મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા અભયારણ્ય 130.38 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે.) જાબુંઘોડાને 7 ઓગષ્ટ 1989માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને 1990 માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
જાબુંઘોડા અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મુખ્યત્વે આદિવાસી છે. જાબુંઘોડા અભયારણ્યમાં ચિત્તા સિવાય રિંછ, જરખ,શિયાળ,મગર,કોબ્રાનાગ,અજગર,દરજીડો પક્ષી,સુવર્ણ મૃગ, જળ કુકડી,અને બતકોની સંખ્યા(વસ્તી), ઘોરખોદિયું, ચૌશીંગા, નીલગાય, જંગલી ભુંડ, વિવિધ પ્રકારના ચામડચીડીયા, જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ પણ સારા પ્રમાણમાં છે.

ભુ-પ્રદેશની વાત કરીએ તો તે બે વીભાગમાં છે. એક ટારગોળ અને બીજો કડા તરિકે ઓળખાય છે. જે અહિનું આકર્ષણ છે. ઉંચી નીચી મોંજાની જેવી હરિયાળી ધરાવતી ટેકરીઓ અને ગાંઢ જેગલો કડાના દેખાવને અત્યંત આકર્ષક બનાવે છે.વન સંપદાની દ્રષ્ટિએ સુકા પાનખર અને મિશ્ર પ્રકારનું આ જંગલ છે.
આ વિસ્તાર જેમાં 70 ટકા ઘટાદાર, 30 ટકા મધ્યમ અને 10 ટકા પાંખા જંગલ આવેલા છે. વનસ્પતિઓમાં અહિયા મુખ્યત્વે મહુડો, સાગ, કડાયો, દુધલો, ટીમરૂ, ખેર, સાસમ, સાદડ, બોર, ઘાવડો, બીલી અને વાંસ મુખ્યત્વે જોવા મળે છે. રહેવા અને કેમ્પ કરવા માટે કડા એક આદર્શ સ્થળ છે. વનખાતા દ્વારા ત્યાં મોટી સંખ્યામાં નાના નિવાસો બનાવવામાં આવ્યા છે. જાંબુઘોડા અભયારણ્યની મુલાકાતે જવાનો યોગ્ય સમય જુલાઈથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.