HomeAnimalsAsiatic Lionsમિતિયાળા અભયારણ્ય

મિતિયાળા અભયારણ્ય

મિતિયાળા વન્યપ્રાણી અભયારણ્ય ગીર જંગલ રાષ્ટ્રિય ઉધાનથી ખુજ ટુંકા અંતરે આવેલું છે અને ગુજરાતના ગર્વ સમાન છે. આ અભયારણ્ય ઘાસની ભુમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર રાષ્ટ્રિય ઉધાનના એશિયાના સાવજો ( સિંહો ) માટે મુક્ત મને વિહાર કરવા માટેનું એક આદર્શ સ્થળ હોવાથી સાવજોને આરામ ફરમાવતા પણ જોવાનો મોકો મળે છે.

wildstreakofnature.com

ટપકાવાળા હરણ, જંગલી સુવર,ચાર શિંગડા ધરાવતા હરણ,જંગલી પાડા જેવા પ્રાણીઓ પણ અભયારણ્યમાં જોવાનો મોકો મળે છે. ઉંચા ઉંચા ઘાસ, ખાડા ખબડાથી ભરપુર પર્વતિય કેડીઓ અને અર્ધા સુકાયેલા અને સતત પાનખર અનુભવતા છતાં કુંપળો ફુટેલી જોઈ શકાય તેવા વૃક્ષો આ અભયારણ્યની એક મહત્વની ખાસિયત છે. આવા મનોરમ અભયારણ્યને માણવાનો મોકો નવેમ્બર થી માર્ચ દરમ્યાન લેવા જેવો છે.

 

- Advertisment -