લાંબા હોઠ ધરાવતા કાળા રીંછ જે દુનિયામાં ફક્ત ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. ભારતમાં તેમનું સલામતિયુક્ત સ્થાન એટલે શુળપાણેશ્ર્વર વન્યપ્રાણી અભયારણ્ય છે. જે અભયારણ્ય નર્મદા જિલ્લામાં સ્થિત છે. એનો વિસ્તાર પ્રાકૃતિક સંપદાઓથી ભરપુર છે. અસંખ્ય વૃક્ષવલ્લીઓ, નયનરમ્ય,હરિયાળીથી સમૃધ્ધ, ભવ્ય અને દોમદોર ખીણો તેમ જ ખળખળ વહેતા ઝરણાના સુમધુર સંગીત વન્યપ્રાણી ઓ માટે સ્વર્ગની અનુભુતિ કરાવતું આ શુળપાણેશ્ર્વર અભયારણ્ય છે.
607 ચો.કિ.મી વિસ્તારમાં પથરાયેલું અભયારણ્ય ધનિષ્ઠ અને ગાઢ જંગલયુક્ત હોવાથી પ્રસિધ્ધ પામ્યો છે. કેટલાક પ્રાણીઓ જેવા કે લાંબા હોઠવાળા કાળા રીંછ, દીપડી, વાંદરા, જંગલમાં મુક્ત વિહાર કરતા નોળિયા, ઘેઘુર બિહામણા બિલાડા, ભારતીય શાહુડી ( જેના પુર્ણ શરીર પર લાંબા અણીદાર કાંટા હોય છે. ), ચાર શીંગડા ધરાવતા એન્ટેલોપ નામથી જાણીતા હરણો, સતત ભસતાં હરણ, ચિતળ, પેંગોલીન, ઉડતી ખીસકોલી, અજગર, સાપ, જંગલી ગરોળીઓ, કાચબા જેવા અનેક પ્રાણીઓનું આ અભયારણ્ય આશ્ર્યસ્થાન ગણો કે નિવાસસ્થાન છે.