ગુજરાતના પ્રસિધ્ધ ૨૧ રાષ્ટ્રીય અને વન્યપ્રાણી અભ્યારણ્ય

દેશના પશ્ર્ચિમ કાંઠાનું રાજય ગુજરાત ચૈતનસભર અને વૈવિધ્યતાથી ભરપુર રાજય હોવાનું ગૌરવ ધરાવે છે. ખુશમિજાજી ગુજરાત રાજય દેશના વન્યજીવનથી સમુઘ્ધ વિસ્તારોમાનો એક સમુધ્ધ વિસ્તાર છે. આપણે ગૌરવ લઈ શકીએ એના એશીયન સિંહની પ્રજાતી આપણા ગુજરાતમાં વસે છે. જે પ્રાણી અન્ય જીવો માટે જોખમી, ખુંખાર છે. અલભ્ય ગણાતા “કાળિયાર” નામથી પ્રચલિત, સંરક્ષિત વન્યપ્રાણી તેમજ જંગલી ગધેડાની પ્રજીતિ પણ આપણા ગુજરાતમાં જ જોવા મળે છે.

ગુજરાતમાં ઘણા પસંદગીપાત્ર, અલભ્ય અને લુપ્ત થઈ રહેલા સ્થળાંતર કરતાં પક્ષીઓ માટે જાણીતા વિસ્તાર પણ ધરાવે છે. આ બધાને કારણે ગુજરાત વન્યપ્રાણીઓવિધિ, પક્ષીવિદ્દોનું મક્કા કે નિસર્ગ પ્રેમિઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે. એટલું જ નહિ પણ ભારતમાં દેશનું વન્ય જીવનનું આદર્શ પ્રવેશદ્વાર ગણવામાં આવે છે.

અહિ પ્રમાણે ગુજરાતના રાષ્ટ્રિય ઉધાનો અને વન્યજીવન અભયારણ્યો જે જોવા અને માણવા લાયક છે તેનો પરિચય મેળવીએ

૧, જાબુંઘોડા વન્યપ્રાણી અભયારણ્ય

મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા અભયારણ્ય 130.૩૮ ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે.) જાબુંઘોડાને ૭ ઓગષ્ટ ૧૯૮૯માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને ૧૯૯૦ માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જાબુંઘોડા અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મુખ્યત્વે આદિવાસી છે.

જાબુંઘોડા અભયારણ્યમાં ચિત્તા સિવાય રિંછ, જરખ,શિયાળ,મગર,કોબ્રાનાગ,અજગર,દરજીડો પક્ષી,સુવર્ણ મૃગ, જળ કુકડી,અને બતકોની સંખ્યા(વસ્તી), ઘોરખોદિયું, ચૌશીંગા, નીલગાય, જંગલી ભુંડ, વિવિધ પ્રકારના ચામડચીડીયા, જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ પણ સારા પ્રમાણમાં છે. ભુ-પ્રદેશની વાત કરીએ તો તે બે વીભાગમાં છે. એક ટારગોળ અને બીજો કડા તરિકે ઓળખાય છે. જે અહિનું આકર્ષણ છે. ઉંચી નીચી મોંજાની જેવી હરિયાળી ધરાવતી ટેકરીઓ અને ગાંઢ જેગલો કડાના દેખાવને અત્યંત આકર્ષક બનાવે છે.વન સંપદાની દ્રષ્ટિએ સુકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ છે. જેમાં ૭૦ ટકા ઘટાદાર, ૩૦ ટકા મધ્યમ અને ૧૦ ટકા પાંખા જંગલ આવેલા છે. વનસ્પતિઓમાં અહિયા મુખ્યત્વે મહુડો, સાગ, કડાયો, દુધલો, ટીમરૂ, ખેર, સાસમ, સાદડ, બોર, ઘાવડો, બીલી અને વાંસ મુખ્યત્વે જોવા મળે છે. રહેવા અને કેમ્પ કરવા માટે કડા એક આદર્શ સ્થળ છે. વનખાતા દ્વારા ત્યાં મોટી સંખ્યામાં નાના નિવાસો બનાવવામાં આવ્યા છે. જાંબુઘોડા અભયારણ્યની મુલાકાતે જવાનો યોગ્ય સમય જુલાઈથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

૨, જેસોર દાંતવિનાના રીંછ અભયારણ્ય

દાંત વિનાના રીંછની વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિનું નિવાસ સ્થળ, જેસોર સ્લોથ બીઅર અભયારણ્ય ગુજરાત અને રાજસ્થાન રાજયોની સરહદ પર આવ્યું છે. રાજસ્થાનના થરના રણમાં વિસ્તરેલું આ અભયારણ્ય રણ વિસ્તાર સહિત 180 ચો.કિમીનો વિસ્તાર ધરાવે છે. આ અભયારણ્યનું નામ અરવલ્લી પર્વતમાળાનો એક ભવ્ય હિસ્સો જે જેસ્સોર તરીકે જાણીતો છે તેના પરથી રાખવામાં આવ્યું છે. આ અભ્યારણ્ય ચિત્તો,સાંબર,બ્લુ બુલ્સ,જંગલી બોર,તાડગોળા ( તાડફળ ) તેમજ સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 105 પ્રકારના પક્ષીઓનું મુળ વતન છે.

