HomeSanctuariesBarda Hills Wildlife Sanctuaryબરડા ડુંગર વન્યપ્રાણી અભયારણ્ય

બરડા ડુંગર વન્યપ્રાણી અભયારણ્ય

સૌરાષ્ટ્રના મહાત્મા ગાંધીજીના જન્મસ્થળથી પ્રસિધ્ધ પોરૂંદરથી 15 કિ.મીના અંતરે આ અભયારણ્ય તેના ગાઢ જંગલો, વિશાળ વૃક્ષો, વનસ્પતિ,નાના કદની ઔષધિય વનસ્પતિઓથી સારી રીતે પ્રસિધ્ધ છે. 192 ચો.કિમી વિસ્તારમાં વ્યાપેલું અભયારણ્ય દુર્લભ વનસ્પતિ અને વૃક્ષો માટે ખરેખર એક અભય સ્થાન છે.

wildstreakofnature.com

જે વનસ્પતિઓ ઔષધિય ગુણર્ધમો ધરાવે છે. એટલું જ નહિ ટપકાવાળી સમડીઓ, કલગી ધરાવતી મોટા કદની સમડીઓ સહિત દિપડાઓ, જરખ, જંગલી ભુંડ કે સુવર, વરૂઓ, શિયાળ, બ્લું બુલ ( જંગલી પાડા )ઓનું આ વતન એશિયન સિંહોના બીજો મોટો વિસ્તાર માનવામાં આવે છે. આ અભયારણ્ય ગુજરાતની વિચરતી જાતિઓ-માલધારી,ભરવાડ,રબારી,અને ગઢવીઓનું આશ્ર્યસ્થાન નહિ પણ તેમનું મુળ વતન છે. બરડા ડુંગર અભયારણ્યની મુલાકાતનો આનંદ મેળવવા, કુદરતના સાંનિધ્યને પામવા અને જીવનમાં જાણ્યાં કરતાં જોવાની તક નવેમ્બર થી જુનના મધ્યસુધી એટલે કે ચોમાસુ બેસે તે પહેલાં લેવાનું આયોજન કરવું જોઈએ.

- Advertisment -