HomeWild Wikiજાણો, પક્ષીઓ અને પ્રાણીઓમાં જીભનું મહત્વ

જાણો, પક્ષીઓ અને પ્રાણીઓમાં જીભનું મહત્વ

જીભ એ મનુષ્યના શરીરનો ખૂબ મહત્વનો અવયવ છે. જીભ વડે આપણે બોલી શકીએ છીએ, ખાઇ શકીએ છીએ અને અનેક પ્રકારના સ્વાદને અનુભવી શકીએ છીએ. તેથી જ મનુષ્યના બીજા બધા જ અંગો અને અવયવોની માફક જીભનું પણ આપણા શરીરમાં ખૂબ મહત્વ રહ્યું છે.

જીભનો બીજો સારો ગુણ એ છે કે તેની ઉપર થયેલી ઇજા શરીરના બીજા ભાગ કરતાં જલદી રૂઝાઇ જતી હોય છે. જેમ મનુષ્ય માટે જીભ મહત્વનું અવયવ છે તેમજ બીજા જીવો માટે પણ જીભનું મહત્વ ખાસ રહેલું છે. તો ચાલો જાણી લઇએ મનુષ્ય સિવાયના જીવો માટે જીભ કેટલું મહત્વ ધરાવે છે.

WSON Team

નાના નાના જીવો જેમ કે કાચીંડો, દેડકો, કીડીખાઉ વગેરે જીવોની જીભ તેમના માટે ખોરાક મોંમાં લાવવાનું પણ કામ કરી આપે છે. જેમ કે કાચીંડા અને દેડકા તેમની જીભ વડે થોડે દુર રહેલા નાના જીવને ઉપાડીને મોઢામાં મુકી શકે છે. તો લક્કડખોદ નામના પક્ષીની જીભ પણ લાંબી હોય છે, તે ઝાડની બખોલમાં નાના નાના દર કરીને રહેતા નાના જીવડાઓની બખોલમાં પોતાની જીભ નાખીને તેમને પોતાનું ભોજન બનાવતા હોય છે.

WSON Team

થોડા મોટા જીવની વાત કરીએ તો ચામાચીડીયા પોતાની જીભ વડે પાણી પી શકતા હોય છે, તો હમીંગબર્ડ પોતાની જીભ વડે ફુલોમાંથી રસ ચુસવાનું કામ કરતા હોય છે, જ્યારે ઉંટ, ગાય, જીરાફ જેવા પ્રાણીઓ પોતાની જીભને પોતાના મોઢા ઉપર ફેરવી શકે છે.

આ પ્રાણીઓના મોઢા ઉપર બેઠેલા નાના જીવ જેમ કે માખીને તેઓ આ રીતે જીભ ફેરવીને મોઢા ઉપરથી ઉડાડતા હોય છે. ત્યારે આ પ્રાણીઓ અને પક્ષીઓને જો પાણી પીવું હોય તો તે પણ પોતાની જીભ વડે પી શકે છે. જીભને પાણીમાં નળી જેવો આકાર બનાવી તે પાણીને જીભ વડે જ મોઢામાં ચુસી લેતા હોય છે.

આ દુનિયામાં બ્લૂ વ્હેલની જીભ સૌથી મોટી ગણવામા આવે છે. ત્યારે ચીનના ઊંટની જીભ કાળા કલરની હોય છે. જ્યારે નેક્ટરબેટ નામના ચામાચીડીયાની જીભ સૌથી લાંબી હોવાનું માનવામાં આવે છે. નેક્ટર બેટની જીભ તેના શરીર કરતાં દોઢ ગણી લાંબી હોય છે.

- Advertisment -