6 ચો. કિ.મીનો વિસ્તાર ધરાવતું ખિજડિયા ગુજરાતના સર્વોત્તમ પક્ષી અભયારણ્ય માંથી એક પક્ષી અભયારણ્ય છે. આટલા અલ્પ વિસ્તારમાં તમને પક્ષાઓની 300 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળશે. એટલે જ આ અભયારણ્ય ભારતમાં તેના જેવા પ્રકારનું એક સર્વોત્તમ અભયારણ્ય તરિકે જાણીતું છે. તેમ છતાં આ એક જ મુદ્દો નથી કે જે તેને અનોખુ તારવે છે. તે જામનગર પાસેના સમુદ્ર કિનારે આવેલું છે.

આ અભયારણ્યમાં સમુદ્ર નિવાસી પક્ષીઓ, તાજા પાણી-વહેતા પાણી નિવાસી પક્ષીઓ,કાદવ-કીચડનું ભુપુષ્ઠ,મેનગ્રોવર્સ,જીવસૃષ્ટિ રહિત વિસ્તાર, મિઠાના ચાગર,ખુલ્લામાં સુકા કાદવના ઢેફાં, બે ભરતી દરમ્યાન બનેલા કાદવના ઢગલાં, ક્રીકસ અને વામણી વનસ્પતિઓ, રેતાળ કિનારા આ અભયારણ્યને આચ્છાદે છે. લાંબી ચાંચ ધરાવતા જળચર પક્ષી-પેલિકન્સ,ચમચા જેવી પહોળી ચાચ ધરાવતા સ્પુનબિલ્સ નામના પક્ષીઓ, પાણી પર ચકરાવો મારતા અને પાણીના માછલી જેવા જળચરનો શિકાર કરતાં પક્ષીઓ- સ્કિમર્સ, માથા પર મોટી કલગીથી શોભતા ગ્રીબ પક્ષીઓ તેમ નાના કદના કલગી સાથેના પક્ષીઓ જાંબલી રંગીન મુરહેન નામની જળકુકડી બતક, કાળી જળકુકડી, અતિ ખાનારું ( સતત શિકાર કરવા માટે ભટકતું ), કદમાં મોટું દરિયાઈ પક્ષી, લાંબા પગપાળું બગલા જેવું પક્ષી જેને આપણે ક્રૌચ નામથી ઓળખીએ છીએ,

એક પ્રકારનો બગલો, સારસ, આઈબીએસ, મોટી પાંખો ધરાવતા દરિયાઈ પક્ષી જેકેનાસ,ફલેમિંગો અને એકદમ ગતિથી ચકરાવો મારતા ડાર્ટર પક્ષીઓ, અભયારણ્યમાં જોવાનો અને તે પણ એક સ્થળે અને સમયે જોવાનો આનંદ અવર્ણનિયની કક્ષાનો ગણી શકાય આ ઉપરાંત જંગલી બિલાડી, લુચ્ચું શિયાળ, બ્લ્યુ બુલ,નોળિયાની વસ્તી પણ અહિ જોવા મળે છે. આ અભયારણ્ય વૈવિધ્યતાથી ભરપુર વન્ય પ્રાણીઓથી ભરપુર છે. આ બધાને માણવાનો, જીવનમાં કંઈક મેળવવાનો આનંદ અને લહાવો લેવો હોય તો ઓકટોબર અને માર્ચ વચ્ચેનો સમય બધી રીતે અનુકુળ છે.