અભયારણ્યના સુકા હવામાને 405 જેટલા વનસ્પતિના છોડને ખીલવ્યાં છે. જેમાં મોટા ભાગે કાંટાળઆ છોડનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના જિલ્લાના પાલનપુરથી 25 કિ.મી અંતરે આવેલું જેસોર અભયારણ્ય ફોટોગ્રાફીના શોખીનો માટેનું ગુજરાતનું એક માનીતું અને આકર્ષે તેવું સ્થળ છે. જેસોર અભયારણ્યમાં રહેવા માટે આદર્શ સ્થળ એટલે જંગલ ખાતા દ્વારા તૈયાર કરાયેલી અને સુવ્યવસ્થિત રીતે જાળવણી કરાયેલી ઝુંપડીઓ અને કોટેજીઝ છે. જે પર્વતોથી ઘેરાયેલા તળાવની ફરતે આવેલી છે. જેસોર સ્લોથ બીઅર સેન્કચ્યુઅરીની મુલાકાતે જવાનો યોગ્ય સમય ચોમાસા દરમ્યાનનો છે. પરંતુ આ સમયની મુલાકાતે જતી વખતે ઘુંટણ સુધીના બુટ તથા રેઈનકૉટ તમારે પહેરવા જ પડશે જેનાથી તમે જળો ( પાણીમાં રહેતા અને લોહી પર જીવતા જંતુ )થી બચી શકશો. આ અભયારણ્યમાં વનપ્રાણી સુષ્ટિ સિવાય ત્યાં કેદારનાથ મહાદેવ મંદિર અને મુનિ જી કી કુટિયા આ બન્ને સ્થળો પણ વધારાના આકર્ષણના કેન્દ્રો છે.

૩, ગીર નેશનલ પાર્ક

દેશમાં એશિયન સિંહોનું સ્વર્ગ ગીર નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. અહિ એશિયાના સિંહોની વસતી પુરતા પ્રમાણમાં હોવાથી ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરિકે નામના મળી છે. તેના કારણે ગુજરાત પ્રવાસનને પણ વેગ મળ્યો છે. તેમ છતાં જો આપણે આ મોટા બિલાડાઓ પ્રત્યે દુર્લક્ષ કરીશું તો આપણને સંપુર્ણ ભારતમાં કયાંય સિંહોનું અભયારણ્ય જોવા મળશે નહિ.

આ અભયારણ્ય સરિસૃપો, કાટના રંગની ટપકા ધરાવતી બિલાડી,નોળીયા,પેંગોલિન સ્વર્ગના પતંગિયા પકડનાર પક્ષીઓ તેમ જ પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું વતન આશ્રયસ્થાન છે. દેશના અત્યંત રમણિય રાષ્ટ્રિય ઉધાનોમાનું એક ઉધાન છે. તેમાં રમણિય ભુપ્રદેશ વિશાળ ખડકોથી સભર ,છુટી છવાઈ પર્વતમાળા, પર્વતો પર આવેલા સપાટ મેદાનો તેમ જ ઉંડી ખીણો આવેલી છે. આ રમણિય રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત ડિસેમ્બરથી જુનના મધ્યસુધી લેવાનો ઉત્તમ સમય છે.

૪, હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય

આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણ ( એક વખતનું રજવાડુ )થી ફકત 10 કિ.મીના અંતરે આવ્યું છે. તે ઓક નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ લાવવા અંગેની છાવણી કરવા લાયક છે. અહિ ચિંકારા,દીપડા,ઉડના શિયાળ,તપખીરીયા રંગની ટપકાવાળી બિલાડી અને વરૂ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત 230 થી વધુ પ્રકારના પક્ષીઓનું આશ્ર્યસ્થાન છે.

આ સિવાય અહી સાપોની 19 પ્રજાતિઓ પણ વસવાટ કરે છે. આપના બાળકોને આ અભયારણ્યની મુલાકાત કરાવવા માટેનું એક આદર્શ ગણી શકાય કારણ કે અહિ આનંદ અને રોમાંચકતા સાથે વન્યપ્રાણીજીવન અંગેનું વિશાળ જ્ઞાન મળે છે. અભયારણ્યની મુલાકાતે જવા શ્રેષ્ઠ સમયગાળો જુલાઈથી ફેબ્રુઆરીનો છે.

૫, ખિજડિયા પક્ષી અભયારણ્ય

6 ચો. કિ.મીનો વિસ્તાર ધરાવતું ખિજડિયા ગુજરાતના સર્વોત્તમ પક્ષી અભયારણ્ય માંથી એક પક્ષી અભયારણ્ય છે. આટલા અલ્પ વિસ્તારમાં તમને પક્ષાઓની 220 જેટલી પ્રજાતિઓ જોવા મળશે. એટલે જ આ અભયારણ્ય ભારતમાં તેના જેવા પ્રકારનું એક સર્વોત્તમ અભયારણ્ય તરિકે જાણીતું છે. તેમ છતાં આ એક જ મુદ્દો નથી કે જે તેને અનોખુ તારવે છે. તે જામનગર પાસેના સમુદ્ર કિનારે આવેલું છે.

