HomeAnimalsFlycatchersગુજરાતના બનાસકાંઠાના આંગણે લાખો વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

ગુજરાતના બનાસકાંઠાના આંગણે લાખો વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

કહેવાય છે કે પક્ષીઓને કોઈ સરહદના સીમાડાઓ રોકી નથી શકતા તે ગમે ત્યાં પોતાની મરજી મુજબ ઉડી શકે છે. અને સહેલાઈથી સરહદના સીમાડા ઓળંગી હાલ લાખો વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. બનાસકાંઠા જીલ્લામાં લાખો વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. વિદેશી પક્ષીઓ પાકિસ્તાનની સરહદે અડીને આવેલા બનાસકાંઠા જીલ્લાની ભારત પાકિસ્તાન બોર્ડર પર આવી ગુજરાતના મહેમાન બન્યા છે. ગુજરાતના મહેમાન બનેલા વિદેશી મહેમાન પક્ષીઓ નડાબેટ સ્થિત સરહદ પર જોવા મળશે. બનાસકાંઠાના નડાબેટ વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓ ગુજરાતની શોભા વધારી વધારી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સીમા દર્શન માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સીમા દર્શનની સાથે સાથે પક્ષી દર્શનની પણ લોકોને જાણકારી આપવામાં આવે તો આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે. અંદાજે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ નડાબેટ ખાતે આવી પહોચ્યા છે. જેમાં ખાસ કરીને ફલેમિન્ગો, લેસર ફલેમિન્ગો, પેલીકન, બ્લેકનેક સ્ટોર્ક, વાઈટનેક સ્ટોર્ક, ક્રેન, હુબારા બસ્ટાર્ડ, જેવા વિવિધ પક્ષીઓ હાલ બનાસકાંઠાના મહેમાન બન્યા છે.

- Advertisment -