HomeTravellingઅમરનાથ યાત્રા: ધર્મ અને પ્રકૃતિનો અજોડ સમન્વય

અમરનાથ યાત્રા: ધર્મ અને પ્રકૃતિનો અજોડ સમન્વય

જીવનની અમૂલ્ય પળોને અંતરના કેમેરામાં કંડારવાની મારી આદત મારા બચપણથી ચાલી આવી છે. બસ એ જ યાત્રાઓ મારા જીવનનું અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જેમાંની એક યાદગાર અને કયારે પણ ના ભુલી શકાય તે યાત્રા કે જયાં જીવનું શિવ સાથે મિલન થાય છે. હું આજે આ યાત્રાને શબ્દોમાં રજૂ કરું છું. મારી તાજેતરની યાત્રા સ્વર્ગની અનુભૂતિ કરાવી ગઈ જીવનની એક પળ એમ જ લાગ્યું કે, હવે જીવનની કોઈ જ ઈચ્છા નથી બસ બધું જ અહીં જ મળી ગયું. આ યાત્રા એટલે અમરનાથ યાત્રા,

છેલ્લા દસ વર્ષોથી કોઈ ને કોઈ અમરનાથ યાત્રા પર જતા હોય પણ મને ક્યારેય ઈચ્છા જ ન થતી. આખરે વર્ષ 2019 ના ફેબ્રુઆરી માસમાં મારા એક સ્વજન અમરનાથ યાત્રામાં સૌથી મોટું અન્નક્ષેત્ર ચલાવતા શ્રી શિવ સૈનિક પોષપત્રીના કેટલાક બંદાઓને જુનાગઢ લાવ્યાને મને મળાવ્યા. તેમની વાતો અને તેમની સેવાની તસવીરો અને વીડિયો જોઈ એક વાર જવાની ઈચ્છા થઈ આવી. તેમણે મને ખુબ આગ્રહ કર્યો કે આ વર્ષે શક્ય હોય તો આવો જીવનમાં એકવાર યાત્રા કરો અમારી સેવાનો લાભ લો પછી શું અંતરથી એક અવાજ સાંભળીને અમરનાથ જવાનું નકિક થયું

WSON Team

અમરનાથ યાત્રા સમૂહ સાથે હું ને મારી સાથે બીજા 7 મિત્રો જોડાયાં આ યાત્રા માટે જરૂરી મેડિકલ ચેક અપથી લઈ રજીસ્ટ્રેશન ટ્રેન, ટીકીટ બધું દોડાદોડી સાથે કર્યું કારણકે મારે એક તરફ આ બધી વ્યવસ્થાને બીજી તરફ સ્થાનિક લેવલની ચૂંટણી બંને કામ એક સાથે જ કરવાના હતા. એમ થતું હતું કે કોઈ વિઘ્ન ન આવી જાય તેનો મનના એક ખુણામાં ડર પણ હતો. સાથે સાથે મન અડગ હતું કે આ તક નહીં મુકું બાબાના દર્શન તો કરીશ જેનો મનમાં જ સંકલ્પ પણ હતો.

એક દિવસ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી તે દિવસ આખીર આવી ગયો તા.3 જી જૂને રાજકોટથી ટ્રેન જમ્મુ જવા નીકળી. અમે ટોટલ 110 લોકો અમરનાથ યાત્રાએ નીકળ્યા. બધા એકબીજાથી અપરિચિત પરંતુ ધ્યેય એક જ બાબા અમારનાથના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા ટ્રેનમાં એક ગ્રૂપ અમારું વયમાં સૌથી નાનું હતું જોકે અમને બધાને યાત્રાનો અર્થ તો ન હતી ખબર પણ હા એક સાહસ યાત્રા કરવા જઈ રહ્યાનો ઉમંગ ચોક્કસ હતો.

