સ્નબ નોઝડ મંકી મોટા ભાગે ઠંડા અને પર્વતીય પ્રદેશોમાં મધ્ય અને પશ્ચિમ ચીનમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત સ્નબ નોઝડ મંકી એશીયા, તિબેટ, યુનાન તેમજ ઉત્તરી વિયેટનામ તેમજ મ્યાનમારમાં જોવા મળ છે.
સ્નબ નોઝડ મંકી વિશે થોડું જાણીએ,
સ્નબ નોઝડ મંકીનો દેખાવ : આ મંકીના ગોળ ચહેરા પર તેનું નાક એકદમ ચીબુ હોય છે. અને તેમનાં નસકોરા માત્ર સહજ રીતે દેખાઈ આવે છે. સ્નબ નોઝડ મંકીના ખંભા અને પીઠના ભાગ પર રંગબેરંગી રુવાંટી હોય છે. આ ઉપરાંત તેના આખા શરીર પર લાંબી લાંબી રુવાટી હોય છે.
સ્નબ નોઝડ મંકીનો રંગ અને તેની લંબાઈ : આ મંકીનો રંગ ગોલ્ડન, ગ્રે, અને બ્લેક જોવા સામન્ય રીતે જોવા મળે છે. સ્નબ નોયઝ મંકીની લંબાઈ 51થી 83સેમી હોય છે. જયારે તેની પુંછડીની લંબાઈ 55થી 97 સેમી સુધીની હોય શકે છે.
સ્નબ નોઝડ મંકીનો રહેઠાણ અને વિસ્તાર : સામાન્ય રીતે આ મંકી પોતાના વિસ્તારનો ખુબ ખ્યાલ રાખે છે. તેમાંથી તેઓ ખારોક શોધવા નાની નાની ટુકડીઓમાં વહેંચાઈ જાય છે. આ તમામ ટુકડીઓમાં માદાઓ કરતા નર મંકીની સંખ્યા વધુ હોય છે. સ્નબ નોઝડ મંકી મોટા ભાગે 500થી વધુ સભ્યોની ટુકડીઓ બનાવી રહે છે. આ મંકી પોતાના વિસ્તારને બચાવવા માટે ખુબ જ સક્રીય રહે છે. જો તેમના વિસ્તારમાં કોઈ અજાણ્યું પ્રાણી આવેતો તેમના વિચિત્ર અવાજથી ટુકડીઓના બિજા સભ્યોને સાવચેત કરી ચેતવી દે છે. અને પોતાનો બચાવ કરે છે.
સ્નબ નોઝડ મંકીનો ખોરાક અને બચ્ચાં : આ મંકી મોટા ભાગે ઝાડની ડાળીઓ, કુમળા વાંસ, છોડ અને ફળ ફળાદી ખાવોનું પસંદ કરે છે. સામાન્ય રીતે માદા સ્નબ નોઝડ મંકી ઉનાળાની શરૂઆતમાં એક બચ્ચાને જન્મ આપે છે. આ બચ્ચાંઓને સંપુર્ણ રીતે પરિપકવ થતાં લગભગ છ થી સાત વર્ષનો સમયગાળો લાગે છે.
સ્નબ નોઝડ મંકીની લાક્ષણિકતા : સ્નબ નોઝડ મંકીને શિયાળો અને ઠંડી વધારે ગમતી ૠતુ છે. આ મંકી માઈન્સ પાંચ ડીગ્રી ઠંડીમાં પણ આરામથી રહી શકે છે. સ્નબ નોઝડની શરીર રચના અને તેના શરીર પરની લાંબી અને ભરાવદાર ઘટ્ટ રુવાંટી જવાબદાર છે. જેના દ્વારા તે રક્ષણ મેળવી શકે છે.