આ અભયારણ્યમાં સમુદ્ર નિવાસી પક્ષીઓ, તાજા પાણી-વહેતા પાણી નિવાસી પક્ષીઓ,કાદવ-કીચડનું ભુપુષ્ઠ,મેનગ્રોવર્સ,જીવસૃષ્ટિ રહિત વિસ્તાર, મિઠાના ચાગર,ખુલ્લામાં સુકા કાદવના ઢેફાં, બે ભરતી દરમ્યાન બનેલા કાદવના ઢગલાં, ક્રીકસ અને વામણી વનસ્પતિઓ, રેતાળ કિનારા આ અભયારણ્યને આચ્છાદે છે. લાંબી ચાંચ ધરાવતા જળચર પક્ષી-પેલિકન્સ,ચમચા જેવી પહોળી ચાચ ધરાવતા સ્પુનબિલ્સ નામના પક્ષીઓ, પાણી પર ચકરાવો મારતા અને પાણીના માછલી જેવા જળચરનો શિકાર કરતાં પક્ષીઓ- સ્કિમર્સ, માથા પર મોટી કલગીથી શોભતા ગ્રીબ પક્ષીઓ તેમ નાના કદના કલગી સાથેના પક્ષીઓ જાંબલી રંગીન મુરહેન નામની જળકુકડી બતક, કાળી જળકુકડી, અતિ ખાનારું ( સતત શિકાર કરવા માટે ભટકતું ), કદમાં મોટું દરિયાઈ પક્ષી, લાંબા પગપાળું બગલા જેવું પક્ષી જેને આપણે ક્રૌચ નામથી ઓળખીએ છીએ, એક પ્રકારનો બગલો, સારસ, આઈબીએસ, મોટી પાંખો ધરાવતા દરિયાઈ પક્ષી જેકેનાસ,ફલેમિંગો અને એકદમ ગતિથી ચકરાવો મારતા ડાર્ટર પક્ષીઓ, અભયારણ્યમાં જોવાનો અને તે પણ એક સ્થળે અને સમયે જોવાનો આનંદ અવર્ણનિયની કક્ષાનો ગણી શકાય આ ઉપરાંત જંગલી બિલાડી, લુચ્ચું શિયાળ, બ્લ્યુ બુલ,નોળિયાની વસ્તી પણ અહિ જોવા મળે છે. આ અભયારણ્ય વૈવિધ્યતાથી ભરપુર વન્ય પ્રાણીઓથી ભરપુર છે. આ બધાને માણવાનો, જીવનમાં કંઈક મેળવવાનો આનંદ અને લહાવો લેવો હોય તો ઓકટોબર અને માર્ચ વચ્ચેનો સમય બધી રીતે અનુકુળ છે.

૬, બરડા ડુંગર વન્યપ્રાણી અભયારણ્ય

સૌરાષ્ટ્રના મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી પ્રસિધ્ધ પોરૂંદરથી 15 કિ.મીના અંતરે આ અભયારણ્ય તેના ગાઢ જંગલો, વિશાળ વૃક્ષો, વનસ્પતિ,નાના કદની ઔષધિય વનસ્પતિઓથી સારી રીતે પ્રસિધ્ધ છે. 192 ચો.કિમી વિસ્તારમાં વ્યાપેલું અભયારણ્ય દુર્લભ વનસ્પતિ અને વૃક્ષો માટે ખરેખર એક અભય સ્થાન છે. જે વનસ્પતિઓ ઔષધિય ગુણર્ધમો ધરાવે છે. એટલું જ નહિ ટપકાવાળી સમડીઓ, કલગી ધરાવતી મોટા કદની સમડીઓ સહિત દિપડાઓ, જરખ, જંગલી ભુંડ કે સુવર, વરૂઓ, શિયાળ, બ્લું બુલ ( જંગલી પાડા )ઓનું આ વતન એશિયન સિંહોના બીજો મોટો વિસ્તાર માનવામાં આવે છે. આ અભયારણ્ય ગુજરાતની વિચરતી જાતિઓ-માલધારી,ભરવાડ,રબારી,અને ગઢવીઓનું આશ્ર્યસ્થાન નહિ પણ તેમનું મુળ વતન છે. બરડા ડુંગર અભયારણ્યની મુલાકાતનો આનંદ મેળવવા, કુદરતના સાંનિધ્યને પામવા અને જીવનમાં જાણ્યાં કરતાં જોવાની તક નવેમ્બર થી જુનના મધ્યસુધી એટલે કે ચોમાસુ બેસે તે પહેલાં લેવાનું આયોજન કરવું જોઈએ.

૭, ગાગા વન્યપ્રાણી અભયારણ્ય

ગુજરાતનું આ વન્યપ્રાણી અભયારણ્ય એક સહુથી નાનું અભયારણ્ય ગણાય છે. પણ ગાગા વન્યપ્રાણી અભયારણ્ય સાહસિકતાથી બીલકુલ ઓછું નથી. જામનગર જીલ્લામાં વન્યપ્રાણી ચાહકોને માટે આ અભયારણ્ય કચ્છના અખાતના કિનારે આવેલું છે. લુપ્ત થઈ રહેલા અને દુલર્ભ પ્રાણીઓ પક્ષીઓમાં ભારતના જે કંઈ થોડા સ્થળો છે. તેમાં આ

અભયારણ્યમાં હોઉબારા, ખુબ ઝડપથી ઘોડાર નામના  પક્ષીઓ, ભારતીય વરૂઓ અહિં જોવા મળે છે. 332.87 હેકટરમાં પથરાયેલ ગાગા અભયારણ 12 સસ્તન પ્રાણીઓ સરિસૃપોની 8 પ્રજાતિઓ અને 88 જેટવી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું મુળ વતન છે. સર્વ સામાન્ય પણે અહીં વસતા પ્રાણીઓમાં વરૂઓ, શિયાળ,મુંગુસ,જંગલી બીલાડીઓ  અને બ્લુ બુલ ( જંગલી પાડાઓ )જયારે પક્ષીઓમાં પેલીકન્સ  લાંબી ચાંચ ધરાવતા જળચર પક્ષી, ટપકા ધરાવતા બતકો, ફલેમિંગો, અને મોટા કદના સારસ પણ અહી જોવા મળે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં રંગબેરંગી પતંગિયાઓ, મધમાંખીઓ, ફુદકાઓ (ફુદા),કરોળિયાઓ ઉધઈ અને ડંખ મારતી ભમરીઓ પણ જોવા મળી શકે છે. ગાગા અભયારણ્યને નજર અને પગતળેથી વિહરવાનો ઉત્તમ સમય ઓકટોબર અને માર્ચ વચ્ચેનો છે.

