હરણ લાવવામાં આવ્યા, 4 ફીમેલ અને 2 મેલ

Social Media

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાંસદાબાદ સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તર રેન્જમાં સ્પોટેડ ડિયરનું એક બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 31સ્પોટેડ ડીયર લાવવામાં આવનાર છે. હાલ પ્રથમ ફેસમાં છ સ્પોટેડ હરણ લાવવામાં આવ્યા છે ,જેમાં ચાર ફિમેલ અને બે-મેલ નો સમાવેશ થાય છે.

Social Media

માંડવીનો જંગલ વિસ્તાર 50000 થી 60000 હેકટર માં આવેલ છે અને આ વિસ્તાર માં અભ્યારણ બનાવવા માટે ની એક પ્રપોઝલ પર હાલ કામ કરવામાં આવી રહ્યુ છે.જેના ભાગરૂપે સુરત વન વિભાગ દ્વારા માંડવી ઉત્તર રેન્જ ખાતે સરવી બીટ વિસ્તારમાં એક સ્પોટેડ ડીયર બ્રીડિંગ સેન્ટર ની શરૂઆત કરી છે.આ અંગે સુરત વન વિભાગ ના ડીસીએફ આનંદકુમાર એ કહ્યું કે માંડવી અને તાપી જિલ્લા ની 3 રેન્જ મળીને ઘણો મોટો વિસ્તાર થાય છે. માંડવી ની જંગલ 50 થી 60,000 હેક્ટરમાં ફેલાયેલું છે અને આ જંગલમાં એક પણ ગામડું નથી.

વાંસદા બાદ સુરત ના માંડવી ખાતે બન્યું બ્રીડિંગ સેન્ટર

Social Media

આ વિસ્તારમાં સેન્ચ્યુરી બનાવવાની પ્રપોઝલ મૂકવામાં આવે છે.અને દોઢ વર્ષ સુધીમાં જેનું કામ શરૂ પણ થઈ જશે. જેના ભાગરૂપે અમે માંડવી ઉત્તર રેન્જ ના સરવી બીટ વિસ્તારમાં સ્પોટેડ ડીયર બ્રીડિંગ સેન્ટર ની શરૂઆત કરી છે સુરત અને તાપી જિલ્લામાં સ્પોટેડ ડીયર જોવા નથી મળતા. તેથી જ અમે અહીં એક બ્રીડિંગ સેન્ટર ની શરૂઆત કરી છે. તે માટે અમે 31 જેટલા સ્પોટેડ ડીયર લાવવાના છે.

Social Media

જેમાંથી 23 ફિમેલ અને 8 મેલ ડિયર નો સમાવેશ થાય છે. પ્રથમ ફેસમાં હાલ અમે 6 ડિયર લાવ્યા છે. જેમાં ચાર ફિમેલ અને 2 મેલ નો સમાવેશ થાય છે.આ 6 ડીયર અમે પ્રાયોગિક ધોરણે લાવ્યા છે જો તેઓને અહીંનું વાતાવરણ ફાવી જશે તો અમે બાકીના ડીઅર પણ લઈ આવીશું. આ તમામ ડીયર શક્કરબાગ અને ગીર સેન્ચ્યુરી માંથી લાવવામાં આવ્યા છે. આ 6 ડીયર ને અમે બે હેક્ટરમાં પાંજરું બનાવીને રાખ્યા છે. જો આ ડિયર અહીં સેટલ થઈ જશે તો અમે તેઓને પ્રથમ સોફ્ટ રિલીઝ કરીશું અને ત્યારબાદ હાર્ડ રીલીઝ કરીશું. આ ડિયર વર્ષમાં બે વાર બ્રીડિંગ કરે છે.

- Advertisment -