HomeAnimalsBarbetsપુર્ણા વન્યપ્રાણી અભયારણ્ય

પુર્ણા વન્યપ્રાણી અભયારણ્ય

આ અભયારણ્ય તેના ગાઢ જંગલ આચ્છાદિત વિસ્તાર અને વધુ સક્રિય અને ભરપુર ચોમાસા માટે જાણીતુમ છે. ડાંગ જીલ્લાનું આ અભયારણ્ય કેટલાય વિવિધ પ્રજાતિઓ માટેનું સલામત આશ્રય તરીકે ગુજરાતમાં આવેલું છે. આ અભયારણ્ય  160 ચો. કિમી વિસ્તારમાં વ્યાપેલું છે. અને વનસ્પતિ અને વૃક્ષોની 700 પ્રજાતિઓની સમૃધ્ધિ સાથે દીપડા, ભારતમાં જ મળી આવતા નાના કદના વાંદરા,

wildstreakofnature.com

કપાળપર ટોપી ( હેટ ) ધરાવતા વાંદરા, સામાન્ય નોળિયો, ભારતિય બિલાડી, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતાં હરણ, સાંભર, ચિત્તળ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, અને જંગલી ગરોળીઓની વસ્તી પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. અભયારણ્ય જોવા મળતા પક્ષીઓના વિશ્ર્વમાં સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા ( ચાંચ પર શીંગડા જેવા ઉપસેલા ભાગ ધરાવતું પક્ષી ), ગ્રે કલરના જંગલી મરઘા, બારબેટ લક્કડખોદ, શાઈક્સ. કલોરોપ્સિસ, માખી ખાનારા ઉંડતા જીવજંતુનો શિકાર કરનારા અને રેપ્ટર્સ પણ વાસ્તવ્ય કરે છે. નવેમ્બર થી માર્ચમાં આ વન્યસૃષ્ટિ અને વન્યપ્રાણી નિરખવાનો, માણવાનો લહાવો લઈ શકાય છે.

- Advertisment -