૮, મિતિયાળા અભયારણ્ય

મિતિયાળા વન્યપ્રાણી અભયારણ્ય ગીર જંગલ રાષ્ટ્રિય ઉધાનથી ખુજ ટુંકા અંતરે આવેલું છે અને ગુજરાતના ગર્વ સમાન છે. આ અભયારણ્ય ઘાસની ભુમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર રાષ્ટ્રિય ઉધાનના એશિયાના સાવજો ( સિંહો ) માટે મુક્ત મને વિહાર કરવા માટેનું એક આદર્શ સ્થળ હોવાથી સાવજોને આરામ ફરમાવતા પણ જોવાનો મોકો મળે છે. ટપકાવાળા હરણ, જંગલી સુવર,ચાર શિંગડા ધરાવતા હરણ,જંગલી પાડા જેવા પ્રાણીઓ પણ અભયારણ્યમાં જોવાનો મોકો મળે છે. ઉંચા ઉંચા ઘાસ, ખાડા ખબડાથી ભરપુર પર્વતિય કેડીઓ અને અર્ધા સુકાયેલા અને સતત પાનખર અનુભવતા છતાં કુંપળો ફુટેલી જોઈ શકાય તેવા વૃક્ષો આ અભયારણ્યની એક મહત્વની ખાસિયત છે. આવા મનોરમ અભયારણ્યને માણવાનો મોકો નવેમ્બર થી માર્ચ દરમ્યાન લેવા જેવો છે.

૯, પાણિયા અભયારણ્ય

ગીર રાષ્ટ્રિય ઉધાનનો ચૈતન્યથી ભરપુર જો કોઈ વિસ્તાર હોય તો તે છે પાણિયા અભયારણ્ય આછા બદામી રંગના દેખાવડા હરણોનું વતન છે. સામાન્ય પણે આ અભયારણ્ય ચાંચાઈ પાણિયા તરીકે જાણીતું છે અને અમરેલીથી ખુ જ નજીકમાં આવેલું છે. નિ:સંશય કુદરતી મનોરમ્યતા ધરાવતું આ અભયારણ્ય પર્યાવરણિય પ્રવાસન માટેનું મહત્વનું સ્થળ, સિંહ,જરખ,દીપડી,જંગલી બિલાડા,ટપકા ધરાવતા હરણ,ચિંકારા જંગલી ભુંડ, ચાર શીંગડાવાળાહરણ,પેંગોલ્ન તેમ જ જંગલી પાડા, સિવેટ કેટ વિવિધ પ્રાણીઓને મુક્ત પણે રહેવા અને વિહાર કરવાનું સ્વર્ગ છે. ઓકટોબર અને જુન વચ્ચેના સમયમાં પાણિયા અભયારણ્ય મુલાકાત માટેનો યોગ્ય સમય છે.

૧૦, કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય

ભારતમાં સહુથી નાનું અભ્યારણ્ય તરિકે જેની ગણના કરી શકાય તે કચ્છ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય છે. જે કચ્છ જીલ્લાના નળિયા ખાતે આવેલું છે. આ અભ્યારણ્યના નામ પરથી જણાઈ આવે છે કે અહિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ખુબ ઝડપી ગતિથી દોડતું પક્ષી જેને સ્થાનિક ભાષામાં ઘોડાર કહે છે. તેનો વિસ્તાર છે.

ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓનું ભારતમાં આ બીજું મોટું અભયારણ્ય છે. સૌથી મોટું બસ્ટાર્ડ પક્ષીઓનું પ્રથમ નંબરનું અભયારણ્ય પડોશી રાજય રાજસ્થાનનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે. કચ્છના, કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય ઈન્ડિયન બસ્ટાર્ડ ( ધોડાર ) પક્ષી સિવાયના પક્ષીઓ જેવા કે હેરિયર્સ, સામાન્ય સારસ, કાળા તેતર, રેતીના મરઘા જેના પગે પીંછા હોય છે. લોકો તેના શિકાર કરી ખાતા હોય છે. કાળા અને રખોડી રંગના ક્રેન્કોલિન તેમ જ વરૂ, જંગલી બીલાડી, જંગલી પાડા અને જરખ જેવા પ્રાણીઓનું વતન છે. આ અભયારણ્યને ઓગ્ષ્ટ અને માર્ચમાં જોવાનો લહાવો લઈ શકાય છે.

૧૧, નળ સરોવર પક્ષી અભયારણ્ય

આ પક્ષી અભયારણ્ય મુળભુત રીતે 360 જેટલા નાના ટાપુઓથી વ્યાપેલું એક તળાવ છે. અમદાવાદથી 64 કિ.મીના અંતરે અને સાણંદ ગામથી નજીકના આ સરોવર ગુજરાતમાં આવેલું સૌથી મોટું ભીની જમીન ( કાદવવાળી ) જમીન પરનું પક્ષી અભયારણ્ય છે.

