ગામડામાં નાર તરીકે ઓળખાતું આ પ્રાણી નાઓર કે ભેડિયા તરીકે પણ જાણીતું છે.
શિયાળ જેવું દેખાતું આ શિકારી પ્રાણી છે. 100થી 140 સે.મી ની લંબાઈ અને 15થી 20 કિ.ગ્રા વજન ધરાવતું હોય છે. પુછડીની લંબાઈ 31થી 32 સે.મી જેટલી હોય છે. તે 10થી ૨૫ વર્ષનું આયુષ્ય ધરાવે છે. વરૂ(Wolf) ખાસ કરીને નવેમ્બર મહિનામાં જ પ્રજનન કરે છે. અને અક સાથે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. આ બચ્ચું બેથી ત્રણ વર્ષમાં પુખ્ત થઈ જાય છે.
સામાન્ય રીતે વરુ(Wolf) મોટા ભાગે જુથમાં જ શિકાર કરે છે. પણ માનવવસ્તિવાળા વિસ્તારમાં તે એકલું પણ જોવા મળે છે. સમુહમાં હોય ત્યારે બળદ જેવા મોટા કદના પાલતું પ્રાણીનો શિકાર પણ કરી લે છે અને કયારેક દીપડા જેવા પ્રાણીઓ પાસેથી શિકાર ઝુંટવી પણ લે છે.

વરુ(Wolf)ના શરીર પર પીળા બદામી રંગના શરીરમાં પીઠ પર થોડી કાળાશ હોય છે. વરુ(Wolf)ની પુછડી શિયાળની જેમ ગુચ્છાદાર અને છેવાડાને ભાગે કાળાશ પડતી હોય છે. તેના આગળના પગ સામાન્ય લાંબા હોય છે. હરણ, ચિંકારા, કાળિયાર, શિયાળ, ઘેટા-બકરા, પાલતું ઢોરના બચ્ચા વગેરેનું મારણ કરે છે. ઘણી વખત શિકારની શોધમાં માનવ વસાહતની નજીક પણ આવી જાય છે.
પશ્ર્ચિમ ભારત, ભારતીય દ્રીપકલ્પ, ટ્રાન્સ હિમાલય, લડાખ અને સિક્કિમ સુધી વરુ(Wolf) ફેલાયેલા છે. રાજસ્થાન તથા ગુજરાતમાં વરુ(Wolf)ની સૌથી વધુ વસ્તી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, અને સુરેન્દ્રનગર જીલ્લાઓના થોડા ઘણા ઝાડી ઝાંખરાવાળા, તેમજ ઉબડખાબડ અને ખડકાળ વિસ્તારોમાં વરુ(Wolf) રહેવું વધુ પસંદ કરે છે.

ગીચ જંગલ વિસ્તારમાં તે જોવા મળતા નથી. ઓછી વસ્તી, ઓછા વરસાદ હોય તેવા વિસ્તારો અને પાણીના કાયમી સ્ત્રોત હોય તેવા વિસ્તારો તેને વધારે અનુકુળ આવે છે. શ્ર્વાનકુળમાં કદમાં વરુ(Wolf) સહુથી મોટું છે. પ્રદેશ હવામાન પ્રમાણે તેના શરીર પરની રુવાંટીવાળી ચામડીના રંગમાં ફેરફાર જોવા મળે છે.
આપણે ત્યાં ભુખરા શરીર પર પીઠ ભાગમાં કાળાશ પડતી છાંટ જોવા મળે છે. વરુ(Wolf)ના કાન લાંબા મોટા અને અણિયાળા હોય છે. પુંછડી લાંબી અને ફરવાળી હોય છે. જોના છેડાનો ભાગ કાળા રંગનો હોય છે. નાક,હોઠ અને પેઢા કાળા રંગના હોય છે. વરુ(Wolf)ના મોઢાનો ભાગ લાબું નાળચા જેવું હોય છે.

ભુમિ પરના પ્રાણીઓમાં વરુ(Wolf)ની ક્ષેત્રીયતા કે સીમાક્ષેત્ર સહુથી મોટું છે. રેતાળ કે ગોરાડું જમીનમાં તે બોડ (ડેન) બનાવીને રહે છે. અન્ય વિસ્તારોમાં ભોણ, બખોલ, ગુફા, કે ભેખડમાં આશરો લે છે. ઝાડી કે આછા જંદલ વિસ્તારમાં તે જમીન ઉપર કે પછી ઝાડી કે થોરના ઝુંડની નજીક આરામ કકરવાનું પસંદ કરે છે.
વરુ(Wolf) ગ્રુપમાં રહેવાવાળુ પ્રાણી છે. તેને એકલું પણ જોઈ શકાય છે. તેના સમુહમાં પ્રભાવી નર અને માદા, ઉપપ્રભાવી નર અને માદા તથા એક વર્ષથી નાના બચ્ચા એમ સામાજીક પ્રભુત્વની ગોઠવણ થયેલી હોય છે. વરુ(Wolf) સમુહ વચ્ચે રુદન જેવા અવાજથી સંદેશાની આપ લે કરે છે.

આ ઉપરાંત કાન,પુંછડી, અને મોઢાના સ્નાયુઓના વિવિધ રીતે હલન ચલન કરીને સંદેશાઓની આપલે કરે છે. પોષણજાળના સંતુલનની જાળવણી માટે આ ખુબ જ મહત્વનું ભક્ષક માંસાહારી પ્રાણી ગણાય છે. વરુ(Wolf)ની ઘટતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને તેને ભય હેઠળની કક્ષામાં મુકવામાં આવેલ છે.