આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે. ભારતમાં હાલમાં જેટલા જંગલી ગધેડા અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું ( 500 ચો.કીમી ) અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. કારણ કે અહિંના મુખ્ય વસતી ધરાવતા લાંબી ચાંચવાળા ડેલમેટિઅન, જળચર પક્ષી પેલિકન, લેસર ફલેમિંગો, સારસ, બગલા, કરકલ, રણના શિયાળ અને કાળા ભયંકર ક્રોબા વિશેષ રૂપે મુળ રહેવાસી છે. આ બધાં વન્યપ્રાણીઓ ઉપરાંત જંગલી ગધેડાઓ મુખ્ય રહેવાસી ગણાય છે.
ઉપરાંત આ અભયારણ્યમાં જોખમીમાં જેની ગણના થઈ શકે તેવાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ જેવાં કે હોઉબારા નામના ઝડપથી દોડતા ઘોડાર પક્ષીઓ, ડેલમેટિઅન જળચર પેલિકન, બાજ, હેરિયર્સનું પણ આ અભયારણ્ય એક આશરો છે. આ અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર ઘાસિયો એટલે કે ઘાસથી વિપુલ છે. જેને બિજા શબ્દોમાં બેઈટ એટલે પ્રાણીઓ, પક્ષીઓ માટે પ્રલોભન કારી કહેવાય છે. આ અભયારણ્યમાં માનવ વસ્તી પણ છે. તેમાં મુખ્યત્વે અનુસુચિત ભટકતી જાતિના આગરિયાઓ રહે છે. અને તે મીઠાની આગરમાં કામ કરતાં જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અભયારણ્યમાં મોટામાં મોટા મીઠાના આગરો આવેલા છે. નવેમ્બરથી માર્ચના સમયમાં અભયારણ્યની મુલાકાત લઈ શકાય છે. ગુજરાત રાજય વન્યપ્રાણી સંવર્ધક સ્થળોનું મથક છે.