અહિ આપણને 200થી વધારે પક્ષી પ્રજાતિઓ  કે જેઓ અહી વસવાટ કરે છે. તે જોવાનો મોકો મળે છે. એટલે જ ભારતમાં પક્ષીનિરિક્ષણ કરવા માટેના સ્થળોમાં નળસરોવર પક્ષી અભયારણ્યની ગણના થાય છે. સાઈબેરિયા, યુરોપ, મધ્ય એશિયાથી, શિયાળાની ઠંડીમાં લાંબો પ્રવાસ કરીને આવતા પક્ષીઓ માટે નળસરોવર એક સલામત આશ્ર્નય સ્થળ છે. નળ સરોવરમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ઉંચા ઘાસના વિસ્તારમાં અન્ય નાના પક્ષીઓના કલરવ સાંભળી શકાય છે. નાના કદના, મોટા કદના, ફલેમિંગો પક્ષી, સ્પુનબિલ્સ ટીલ્સ, સારસ, મુરહેન્સ, અને લાંબા પગવાળા બગલા ઉપરાંત જંગલી ગધેડાઓના નાના ઝુંડ, નોળીયા, જંગલી બીલાડી, ભારતીય શિયાળ, વરૂ, જરખ, જેકલ જેવા પ્રાણીઓ અહિ જોવા મળી જાય છે. નવેમ્બરથી એપ્રીલના 6મહિનાનો ગાળો નળસરોવરની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ગણાય છે.

૧૨, શુળપાણેશ્ર્વર વન્યપ્રાણી અભયારણ્ય

લાંબા હોઠ ધરાવતા કાળા રીંછ જે દુનિયામાં  ફક્ત ભારત અને શ્રીલંકામાં જોવા મળે છે. ભારતમાં તેમનું સલામતિયુક્ત સ્થાન એટલે શુળપાણેશ્ર્વર વન્યપ્રાણી અભયારણ્ય છે. જે અભયારણ્ય નર્મદા જિલ્લામાં સ્થિત છે. એનો વિસ્તાર પ્રાકૃતિક સંપદાઓથી ભરપુર છે. અસંખ્ય વૃક્ષવલ્લીઓ, નયનરમ્ય,હરિયાળીથી સમૃધ્ધ, ભવ્ય અને દોમદોર ખીણો તેમ જ ખળખળ વહેતા ઝરણાના સુમધુર સંગીત વન્યપ્રાણી ઓ માટે સ્વર્ગની અનુભુતિ કરાવતું આ શુળપાણેશ્ર્વર અભયારણ્ય છે.

607 ચો.કિ.મી વિસ્તારમાં પથરાયેલું અભયારણ્ય ધનિષ્ઠ અને ગાઢ જંગલયુક્ત હોવાથી પ્રસિધ્ધ પામ્યો છે. કેટલાક પ્રાણીઓ જેવા કે લાંબા હોઠવાળા કાળા રીંછ, દીપડી, વાંદરા, જંગલમાં મુક્ત વિહાર કરતા નોળિયા, ઘેઘુર બિહામણા બિલાડા, ભારતીય શાહુડી ( જેના પુર્ણ શરીર પર લાંબા અણીદાર કાંટા હોય છે. ), ચાર  શીંગડા ધરાવતા એન્ટેલોપ નામથી જાણીતા હરણો, સતત ભસતાં હરણ, ચિતળ, પેંગોલીન, ઉડતી ખીસકોલી, અજગર, સાપ, જંગલી ગરોળીઓ, કાચબા જેવા અનેક પ્રાણીઓનું આ અભયારણ્ય આશ્ર્યસ્થાન ગણો કે નિવાસસ્થાન છે.

૧૩, રતનમહાલ લાંબા હોઠ વાળા રીંછનું અભયારણ, ( રતનમહાલ સ્લોથ બીઅર સેન્કચ્યુઅરી )

અભયારણ્યનું નામ જ બતાવે છે અહિ લાંબા હોઠ ધરાવતા કાળા રીંછની વસ્તી અહીં વિપુલ પ્રમાણમાં આશ્ર્ય લઈ રહી છે. મધ્ય ગુજરાતના દાહોદ જીલ્લામાં આવેલા આ અભયારણ્યની સીમા મધ્યપ્રદેશમાં પણ વિસ્તરેલી છે. અભયારણ્યમાં ટીક વુડના સુકા વૃક્ષો મબલખ પ્રમાણમાં જોવા મળે છે. ફનિર્ચર માટેનું આ એક મજબુત લાકડું આપે છે.

