વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી કદાવર પક્ષી કાસોવરી( Cassowary Bird ) ન્યુ ગિયાના અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. શાહમૃગ જેવા દેખાવનું આ પક્ષી માણસો અને અન્ય પ્રાણીઓ પર ઘાતક હુમલા કરવા માટે જાણીતું છે. કાસોવરી( Cassowary Bird )ને વિશ્વનું સૌથી ભયંકર પક્ષી પણ માનવામાં આવે છે.
કાસોવરી( Cassowary Bird ) લગભગ છ ફૂટ ઊંચું હોય છે. તેના શરીર પર કાળા પીંછા અને ડોક પર ભૂરા રંગના પીંછા હોય છે. કાસોવરી( Cassowary Bird ) 50 કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને છ ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. પક્ષી હોવા છતાં શાહમૃગ અને પેન્ગ્વીનની જેમ તે ઉડી શકતું નથી. કાસોવરી( Cassowary Bird )ના માથે લાલ કલગી હોય છે.
કાસોવરી( Cassowary Bird )ના પગ મજબૂત હોય છે. પગમાં ત્રણ આંગળી હોય છે. વચલી આંગળીમાં લાંબા તીક્ષ્ણ નહોર હોય છે. તે પાણીમાં તરી શકે છે. કાસોવરી( Cassowary Bird )માં ત્રણ જાતની પ્રજાતિ જોવા મળે છે.
કાસોવરી( Cassowary Bird ) વનસ્પતિ આહારી છે પરંતુ માણસ કે અન્ય પ્રાણી નજીક આવતાં જ તે ભયભીત થઈ હુમલો કરે છે. તેની જોરદાર લાતથી નાના કદના પ્રાણીને પણ પછાડી દે છે. હુમલા વખતે તે ધારદાર નખનો છરીની જેમ ઉપયોગ કરી શિકારને ચીરી નાખે છે.
માદા કાસોવરી( Cassowary Bird )14 સેન્ટીમીટર લાંબા લીલા રંગના ઈંડા મૂકે છે. તે જમીન પર માટી અને પાંદડાનો માળો બનાવે છે