WSON Team

યાત્રાની શરૂઆતના બીજો દિવસે તા. 4 જૂનના રોજ અમે જમ્મુ પહોંચ્યા સાંજે 5 વાગ્યે શ્રી રઘુનાથ મંદિર નજીક એક હોટેલમાં રાત્રી રોકાણ બાદ બીજે દિવસે એટલે કે તા. 5 જૂનના સવારે 4 વાગ્યે જમ્મુથી પહલગામ જવા નીકળ્યા. પંજાબ થી જમ્મુ કાશ્મીરની બોર્ડર શરૂ થતાં જ આર્મીના જવાનોના કાફીલા જોઈ એમ લાગતું હતું. જાણે એક સમય માટે સરહદ પર જઇ રહ્યા હોય તેવો એહસાસ થઈ રહ્યો હતો.

પહલગામના રસ્તે જતા ચંબલ નદીના પ્રવાહથી સુંદર દેખાતા કુદરતના નઝારા, ખળખળ વહેતી નદીઓ, ઊંચા ઊંચા પહાડોને સાંકડા રસ્તાઓ પરથી બસ પસાર થાય ત્યારે સ્વર્ગની સીડીઓ ચઢતા હોય એવો અનુભવ થવા લાગ્યો. ધીમે ધીમે યાત્રાના અહેસાસ થવા લાગ્યો જાણે ભગવાન અને ભક્તનું મીલન થવાનો અનુભવ થવા લાગ્યો હતો.

WSON Team

મોજ મજાની સાથે રસ્તે આવતા અનેક વાનગી પીરસતા ભંડારાઓ આવતા હતા. અને ભૂખ પણ લાગતી હતી પણ બસ રોકવાની ચોખ્ખી મનાઈ હતી કારણકે 3 વાગ્યે જવાહર ટનલ કે જે જમ્મુ થી કાશ્મીર માં જવાની મુખ્ય ટનલ છે તે પસાર કરવાની હતી. જવાહર ટનલમાં 3 વાગ્યા બાદ કોઈ વાહનને કાશ્મીર માટે એન્ટ્રી બંધ થઈ જાય છે. આથી જો અમે ઝડપથી ટનલ ક્રોસન કરી શકીએ તો રાતવાસો રોડ પર જ કરવો પડશે. એમ અમને અમારા સ્વજનો જે છેલ્લા 20 વરસથી આ યાત્રા કરી રહ્યા છે તેમણે કહ્યું હતું. આખીર 3 વાગ્યે જવાહર ટનલ ક્રોસ કરી રસ્તાઓ પર દર 500 મીટરના અંતરે આર્મીના જવાન શસ્ત્રોથી સજ્જ થઈ તમામ અમરનાથ જતા યાત્રીઓની સુરક્ષા કરી રહ્યા હતા.

અમે પણ એક એક આર્મી જવાન ને ‘જય હિન્દ’, વંદે માતરમ’ અને સલામી ભરી તેમની સેવાને બિરદાવી આ જવાનો સતત ઉભા રહી સતર્ક બની પોતાની ફરજ નિભાવતા સૈનિકો હોય કે, ટેન્ક જેવા મિલિટરીની ગાડીઓમાં બંદૂક લઇ ઉભેલા સૈનિકોના ચહેરા પર એક સ્મિત હંમેશા જોવા મળતું હતું જે કહી રહ્યું હતું ‘આપ સબ સલામત હો’ ક્યારેક કોઈ ગુજરાતી સૈનિક મળી જતા તો ગુજરાતીમાં ખબર અંતર પૂછતાં તો મજા પડી જતી.

12 કલાકની લાંબી સફર બાદ આખીર સાંજે 5 વાગ્યે પહલગામ પહોંચ્યા ત્યાં પહોંચતા જ ચારે બાજુ સંધ્યાના સૂરજના કિરણો ફેલાતા સોનેરી બનેલા બરફના પહાડો, હરિયાળીની ચાદર ઓઢેલી ધરતી બરફથી છવાયેલા મેદાનો અને તેની આસપાસ રંગબેરંગી ફૂલો આ દ્રશ્યો જોઈ અમે બધા રોમાંચિત થઈ ગયાં હતાં એક અલગ અનુભુતિનો એહસાસ થતો હતો. જે જોઈને અમે બસમાંથી ઉતરી તસવીરો ખેંચતા, બાજુમાંથી પસાર થતી નદીના ઠંડા પાણીના અવરીત વહેતા પ્રવાહને માણતાં આશરે એક કિમી સુધી ચાલ્યાં જીવનમાં પહેલીવાર બરફના સાચા પહાડો જોયા હતા.

