દેશમાં એશિયન સિંહોનું સ્વર્ગ ગીર નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. અહિ એશિયાના સિંહોની વસતી પુરતા પ્રમાણમાં હોવાથી ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરિકે નામના મળી છે. તેના કારણે ગુજરાત પ્રવાસનને પણ વેગ મળ્યો છે. તેમ છતાં જો આપણે આ મોટા બિલાડાઓ પ્રત્યે દુર્લક્ષ કરીશું તો આપણને સંપુર્ણ ભારતમાં કયાંય સિંહોનું અભયારણ્ય જોવા મળશે નહિ.
આ અભયારણ્ય સરિસૃપો, કાટના રંગની ટપકા ધરાવતી બિલાડી,નોળીયા,પેંગોલિન સ્વર્ગના પતંગિયા પકડનાર પક્ષીઓ તેમ જ પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું વતન આશ્રયસ્થાન છે. દેશના અત્યંત રમણિય રાષ્ટ્રિય ઉધાનોમાનું એક ઉધાન છે. તેમાં રમણિય ભુપ્રદેશ વિશાળ ખડકોથી સભર ,છુટી છવાઈ પર્વતમાળા, પર્વતો પર આવેલા સપાટ મેદાનો તેમ જ ઉંડી ખીણો આવેલી છે.
એશિયાટીક નરની ઉંચાઈ 260થી 270 સે.મી અને માદાની ૨૪૦થી ૨૬૦ સે.મી જેટલી હોય છે. જયારે નરનું વજન 150છી 170 કિલોગ્રામ જેટલું અને માદાનું 110થી 130 કિલોગ્રામ જેટલું હોય છે. નરસિંહ સામાન્ય રીતે ચાર વર્ષે પુખ્ત થાય છે. જયારે માદા સાડાત્રણ વર્ષે પુખ્ત થાય છે. માદાસિંહનો ગર્ભકાળ 105થી 110 દિવસ જેયલો હોય છે. સરેરાશ બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે.
સામાન્ય રીતે સિંહ જયારે જગંલમાં રહેતા હોય ત્યારે તેમનું આયુષ્ય 12થી 15 વર્ષનું હોય છે. બંધનાવસ્થામાં સિંહનું આયુષ્ય 15-20 વર્ષ જેટલું હોય છે. અપવાદરૂપ કિસ્સામાં 25 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યાનું નોંધાયું છે. દેખાવે રતાશ પડતા ભુખરા રંગના આ પ્રાણીના માથાનો આગળનો ભાગ ભારે અને શરીરના પાછળનો ભાગ પાતળો હોય છે. તેમ જ કાન નાના હોય છે. નર સિંહને તેના ગળા પર ભરાવદાર વાળની કેશવાળી પણ જોવા મળે છે. સોરઠનો સાવજ સમગ્ર ગુજરાત, ભારત તથા સમગ્ર એશીયા ખંડની શાન છે. આ રમણિય રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત ડિસેમ્બરથી જુનના મધ્યસુધી લેવાનો ઉત્તમ સમય છે.