આ લાકડાનું ફનિર્ચર હોવું પ્રતિષ્ઠા સુચક મનાય છે. ટેકરીઓની તળેટીમાં આ એક વુડના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ટીકવુડ વૃક્ષો સાથે બાંબુની હારમાળાઓ આભયારણ્યની ચારે તરફની સીમાઓ પર જોવા મળે છે. સ્લોથ બીઅર ઉપરાંત રતનમહાલ અભયારણ્ય ચિત્તા, જરખ, શિયાળ, ચાર શીંગડાવાળા હરણ, નોલઇયા, શાહુડી, જંગલી ભયાનક બિલાડા, બીહામણી બિલાડી, કાળા મોઢાના વાંદરા, ક્રોબા નાગ, ક્રેટ, વાઈપર નામથી જાણિતા ઝેરી સાપ, ઉપરાંત રસેલ્સ વાઈપર અને બાંબુમાં પોલાણમાં રહેતા વાઈપર સાપો, અજગર, ઉંદરનું ભક્ષ્ય કરતા રેટ સાપ, બીનઝેરી અજગર જે લાલ માટીના અજગર તરીકે ઓળખાય છે. અને અનેય નાના જીવ-જંતુઓ અહી વર્ષોથી નિવાસ કરે છે. વધુમાં ટ્રિંકેટ તરીકે જાણીતા બીનઝેરી સાપ પણ અહીં જોવા મળે છે. 147 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અહીં રહેલી જોવા મળે છે. જેમાંની 16 પ્રજાતિઓ તો ફક્ત અભયારણ્યમાં બહારથી આવી થોડો સમય રહી ફરી પોતાના મુળ સ્થાને પરત ફરે છે તે પણ જોવા મળી શકે છે. વન્યપ્રાણી- પક્ષીઓથી સમૃધ્ધ રતનમહાલ અભયારણ્યને ઓકટોબર અને મે દરમિયાન મુલાકાત લેવાનો યોગ્ય સમય માનવામાં આવે છે.

૧૪, નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય

વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે.

ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે. મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે. આમ આ વન્યપ્રાણી અભયારણ્ય બદામી રંગના સુંદર હરણો માટે સ્વર્ગસમુ છે. આ ઉપરાંત આ અભયારણ્ય 15 જેટલી હિંસક પ્રજાતિઓનું પોતાનું આશ્ર્યસ્થાન ગણાય છે. વરૂ, હરણ ( બદામી રંગના ), રણના શિયાળ, કારકલ, જરખ, રણની બિલાડી, શાહુડી, રેટલ સાપ, ભારતિય પેંગોલિન, જંગલી પાડા, નોળિયા ઉપરાંત અનેક પ્રકારની પ્રજાતિઓ અખુટ પ્રમાણમાં અહીં મળી આવે છે. સપ્ટેમ્બર થી જાન્યુઆરી આ અભયારણ્યની મુલાકાત મોટેનો ઉત્તમ સમય હોય છે.

૧૫, પોરબંદર પક્ષી અભયારણ્ય

ફક્ત 1 ચો.કિ.મી વિસ્તારનું નાનામાં નાનુ પક્ષી અભયારણ્ય ગુજરાતનું એક વૈશિષ્કય છે. જેમાં એક તાજા પાણીનું તળાવ છે. આ સૌથી નાનુ સુંદર પક્ષી અભયારણ્ય પોરબંદર શહેરમાં મધ્યમાં જ છે. આ સુંદર અભયારણ્યની મુલાકાતે નિસર્ગ પ્રેમીઓ અને પક્ષીવિદો સતત મુલાકાત લેતા જ હોય છે.

અભયારણ્ય આપણા ભારતિય પક્ષીઓ ઉપરાંત વિદેશમાંથી સ્થળાંતર કરીને ભારત આવતા પક્ષીઓ માટે પણ સલામતિ યુક્ત આશ્ર્યસ્થાન રહે છે. ઓછા કે વધારે સંખ્યામાં ફલેમિંગો, અચાનક તરાપ મારી શિકાર કરતા ગ્રેબોસ, લાંબી ચાંચ ધરાવતા પેલિકન પક્ષી, બતક અને હંસ, એવોકેટ, કાળી જળકુકડી , કોર્મોરેન્ટ નામથી ઓળખાતું અવિરત શિકાર કરી ખાતુ દરિયાઈ પક્ષી, બગળા, બગળાની અન્ય એક પ્રજાતિ જે એગ્રેટ નામથી પક્ષીવિદોમાં જાણીતી છે. તે બિટરન, સારસ, ઈબિસનામ, ધરાવતાં પક્ષીઓ સ્પુનબિલ્સ, ક્રેન્સ ( સારસની એક અન્ય પ્રજાતિ ), સતત શીટી મારતું ઉડતું રહેતું એક પક્ષી, મોટી પાંખો ઘરાવતા પક્ષીઓ, “ગલ” ના નામે જાણીતા છે તે. જેકેનાઝ, ટર્નસ, ગળાની આસપાસ રૂંવાટી ધરાવતા પક્ષીઓ, લાલ રંગનો પગનો નળો ધરાવતા પક્ષીઓ તેમ જ, ભારતીય રોલર તરિકે ઓળખાતા પક્ષીઓ તમે આ પક્ષી અભયારણ્યમાં નિહાળવાનો મોકો નવેમ્બર થી માર્ચ વચ્ચેના આલ્હાદક વાતાવરણમાં લઈ શકો છે.

૧૬, પુર્ણા વન્યપ્રાણી અભયારણ્ય

આ અભયારણ્ય તેના ગાઢ જંગલ આચ્છાદિત વિસ્તાર અને વધુ સક્રિય અને ભરપુર ચોમાસા માટે જાણીતુમ છે. ડાંગ જીલ્લાનું આ અભયારણ્ય કેટલાય વિવિધ પ્રજાતિઓ માટેનું સલામત આશ્રય તરીકે ગુજરાતમાં આવેલું છે.