WSON Team

આજ દિન સુધી તો ટીવીને તસવીરોમાં જ જોવા મળ્યા હતા. પહલગામ માં આર્મી દ્વારા તમામ યાત્રીઓના સામાનની ચકાસણી કરવામાં આવે છે. જેથી યાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે. પહલગામમાં પણ નદી કિનારે સુંદર મજાની જગ્યા પર અમે એક ઘરની સાથે બનેલ હોટેલમાં રોકાયા. એ ઘરમા જાણે અમે મહેમાન હોય એટલી અમારી સરભરા કરવામાં આવી. એ ઘરમાં રહેતી સ્ત્રીઓ અને તેના રૂપ જોઈ પલ ભર તો એમ જ લાગ્યું કે સ્વર્ગની અપસરાઓ જમીન પર ઉતરી આવી છે. આ બધી કાશ્મીરની યુવતીઓ હતી. અમે જયા રોકાયા હતા ત્યાંથી થોડે દુર એક સુંદર બજાર છે જે જોવાની મજા પણ અનેરી છે. કાશ્મીરની ઝાંખી કરાવતી આ બજારોમાં સૌથી મોંઘા ઊન માંથી બનાવેલ પષ્મીનાના શાલ, સ્ટોલ, સાડી, ફેશનેબલ ઓવરકોટને રંગબેરંગી સ્વેટર જોઈ દંગ રહી જવાય. કાશ્મીરી ભરતગૂંથન પ્રવાસીઓને શા માટે આકર્ષી રહ્યું છે તે ત્યારે સમજાયું.

WSON Team

અમારી યાત્રા આગળ વધે તે પહેલા જ તા. 6 જૂનના રોજ અમારે પહલગામ જ રોકાવું પડ્યું કારણકે આગલા દિવસે વરસાદ પડ્યો હોવાથી યાત્રા રોકાઈ હતી. આથી જે લોકોને અમારી પહેલા રજીસ્ટ્રેશન હોય એ લોકોને જ જવાનું હતું. જેથી અમે રોકાઈ ગયા અને પહાલગામની મજા માણવાનું નક્કી કર્યું. અને સવારમાં જ 8 વાગ્યે તૈયાર થઈ એક ખાનગી કાર રેન્ટ પર લઈ નીકળી પડ્યા પહલગામની સફરે સની દેઓલને ડિમ્પલ કાપડીયાની યાદગાર ફિલ્મ બેતાબનું જ્યાં શૂટિંગ થયું હતું. તે સુંદર જગ્યા બેતાબ વેલી જોઈને આનંદ થયો આ સાથે સાથે રસ્તામાં આવતા ફૂલોના બગીચા, રીંછ નું અભયારણ્ય જોયું અને સુંદર બર્ફીલા પહાડો વચ્ચે આવેલી આરો વેલી પણ જોઈ. કુદરતનો નઝારો આટલો સુંદર પણ હોઈ શકે એની પ્રતીતિ આ જગ્યાઓ જઈ ને જ થઈ.

આખીર શરૂ થઈ બીજે દિવસે સવારે 7 વાગ્યે અમારી અમરનાથ યાત્રાનો પહેલો પડાવ ચંદનવાડી પહોંચવાની સફર એ પણ પ્રાઇવેટ વાહન દ્વારા 150 થી 200 રૂપિયામાં પહોંચી શકાય છે .પહલગામ થી 50 કિમિ દૂર આવેલ ચંદનવાડી બાબા અમરનાથના દર્શનએ જવાનો પ્રથમ પડાવ છે. અહીં યાત્રીઓનું સંપૂર્ણ ચેકીંગ કરવામાં આવે છે. અને પછી શરૂ થાય જીવની શિવ સાથેની એક અલૌકિક યાત્રાની શરૂઆત

(ક્રમશ: )

- Advertisment -