“ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ એશિયાઈ સિંહ ‘પેન્થેરા લિયો પર્સિકા’ પર લખાયેલી કોફી ટેબલ પુસ્તક છે.
સાંસદ પરિમલ નથવાણી લિખિત કોફી ટેબલ પુસ્તકમાં માત્ર સિંહ જ નહીં પરંતુ ગીરનાં જંગલોમાં વસવાટ કરતા વિવિધ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ અંગેની ખુબ જ રસપ્રદ વિગતો પુસ્તકમાં પુરી પાડવામાં આવી છે. જે આગામી સમયમાં વન્યજીવપ્રેમીઓ ઉપરાંત પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુઓને ખુબ જ ઉપયોગી સાબિત થશે.
“ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ પુસ્તકમાં રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ દરેક રીતે આ પુસ્તકમાં ભારત અને ગુજરાતની ઓળખસમાં જંગલનો રાજા સિંહને આ પુસ્તકમાં રાજવી ઠાઠમાં રજુ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જંગલનું જીવન જ નહિ પરંતુ ગુજરાતના ગીરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા માનવ સમુદાય સાથેના સહઅસ્તિત્વ અંગેની રોચક અને રસપ્રદ માહિતીનું વર્ણન કરવામાં આવ્યું છે.

સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસીડેન્ટ પરિમલ નથવાણીએ હમણાં જ તેમનું પુસ્તક ‘ગીર લાયન – પ્રાઇડ ઓફ ગુજરાત’ બહાર પાડ્યું છે. પરિમલ નથવાણી લિખિત આ કોફી ટેબલ પુસ્તક વાંચવાથી જ સમજાઈ જાય કે વન્ય જીવન વિશે તેમને કેટલો પ્રેમ છે અને કેટલી બારીકાઈથી તેમણે વન્ય જીવન અને ખાસ કરીને ગીરનાં સિંહોને જોયા છે અને સમજયા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. અને આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરાયું છે. આ પુસ્તક કોઈ પણ સિંહ પ્રેમી કે સિંહ ઉપર અભ્યાસ કરતા અભ્યાસુ માટે બાઈબલ સમાન ચોકક્સ બની રહેશે. આ પુસ્તકમાં સિંહના જીવન અને તેની નાનામાં નાની તમામ માહિતી સહેલી ભાષામાં રજુ કરવામાં આવી છે.

આ પુસ્તક વાંચીને એ પણ જાણવા મળશે કે સિંહો પણ કેવી રીતે માણસની જેમ જ એક સામાજીક પ્રાણી છે. સિંહ પણ પોતાનાં પરિવાર પ્રત્યે કેટલી લાગણી ધરાવતા હોય છે. એ પણ નોંધ ખૂબ સુંદર રીતે આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવી છે.
જોકે આ પુસ્તકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા સિંહના સ્થળાતરના મુદ્દાને ખુબ જ સારી રીતે વર્ણવા આવ્યું છે. એશિયાટીક લાયનને ઘણા વર્ષોથી મધ્યપ્રદેશ ગીરના સિંહોને ત્યાં લઈ જવા માટે મથી રહ્યું છે. સિંહોનું સ્થળ પરિવર્તન કરવાથી બે જગ્યા પર રાખવાથી તેમનાં સંર્વઘન અને તેમના રક્ષણમાં મદદ મળી રહેશે. પરંતુ આ પુસ્તક વાંચતાની સાથે જ સમજાઈ જશે કે ગુજરાતની ઓળખ સિંહ એશિયાટીક લાયનને બીજા રાજયોમાં ખસેડવામાં આવેતો કેટલું જોખમી સાબિત થઈ શકે છે.
દુર્લભ સિંહોની વિશિષ્ઠ પ્રજાતિ એશિયાટીક લાયન વિશે સાંસદ પરિમલ નથવાણી લિખિત “ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ રસપ્રદ કોફી ટેબલ પુસ્તક એક નવો જ ઈતિહાસ લખશે.