આ અભયારણ્ય  160 ચો. કિમી વિસ્તારમાં વ્યાપેલું છે. અને વનસ્પતિ અને વૃક્ષોની 700 પ્રજાતિઓની સમૃધ્ધિ સાથે દીપડા, ભારતમાં જ મળી આવતા નાના કદના વાંદરા, કપાળપર ટોપી ( હેટ ) ધરાવતા વાંદરા, સામાન્ય નોળિયો, ભારતિય બિલાડી, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતાં હરણ, સાંભર, ચિત્તળ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, અને જંગલી ગરોળીઓની વસ્તી પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અભયારણ્ય જોવા મળતા પક્ષીઓના વિશ્ર્વમાં સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા ( ચાંચ પર શીંગડા જેવા ઉપસેલા ભાગ ધરાવતું પક્ષી ), ગ્રે કલરના જંગલી મરઘા, બારબેટ લક્કડખોદ, શાઈક્સ. કલોરોપ્સિસ, માખી ખાનારા ઉંડતા જીવજંતુનો શિકાર કરનારા અને રેપ્ટર્સ પણ વાસ્તવ્ય કરે છે. નવેમ્બર થી માર્ચમાં આ વન્યસૃષ્ટિ અને વન્યપ્રાણી નિરખવાનો, માણવાનો લહાવો લઈ શકાય છે.

૧૭,  રામપુરા વન્યપ્રાણી અભયારણ્ય

મોટા મોટા વૃક્ષો સાથેની ભુમી રામપરા વન્યપ્રાણી અભયારણ્ય રાજકોટ જીલ્લામાં રાજકોટ શહેરથી લગભગ 60 કિ.મીના અંતરે આવેલું છે. 15 ચો.કિમી વિસ્તારના અભયારણ્યમાં સસ્તન પ્રાણીઓની 20 પ્રજાતિ અને 130 પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ અહિ વાસ્તવ્ય કરે છે.

સર્વ સામાન્ય અહી વરૂ, શિયાળ, જરખ, સામન્ય શિયાળ, જંગલી સસલા, પક્ષીઓમાં તેતર, ર્કોમન યીફાઉલ, રેતીના હંસ, રિંગ ડોવ ( કંઠે કાળી રિંગ ધરાવતું કબુતર ), મોટા કદનું રાખોડી રંગનું મધુર ભાષી બેબલર પક્ષી, જાંબલી રંગનું સુર્ય સામે જ ઉડતું સનબર્ડ, પીળા રંગનું ગળુ ધરાવતી ચકલીઓ અહીં જોવા મળે છે. રામપુરા આમ તો નાના છોડની વનસ્પતિ ધરાવતો વિસ્તાર છે. જેમાં વચ્ચે વચ્ચે કયાંક ઘાસના વિસ્તારો હોય છે. અને તેમાં નાની ટેકરીઓ જેને આપણે રાફડાઓ કહી શકીએ તેનો સમાવેશ થાય છે. અભયારણ્યનું વૈશિષ્ઠય એ છે કે તેનો વિસ્તાર તુલનાત્મક નાનો હોવા છતાં તેમાં 230 વધુ વનસ્પતિની પ્રજાતિઓ છે. દેશના મોટા કદના લાંબા શિંગડા ધરાવતા હરણ પણ જોવા મળ છે. ઓકટોબર થી માર્ચ દરમ્યાન અભયારણ્યમાં વિહાર કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે.

૧૮, થોળ લેક પક્ષી અભયારણ્ય

જો તમે અમદાવાદથી મુલાકાતે જઈ શકાય એવું સુંદર, મનોરમ્ય સ્થળ જોવા ઈચ્છો છો તો થોળ લેક પક્ષી અભયારણ્ય એક આદર્શ અને ઉત્કૃષ્ઠ મુલાકાતી સ્થળ છે. થોળ તળાવ 7 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. આ તળાવમાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 100 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળી શકે છે.

આ કારણથી જ પક્ષીઓ નિરક્ષકો માટે એક આર્દશ સ્થળ કહેવામાં અતિશયોકિત નથી. સારસ, ફલેમિંગો, હંસ, બતક, સ્પુનબિલ્સ, લાંબી ચાંચ ધરાવતાં પેલિકન, શીટીઓ મારતા ટીલ્સ પક્ષીઓ, ઈગ્રેટ નામથી જાણીતા બગલા અને લાંબા પગના ક્રૌંચ પક્ષી અહી સામાન્ય પણે જોવા મળે છે. તાજા પાણીનું આ તળાવ- સરોવરનો કિનારો કાદવથી સભર અને ચોતરફ ગાઢ જંગલી વનસ્પતિઓથી ઘેરાયેલો નજરે પડે છે. ત્રસ્ત અને વ્યસ્ત શહેરી જિવનમાંથી છુટકારો પામવા તેમજ શાંત , સ્વચ્છ, અને પ્રસન્ન પર્યાવરણ વચ્ચે રમમાણ થવા અત્રે નવેમ્બર થી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.

૧૯, વાંસદા રાષ્ટ્રિય ઉધાન,

વાંસદા રાષ્ટ્રિય ઉધાન ગુજરાતના પ્રસિધ્ધ રાષ્ટ્રિય ઉધાનોમાંનું એક વધુ જાણીતું રાષ્ટ્રિય ઉધાન ગણાય છે. નવસારી જિલ્લામાં આ ઉધાન 23 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલું છે. તેમ છતાં તેના નાના વિસ્તારને કારણે તેમાં શંકા ઉભી થવી ન જોઈએ કારણ કે વાંસદા વન્યપ્રાણીઓની વિશાળ વસ્તીનો આશ્ર્ય સ્થાન હોવા વિષે ઓળખાય છે.

