એક માતા અને બચ્ચાઓ વચ્ચેનો અદ્ભૂત નજારો વીડિયોમાં જોવા મળ્યો
આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર કુતુહલ જગાવતા વિડીયો વાઈરલ થતાં હોય છે. આ વાઈરલ વીડિયોમાં પણ વાઇલ્ડલાઇફ રિલેટેડ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આવો જ એક અદ્ભૂત નજારો રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક માંથી સામે આવી રહ્યો છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયોમાં રિદ્ધિ નામની વાઘણ પોતાના બચ્ચાઓ સાથે મસ્તી કરતાં જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રિદ્ધિ નામની વાઘણ પોતાના બચ્ચા સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. એક માતા અને બચ્ચાઓ વચ્ચેનો સુંદર બોન્ડ આ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયો વિષ્ણુ સિંહ રાઠોડ નામના એક વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે અને પાર્કના અધિકારીઓ દ્વારા 25મી એપ્રિલના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. https://www.instagram.com/reel/C6IzjURpaO3/?utm_source=ig_embed&ig_rid=d915fa80-3458-4fa1-9195-7e0e05d664c1
વીડિયોમાં મસ્તીખોર તોફાની બાળકો એકદમ એનર્જી અને ઉત્સાહથી ભરપૂર જોવા મળી રહ્યા છે અને તેઓ અહીંયા ત્યાં ભાગી રહ્યા છે. સામે પક્ષે રિદ્ધિ પણ પોતાના બચ્ચાઓને લાડ લડાવવામાં કોઈ કસર નથી રાખવા માંગતી એમ મસ્તી કરી રહી છે. નેશનલ પાર્કના અધિકારીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેની કેપ્શનમાં લખ્યું છે કે રિદ્ધિ અને તેના બચ્ચાઓ આ પાર્કમાં ખુશીઓ લઈને આવે છે.

જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે ત્યારથી વાઈલ્ડ લાઈફ લવર્સમાં ખુશહાલીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર અવારનવાર વાઈલ્ડ લાઈફના આવા જ અનેક આશ્ચર્યો દર્શાવતા વીડિયો શેર કરવામાં આવતા હોય છે. આ મહિનાની શરૂઆતમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં રિદ્ધિ અને તેના ત્રણ બચ્ચા પાર્કમાં આરામથી ફરતાં જોવા મળ્યા હતા. જ્યારે બીજા એક વીડિયોમાં રિદ્ધિ તેના બચ્ચાઓ સાથે વોટર બોડી પર પાણીમા મસ્તી કરતી અને આરામ કરતી જોવા મળી હતી.