કોરોનાને કારણે રાષ્ટ્રિય ઉદ્યાનો અને સંગ્રહાલયને બંધ રાખવાના નિર્ણયને આવકારતા પશુ તબીબો
માનવને દિવસે ધરતીના તારા બતાવી હાહાકાર મચાવનાર કોરોના હવે વન્યજીવોને પણ થઈ રહ્યો છે. હાલમાં જ 1 મે એ હૈદરાબાદ ઝુ માં બીમાર રહેતા 8 સિંહોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તત્કાલ સાવચેતી રૂપે દેશના તમામ ઝુ અને નેશનલ પાર્ક બંધ કરી દેવાયા અને કોરોના ગાઈડલાઈન પ્રમાણે વનયજીવોની સુરક્ષા ને ધ્યાને લઈ તમામ એરિયા સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યા છે.
કોવિડ 19 ની અસર હવે વન્યજીવોને ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી છે.
કોરોના દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે . દરરોજ લાખો લોકો મૃત્યુને ભેટે છે. પરંતુ હવે ચિંતા વધતી જાય છે કારણકે કોરોનાની અસર માનવ સુધી સીમિત ન રહેતા માનવ સંપર્ક માં આવેલા પ્રાણી સંગ્રહાલય માં રહેતા સિંહો જેવા વન્યજીવો સુધી પહોંચી ગયો છે. .હાલમાં જ હૈદરાબાદ ઝુ માં 8 સિંહોમાં તાવ ,શ્વસન જેવા લક્ષણો આવતા રિપોર્ટ કરાયાં હતા જેમા કોવિડ થયા હોવાની પુષ્ટિ મળ્યા બાદ સેન્ટ્રલ ઝુઓલોજી ઓથીરીટી દ્વારા દેશના તમામ ઝુ અને નેશનલ પાર્ક બન્ધ કરવાના આદેશ અપાયા. આ અંગે વન્ય વર્તુળ મુખ્ય અધિકારી ડો દુષ્યંત વસાવડા એ કહ્યું કે ગીર જંગલ નું સિંહ દર્શન ,સફારી પાર્ક, ગિરનાર સફારી, દેવળીયા પાર્ક અને આંબરડી પાર્ક ની સાથે સક્કરબાગ ઝુ પણ બન્ધ કરવામા આવ્યા છે. ખાસ કરીને સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્કમાં તાત્કાલિક જ કોવિડ પ્રિકોશન રૂપે તમામ પિંજરા, સફારી વિસ્તાર ને સેનેટાઇઝિંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ તમામ કર્મચારીઓ ના કોવિડ રિપોર્ટ કરવામા આવી રહ્યા છે .પ્રાણીઓને આપવામાં આવતા ખોરાકનું પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ સક્કર બાગ ઝુ પર સૌથી વધુ ધ્યાન દેવાશે.
ખાસ કરીને સક્કરબાગ ઝુ પર વન વિભાગ વધુ સતર્ક બન્યુ છે. દુનિયામાં જૂનાગઢ સક્કર બાગ ઝુ સિંહોના બ્રિડિંગ માટે નું મુખ્ય સેન્ટર છે. સૌથી વધુ સિંહોની સંખ્યા હાલ અહીં જ છે. દર વર્ષે સૌથી વધુ સિંહના બચ્ચા અહીં તબીબી દેખરેખ હેઠળ જન્મ લે છે.અહીં થી જ પ્રાણી વિનિમય કાનૂન હેઠળ દુનિયામાં તમામ પ્રાણી સંગ્રહાલાય માં સિંહો આપવામાં આવે છે.આથી હાલ સિંહોની સુરક્ષા મામલે વન્ વિભાગ સતર્ક બન્યું છે.
કેવીરીતે ફેલાયો એશિયાટીક સિંહોમાં કોરોના વાઈરસ.
કોરોનાગ્રસ્ત માનવ સંપર્ક માં આવેલા સિંહને પણ વાયરસની અસર થતી હોય છે.ઝુ માં ખોરાક આપતા, કે પાંજરાની સફાઈ કરતા,ઝુ ની સફાઈ કરતા કોરોનાગ્રસ્ત કર્મચારીઓ ના સીધા સંપર્ક મા આવેલા સિંહો તરતજ વાયરસથી અસરગ્રસ્ત બને છે પરંતુ સિંહોની ઇમ્યુનિટી વધુ સારી હોય ધીમે ધીમે ફેલાવો થાય છેજે 4 કે 5 દિવસે કોરોના ના લક્ષણો તેમાં જોવા મળે છે .
કેવી તકેદારી રાખવામાં આવે છે?
બીજી તરફ સાસણમાં પણ તમામ ફોરેસ્ટર્સ,ટ્રેકર્સ,બીટગર્ડ્સ અને ગાઈડ્સ ને હેન્ડ ગ્લોવ્સ, સેનેટાઇઝર, માસ્ક તેમજ પ્રાણીઓના સીધા સંપર્કમાં આવતા સ્ટાફને ફરજીયાત પીપીઈ કીટ પહેરવાની સૂચના આપવામાં આવી છે. આમ હાલ તો વન વિભાગ સતર્ક બની વધુ માત્રામાં સિંહોને કોવિડ અસર ન થાય એ માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.પરંતુ વાસ્તવમાં આ કોરોના રોગ પ્રાણીઓમાં 4 કે 5 દિવસ પછી એક્ટિવ થતો હોય છે.તેથી હાલ તો વન્ય પ્રેમીઓમાં ચિંતા વ્યાપેલી છે. સિંહોની સંખ્યા હાલ 700ઉપર છે ત્યારે કોરોના નું વન્યજીવોમાં પ્રસરવું કુદરત માટે ખતરે કી ઘન્ટી સમાન છે.
કોઈ પણ પ્રકારની બેદરકારી વન્યજીવોને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે.
શ્વાનમાં જોવા મળતો કોરોના વાઇરસ ગેસ્ટ્રીક વાઇરસ તરીકે ઓળખાયો છે. ત્યારે, એક વર્ષ અગાઉ આવેલા કોરોના વાઇરસ માનવ શરીરમાં શ્વસનતંત્રને લઈને એટલે કે, રેસ્પિરેટરિ વાઇરસ તરીકે ઓળખાઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ વાઇરસ મનુષ્યથી અન્ય વન્ય જીવોમાં ફેલાઈ શકે કે કેમ તેને લઈને સંશોધનો થઈ રહ્યા હશે. પરંતુ, જ્યાં સુધી આ વાઈરસનું પરિવર્તન ચોક્કસ જાણી ન શકાય ત્યાં સુધી વાઇરસને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી વન્યજીવોને ખૂબ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અગાઉ, ગીરના જંગલમાં કેટલાક સિંહો CBV વાઇરસથી મોતને ભેટ્યા હતા. જે માટે અમેરિકાના તબીબોની પણ મદદ લેવી પડી હતી. ત્યારે, હવે આ અજાણ્યા દુશ્મન એવા કોરોના વાઇરસને હળવાસથી લેવો તે વન્યજીવ માટે ખુબ જ ખતરનાક બની શકે છે. આથી, વનવિભાગે રાષ્ટ્રીય ઉદ્યાનો અને પ્રાણી સંગ્રહાલયને બંધ રાખવાનો નિર્ણય કર્યા છે. આ ઉપરાંત, કોરોના વાઇરસને જંગલ અને વન્ય પ્રાણીઓમાં ફેલાતો અટકાવવા માટે આગામી દિવસોમાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.