HomeAnimalsBlue Bullગાગા વન્યપ્રાણી અભયારણ્ય

ગાગા વન્યપ્રાણી અભયારણ્ય

ગુજરાતનું આ વન્યપ્રાણી અભયારણ્ય એક સહુથી નાનું અભયારણ્ય ગણાય છે. પણ ગાગા વન્યપ્રાણી અભયારણ્ય સાહસિકતાથી બીલકુલ ઓછું નથી. જામનગર જીલ્લામાં વન્યપ્રાણી ચાહકોને માટે આ અભયારણ્ય કચ્છના અખાતના કિનારે આવેલું છે. લુપ્ત થઈ રહેલા અને દુલર્ભ પ્રાણીઓ પક્ષીઓમાં ભારતના જે કંઈ થોડા સ્થળો છે.

wildstreakofnature.com

તેમાં આ અભયારણ્યમાં હોઉબારા, ખુબ ઝડપથી ઘોડાર નામના  પક્ષીઓ, ભારતીય વરૂઓ અહિં જોવા મળે છે. 332.87 હેકટરમાં પથરાયેલ ગાગા અભયારણ 12 સસ્તન પ્રાણીઓ સરિસૃપોની 8 પ્રજાતિઓ અને 88 જેટવી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું મુળ વતન છે. સર્વ સામાન્ય પણે અહીં વસતા પ્રાણીઓમાં વરૂઓ, શિયાળ,મુંગુસ,જંગલી બીલાડીઓ  અને બ્લુ બુલ ( જંગલી પાડાઓ )જયારે પક્ષીઓમાં પેલીકન્સ  લાંબી ચાંચ ધરાવતા જળચર પક્ષી, ટપકા ધરાવતા બતકો, ફલેમિંગો, અને મોટા કદના સારસ પણ અહી જોવા મળે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રંગબેરંગી પતંગિયાઓ, મધમાંખીઓ, ફુદકાઓ (ફુદા),કરોળિયાઓ ઉધઈ અને ડંખ મારતી ભમરીઓ પણ જોવા મળી શકે છે. ગાગા અભયારણ્યને નજર અને પગતળેથી વિહરવાનો ઉત્તમ સમય ઓકટોબર અને માર્ચ વચ્ચેનો છે.

- Advertisment -