અભયારણ્યનું નામ જ બતાવે છે અહિ લાંબા હોઠ ધરાવતા કાળા રીંછની વસ્તી અહીં વિપુલ પ્રમાણમાં આશ્ર્ય લઈ રહી છે. મધ્ય ગુજરાતના દાહોદ જીલ્લામાં આવેલા આ અભયારણ્યની સીમા મધ્યપ્રદેશમાં પણ વિસ્તરેલી છે. અભયારણ્યમાં ટીક વુડના સુકા વૃક્ષો મબલખ પ્રમાણમાં જોવા મળે છે. ફનિર્ચર માટેનું આ એક મજબુત લાકડું આપે છે. આ લાકડાનું ફનિર્ચર હોવું પ્રતિષ્ઠા સુચક મનાય છે. ટેકરીઓની તળેટીમાં આ એક વુડના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ટીકવુડ વૃક્ષો સાથે બાંબુની હારમાળાઓ આભયારણ્યની ચારે તરફની સીમાઓ પર જોવા મળે છે. સ્લોથ બીઅર ઉપરાંત રતનમહાલ અભયારણ્ય ચિત્તા, જરખ, શિયાળ, ચાર શીંગડાવાળા હરણ, નોલઇયા, શાહુડી, જંગલી ભયાનક બિલાડા, બીહામણી બિલાડી, કાળા મોઢાના વાંદરા, ક્રોબા નાગ, ક્રેટ, વાઈપર નામથી જાણિતા ઝેરી સાપ, ઉપરાંત રસેલ્સ વાઈપર અને બાંબુમાં પોલાણમાં રહેતા વાઈપર સાપો, અજગર, ઉંદરનું ભક્ષ્ય કરતા રેટ સાપ, બીનઝેરી અજગર જે લાલ માટીના અજગર તરીકે ઓળખાય છે. અને અનેય નાના જીવ-જંતુઓ અહી વર્ષોથી નિવાસ કરે છે.
વધુમાં ટ્રિંકેટ તરીકે જાણીતા બીનઝેરી સાપ પણ અહીં જોવા મળે છે. 147 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અહીં રહેલી જોવા મળે છે. જેમાંની 16 પ્રજાતિઓ તો ફક્ત અભયારણ્યમાં બહારથી આવી થોડો સમય રહી ફરી પોતાના મુળ સ્થાને પરત ફરે છે તે પણ જોવા મળી શકે છે. વન્યપ્રાણી- પક્ષીઓથી સમૃધ્ધ રતનમહાલ અભયારણ્યને ઓકટોબર અને મે દરમિયાન મુલાકાત લેવાનો યોગ્ય સમય માનવામાં આવે છે.