અહીં જંગલમાંથી સર્પાકાર પ્રવાહ સહિત વહેતી અંબિકા નદી અને વિશાળ કદના થડિયા ધરાવતા વૃક્ષો આ વિસ્તારની રમણીયતામાં વધારો કરે છે. અહીં દીપડા,નાના કદના વાંદરા, જંગલી ભુંડ, કાળા મો વાળા વાંદરા, સામાન્ય પામ કિવેટ, નાના ભારતિય કિવેટ, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતા હરણ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, રસેલ્સ જેવા નામથી જાણીતા ઝેરી સાપને જોઈ શકાય છે. આ ઉપરાંત 155 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ જેમાં ભારતિય કાળા રંગના લક્કડખોદ પક્ષીઓ, પીળી ચાંચવાળા સનબર્ડ, પોમ્પોડોઉર પીજન, મલબાર ટ્રોગ્રોન, શામા, સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા, જંગલ બેબલર, અને વૈશ્ર્વિક ઉપેક્ષિત ઘુવડ પણ અહીં જોવા મળે છે. વાસંદા રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો ઉત્તમ સમ. નવેમ્બરથી માર્ચ ગણાય છે.

૨૦, વેરાવદર બ્લેકબક ( કાળા હરણ) રાષ્ટ્રિય ઉધાન

ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં કાળા હરણ અહીં તહીં ફરતાં – ચરતાં દેખાતા હોય છે.

કાળા હરણ ઉપરાંત આ રાષ્ટ્રિય ઉધાનમાં લુપ્ત થવાની કગાર પર એવાં ભારતિય રીંછ, શિયાળ, સામાન્ય શિયાળ, જંગલી બિલાડી, વાદળી પાડા જેવા મોટા કદના લાંબા શિંગડાવાળા હરણ, જંગલી ડુક્કરો, દાંતના વધુ પ્રમાણમાં ઉપયોગ કરી કંઈક ને કંઈક ખોતરનારા સસલા, ખીસકોલી, ઉંદરો અને ઝડપી દોડતાં ગધેડાઓનું ( ઘુડખર ) આ મુળ વતન છે. આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્વેકબક રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.

૨૧, જંગલી ગધેડા અભયારણ્ય- કચ્છનું નાનું રણ

આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે. ભારતમાં હાલમાં જેટલા જંગલી ગધેડા અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું ( 500 ચો.કીમી ) અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. કારણ કે અહિંના મુખ્ય વસતી ધરાવતા લાંબી ચાંચવાળા ડેલમેટિઅન, જળચર પક્ષી પેલિકન,  લેસર ફલેમિંગો, સારસ, બગલા, કરકલ, રણના શિયાળ અને કાળા ભયંકર ક્રોબા વિશેષ રૂપે મુળ રહેવાસી છે. આ બધાં વન્યપ્રાણીઓ ઉપરાંત જંગલી ગધેડાઓ મુખ્ય રહેવાસી ગણાય છે.

ઉપરાંત આ અભયારણ્યમાં જોખમીમાં જેની ગણના થઈ શકે તેવાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ જેવાં કે હોઉબારા નામના ઝડપથી દોડતા ઘોડાર પક્ષીઓ, ડેલમેટિઅન જળચર પેલિકન, બાજ, હેરિયર્સનું પણ આ અભયારણ્ય એક આશરો છે. આ અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર ઘાસિયો એટલે કે ઘાસથી વિપુલ છે. જેને બિજા શબ્દોમાં બેઈટ એટલે પ્રાણીઓ, પક્ષીઓ માટે પ્રલોભન કારી કહેવાય છે. આ અભયારણ્યમાં માનવ વસ્તી પણ છે. તેમાં મુખ્યત્વે અનુસુચિત ભટકતી જાતિના આગરિયાઓ રહે છે. અને તે મીઠાની આગરમાં કામ કરતાં જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અભયારણ્યમાં મોટામાં મોટા મીઠાના આગરો આવેલા છે. નવેમ્બરથી માર્ચના સમયમાં અભયારણ્યની મુલાકાત લઈ શકાય છે. ગુજરાત રાજય વન્યપ્રાણી સંવર્ધક સ્થળોનું મથક છે.

તમને પણ હવે એવો જ વિચાર આવતો હશે ? ખરૂ ને ? મને લાગે છે કે અભયારણ્ય અને રાષ્ટ્રિય ઉધાનો અંગેની ટુંકી છતાં વ્યવસ્થિત માહિતીની વિગતો, ગુજરાતના જીવનની ત્રસ્ત-વ્યસ્ત ઘટમાળથી છુટકારો મેળવવા માટે લીધેલી રજાઓ ગાળવા, શાંતિનો અનુભવ લેવા અને વધુ તો વન્યસંપદા, વન્યપ્રાણી, વન્યપક્ષીઓને મનભરી માણવા પુરતી છે. હવે પછી તમે ગુજરાત આવો ત્યારે તમારી રજા ઉપર જણાવેલી માહિતીયુક્ત રાષ્ટ્રિય ઉધાનો અને વન્યપ્રાણી અભયારણ્યોમાંથી એક સ્થળની મુલાકાત તમારા પરિવાર તેમજ તમારા મિત્રો સાથે લેશો જ એવી આશા રાખું છું.