વાંસદા રાષ્ટ્રિય ઉધાન ગુજરાતના પ્રસિધ્ધ રાષ્ટ્રિય ઉધાનોમાંનું એક વધુ જાણીતું રાષ્ટ્રિય ઉધાન ગણાય છે. નવસારી જિલ્લામાં આ ઉધાન 23 ચો.કિમી વિસ્તારમાં પથરાયેલું છે. તેમ છતાં તેના નાના વિસ્તારને કારણે તેમાં શંકા ઉભી થવી ન જોઈએ કારણ કે વાંસદા વન્યપ્રાણીઓની વિશાળ વસ્તીનો આશ્ર્ય સ્થાન હોવા વિષે ઓળખાય છે. વાંસદા કે જેના નામ પરથી આ સુરક્ષિત વિસ્તારનું નામાભિધાન કરવામાં આવ્યું છે, તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે, જ્યાં મોટેભાગે આદિવાસી વસ્તી છે.
અહીં જંગલમાંથી સર્પાકાર પ્રવાહ સહિત વહેતી અંબિકા નદી અને વિશાળ કદના થડિયા ધરાવતા વૃક્ષો આ વિસ્તારની રમણીયતામાં વધારો કરે છે. અહીં દીપડા,નાના કદના વાંદરા, જંગલી ભુંડ, કાળા મો વાળા વાંદરા, સામાન્ય પામ કિવેટ, નાના ભારતિય કિવેટ, ભારતિય શાહુડી, ચાર શિંગડાવાળા હરણ, ભસતા હરણ, જરખ, જંગલી બિલાડી, ઉડતી ખીસકોલી, અજગર, રસેલ્સ જેવા નામથી જાણીતા ઝેરી સાપને જોઈ શકાય છે.
આ ઉપરાંત 155 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ જેમાં ભારતિય કાળા રંગના લક્કડખોદ પક્ષીઓ, પીળી ચાંચવાળા સનબર્ડ, પોમ્પોડોઉર પીજન, મલબાર ટ્રોગ્રોન, શામા, સામાન્ય રાખોડી રંગના ચિલોત્રા, જંગલ બેબલર, અને વૈશ્ર્વિક ઉપેક્ષિત ઘુવડ પણ અહીં જોવા મળે છે. વાનસ્પતિક ઉદ્યાનને બાદ કરતા અહીંની સ્થાનિક આદિવાસી પ્રજા (અને તેમની રહેણી કરણી), ગિરા ધોધ વગેરે અન્ય આકર્ષણનાં કેન્દ્રો છે. આ સ્થળ પર રોકાણ કરવાની વ્યવસ્થા કીલાદ પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે.
વાસંદા રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો ઉત્તમ સમ. નવેમ્બરથી માર્ચ ગણાય છે.