જૂનાગઢમાં સિંહોના ગેરકાયદેસર દર્શન કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. જંગલ વિસ્તારમાં સિંહોના શિકારના કિસ્સાઓ પણ બનતા રહે છે.
જુનાગઢમાં આવેલા સાસણ ગીરએ એશિયાટીક સિંહોનો ગઢ ગણવામાં આવે છે. એશિયાટીક સિંહો ગુજરાત જ નહિ પણ દેશની પણ શાન છે. જંગલ વિસ્તારમાં સિંહો ઉપર શિકારીઓની મેલીનજર હંમેશા રહેતી હોય છે.
મળતી માહિતી પ્રમાણે વર્ષ 2003-04માં સિંહોના શિકાર માટે ફાંસલા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મધ્ય પ્રદેશ પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. 14 વર્ષથી નાસતા ફરતા 8 આરોપીઓ હવે પોલીસના ફાંસલામાં ફસાઇ ગયા છે. તમામ આરોપીનો કબજો લેવા માટે વનવિભાગની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી.