HomeWild Wikiઆવો જાણીએ, વિશ્વના સૌથી વૃદ્ધ પક્ષી વિષે જેની ઉંમર 71 વર્ષની છે

આવો જાણીએ, વિશ્વના સૌથી વૃદ્ધ પક્ષી વિષે જેની ઉંમર 71 વર્ષની છે

પક્ષીની ઓળખ સૌપ્રથમ વર્ષ 1956માં જ્યારે એણે ઈંડાં આપ્યાં ત્યારે થઈ હતી.

પૅસિફિક પ્રદેશના યુ.એસ.ફિશ ઍન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ (યુએસએફડબ્લ્યુએસ) પૅસિફિક, વિભાગ યુએસએફડબ્લ્યુએસએ ટ્વિટર પર વિશ્વના સૌથી જૂના કે વયસ્ક મનાતા વિઝડમ પક્ષી વિશે ફોટો સહિત માહિતી શૅર કરી છે.

Social Media

વિઝડમ નામનું આ પક્ષી લેસન અલ્બાટ્રોસ Wisdom (albatross) છે. જીવવિજ્ઞાનીઓના મતે એની ઉંમર ઓછામાં ઓછી 71 વર્ષ છે. વિઝડમ પક્ષીની ઓળખ સૌપ્રથમ 1956માં જ્યારે એણે ઈંડાં આપ્યાં ત્યારે થઈ હતી. આ દરિયાઈ વિઝડમ પક્ષી પાંચ વર્ષની વય પહેલાં ઈંડાં આપતાં નથી.

વિશ્વનું સૌથી વૃદ્ધ મનાતું આ વિઝડમ પક્ષી હાલમાં જ મિડવે એટોલ એ યુનાઇટેડ સ્ટેટ્સના ઇન્સ્યુલર વિસ્તાર મિડવે એટોલ ખાતે જોવા મળ્યું હતું.

Social Media

યુએસએફડબ્લ્યુએસ વિભાગ દ્વારા આ વિઝડમ પક્ષી કેવી રીતે મળ્યું એની માહિતી આપવામાં આવી છે, જે મુજબ પરિચિત બૅન્ડ નંબર ધરાવતું આ વિઝડમ પક્ષી માળો બનાવવાની મોસમમાં થૅન્ક્સગિવિંગ ડેના દિવસે જોવા મળ્યું હતું.

એનો લાંબા સમયનો જોડીદાર જોકે હજી સુધી જોવા મળ્યો નહતો, જે ગયા વર્ષે પણ નહોતો દેખાયો. સામાન્યપણે નરપક્ષી બ્રીડિંગના સ્થળે સૌ પહેલાં આવી જતું હોય છે. વિઝડમ પક્ષી એકી સમયે 56-60 ઈંડાં આપે છે અને 30 બચ્ચાં જીવનકાળ પૂર્ણ કરે છે.

- Advertisment -