વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે. ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે.

મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે. આમ આ વન્યપ્રાણી અભયારણ્ય બદામી રંગના સુંદર હરણો માટે સ્વર્ગસમુ છે. આ ઉપરાંત આ અભયારણ્ય 15 જેટલી હિંસક પ્રજાતિઓનું પોતાનું આશ્ર્યસ્થાન ગણાય છે. વરૂ, હરણ ( બદામી રંગના ), રણના શિયાળ, કારકલ, જરખ, રણની બિલાડી, શાહુડી, રેટલ સાપ, ભારતિય પેંગોલિન, જંગલી પાડા, નોળિયા ઉપરાંત અનેક પ્રકારની પ્રજાતિઓ અખુટ પ્રમાણમાં અહીં મળી આવે છે. સપ્ટેમ્બર થી જાન્યુઆરી આ અભયારણ્યની મુલાકાત મોટેનો ઉત્તમ સમય હોય છે.