આ પક્ષી અભયારણ્ય મુળભુત રીતે 360 જેટલા નાના ટાપુઓથી વ્યાપેલું એક તળાવ છે. અમદાવાદથી 64 કિ.મીના અંતરે અને સાણંદ ગામથી નજીકના આ સરોવર ગુજરાતમાં આવેલું સૌથી મોટું ભીની જમીન ( કાદવવાળી ) જમીન પરનું પક્ષી અભયારણ્ય છે. અહિ આપણને 200થી વધારે પક્ષી પ્રજાતિઓ કે જેઓ અહી વસવાટ કરે છે. તે જોવાનો મોકો મળે છે.
એટલે જ ભારતમાં પક્ષીનિરિક્ષણ કરવા માટેના સ્થળોમાં નળસરોવર પક્ષી અભયારણ્યની ગણના થાય છે. સાઈબેરિયા, યુરોપ, મધ્ય એશિયાથી, શિયાળાની ઠંડીમાં લાંબો પ્રવાસ કરીને આવતા પક્ષીઓ માટે નળસરોવર એક સલામત આશ્ર્નય સ્થળ છે.
નળ સરોવરમાં ઠેર ઠેર ઉગી નીકળેલા ઉંચા ઘાસના વિસ્તારમાં અન્ય નાના પક્ષીઓના કલરવ સાંભળી શકાય છે. નાના કદના, મોટા કદના, ફલેમિંગો પક્ષી, સ્પુનબિલ્સ ટીલ્સ, સારસ, મુરહેન્સ, અને લાંબા પગવાળા બગલા ઉપરાંત જંગલી ગધેડાઓના નાના ઝુંડ, નોળીયા, જંગલી બીલાડી, ભારતીય શિયાળ, વરૂ, જરખ, જેકલ જેવા પ્રાણીઓ અહિ જોવા મળી જાય છે. નવેમ્બરથી એપ્રીલના 6મહિનાનો ગાળો નળસરોવરની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ગણાય છે.