દક્ષિણ ધ્રુવ સિવાય સમગ્ર વિશ્વના વિસ્તારોમાં જોવા મળતા વીંછી( Scorpio )પૃથ્વી પરના કરોડો વર્ષ પહેલાંના જીવ છે.વીંછી( Scorpio ) અંગેની જાતજાતની દંતકથાઓ વિશ્વભરની સંસ્કૃતિઓમાં જોવા મળે છે. ગ્રામ પ્રદેશોની સીમ સિવાય ભાગ્યે જ જોવા મળતા આ જીવ ઘણા રસપ્રદ છે. મોઢા આગળ બે અણીયાળા આંકડા અને વાંકી પૂંછડીને છેડે ઝેરી ડંખને કારણે ભયાનક દેખાવના વીંછી જંતુ નથી પણ અષ્ટપાદ એટલે કે આઠ પગવાળા જીવ છે.
વીંછી( Scorpio )ને માથા ઉપર બે આંખો ઉપરાંત માથાની બંને તરફ પાંચ પાંચ એમ બાર આંખો હોય છે. સખત કવચવાળા શરીરને કારણે તે ચમકતા હોય તેવું લાગે છે. વીંછી( Scorpio ) આઠ પગે ઝડપથી ચાલે છે. તેના પેટ નીચે સુક્ષ્મ રૃંવાટી હોય છે. આ રૃંવાટીમાં ગજબનાં સેન્સર હોય છે. જમીનમાં થતી ઝીણી ધ્રુજારી પણ આ સેન્સરમાં પકડાઈ જાય છે અને તે કઈ તરફ જવું તેની દિશા નક્કી કરી લે છે.

પુરાતન કાળમાં 1 મીટર લંબાઈના રાક્ષસી વીંછી( Scorpio ) પૃથ્વી પર વિચરતા હતાં પરંતુ હવે 1500 જાતના નાના મોટા વીંછી થાય છે. આજે જોવા મળતા વીંછી( Scorpio )માં સૌથી મોટી જાતના વીંછી 8 ઈંચ લાંબા હોય છે અને સૌથી નાના મિડલ ઈસ્ટર્ન સ્કોર્પીયન 0.25 ઈંચનો હોય છે એટલે કે ઈંચનો સૌથી ચોથો ભાગ. માત્ર 15 જેટલી જાતના વીછી( Scorpio )નું ઝેર માણસ માટે જોખમી છે.
વીંછી( Scorpio ) લગભગ 25 વર્ષ જીવે છે. માદા વીંછી એક સાથે સેંકડો બચ્ચાંને જન્મ આપે છે. આ બચ્ચાં મોટાં થાય ત્યાં સુધી તેની માતાના શરીર પર ચોંટી રહે છે. દરમિયાન માતાના શરીરની ચામડીમાંથી પોષક રસ છુટા પડે છે તે બચ્ચાં પીને મોટાં થાય છે. વીંછી( Scorpio ) એકલવાયા જીવ છે તે જમીનમાં દર કરીને ભરાઈ રહે છે. કીડી મંકોડા જેવા નાના જીવનો શિકાર કરે છે. વીંછી( Scorpio )ખોરાક લીધા વિના 12 મહિના સુધી જીવી શકે છે.