HomeAnimalsCranesથોળ લેક પક્ષી અભયારણ્ય

થોળ લેક પક્ષી અભયારણ્ય

જો તમે અમદાવાદથી મુલાકાતે જઈ શકાય એવું સુંદર, મનોરમ્ય સ્થળ જોવા ઈચ્છો છો તો થોળ લેક પક્ષી અભયારણ્ય એક આદર્શ અને ઉત્કૃષ્ઠ મુલાકાતી સ્થળ છે. થોળ તળાવ 7 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. આ તળાવમાં સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 100 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ તમને જોવા મળી શકે છે.

WSON Team

આ કારણથી જ પક્ષીઓ નિરક્ષકો માટે એક આર્દશ સ્થળ કહેવામાં અતિશયોકિત નથી. સારસ, ફલેમિંગો, હંસ, બતક, સ્પુનબિલ્સ, લાંબી ચાંચ ધરાવતાં પેલિકન, શીટીઓ મારતા ટીલ્સ પક્ષીઓ, ઈગ્રેટ નામથી જાણીતા બગલા અને લાંબા પગના ક્રૌંચ પક્ષી અહી સામાન્ય પણે જોવા મળે છે.

તાજા પાણીનું આ તળાવ- સરોવરનો કિનારો કાદવથી સભર અને ચોતરફ ગાઢ જંગલી વનસ્પતિઓથી ઘેરાયેલો નજરે પડે છે. ત્રસ્ત અને વ્યસ્ત શહેરી જિવનમાંથી છુટકારો પામવા તેમજ શાંત , સ્વચ્છ, અને પ્રસન્ન પર્યાવરણ વચ્ચે રમમાણ થવા અત્રે નવેમ્બર થી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે.

 

- Advertisment -