પિરાન્હા ( Piranha ) માછલી દેખાવે નાની અને અત્યંત સુંદર માછલીઓમાંની એક છે. પરંતુ આ નાનો જીવ સ્વભાવે ખૂબ ગુસ્સાવાળો અને આક્રમક છે. પિરાન્હા( Piranha ) માછલી તળાવની અંદર કોઇની ઉપર હુમલો કરે તો ગંભિર રીતે ઘાયલ કરી શકે છે.
પિરાન્હા( Piranha ) માછલી મુખ્યત્વે સાઉથ અમેરિકાના વિસ્તારમા જોવા મળે છે. પિરાન્હાની 25 અલગ-અલગ જાતીઓ છે. જે દેખાવે એકબીજાથી થોડી થોડી અલગ હોય છે. પરંતુ પિરાન્હા( Piranha ) માછલીના ઓળખ તેના તેજ દાંત ઉપરથી તેને સહેલાઈથી ઓળખી શકાય છે.

ખાસ કરીને પિરાન્હા( Piranha ) માછલીને નાના તળાવ, નદી અને મોટા મોટા દરિયામાં આમ દરેક જગ્યાએ જોઇ શકો છો. આ માછલીની વસ્તી મોટા પ્રમાણમાં પાણીમાં જોવા મળે છે. તેને ખારા કે મીઠા પાણીના બદલે બંને પાણીની માછલી ગણવામાં આવે છે. કારણ કે તેની જાતની બધી જ માછલી નાના તળાવથી માંડીને દરિયામાં પણ મળી જાય છે.
સાઉથ અમેરિકાના અમુક તળાવમાં પિરાન્હાનો ત્રાસ એટલો છે કે ત્યાં ફરવા જતા પર્યટકોને ખાસ સાવચેત રહેવાનું કહેવામાં આવતું હોય છે. કેમકે પિરાન્હા માછલીઓ સ્વભાવે ખુબ જ આક્રમક હોય છે. તેના આરી જેવા દાંત સહેલાઈથી કોઈને પણ ઘાયલ કરી શકે છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પિરાન્હા( Piranha ) માછલી જોવા મળે છે તે તળાવમાં માછીમારો પણ માછલી પકડવા જવાનું ટાળે છે.
પિરાન્હા( Piranha ) ફિશ વિષે જાણાવા જેવું

– પિરાન્હા( Piranha ) માછલીના જડબા ખૂબ મજબૂત હોય છે.
– પિરાન્હા( Piranha ) માછલીના દાંતની એટલી મજબૂતાઇથી રચના થઇ છે કે આ માછલી તેના દાંત વડે જ્યારે પણ સામે એટેક કરે છે ત્યારે ભલભલુ કદાવર પ્રાણી તેમાંથી છૂટી શકતું અને ગંભિર રીતે ઘાયલ થઈ શકે છે.
– દરિયાની અંદર મોટી માછલીઓ ભાગ્યે જ પિરાન્હાને પોતાનો ખોરાક બનાવવાનું પસંદ કરતી હોય છે. તેથી પિરાન્હાનો( Piranha ) વિશાળ સમૂહ પાણીમાં જોવા મળે છે.

– દેખાવે પિરાન્હા( Piranha ) ગોલ્ડન, સિલ્વર અને કેસરી કલરની હોય છે. તેની ત્વચા ચમકીલી હોય છે, જે રાત્રિના સમયે ચમકદાર દેખાય છે.
– પિરાન્હા( Piranha ) ભોજન તરીકે તેની આસપાસની બીજી જાતિની નાની માછલીઓ તેમજ નાના સમુદ્રી જીવો તેમજ પાણીની વનસ્પતિને પોતાનો ખોરાક બનાવે છે.
– એટલું જ ન મોટી માછલી ભુલેચુકે પિરાન્હા( Piranha ) ઉપર હુમલો કરે તો પિરાન્હા તેના દાંત અને જડબા વડે તેને મજબૂતાઇથી પકડી લે છે. જેમાંથી છૂટવું મુશ્કેલ હોય છે, તેથી સામેનું પ્રાણી લોહીલુહાણ થઇ જતું હોય છે.
– પિરાન્હા( Piranha ) માછલી એકલ-દોકલ ફરતી ભાગ્યે જ દેખાય છે. તે હંમેશાં જુંડમાં જ આમથી તેમ ફરતી હોય છે. તેથી જો કોઇ દુશ્મન આવે તો એકસાથે બધી જ માછલીઓ મળીને તેની ઉપર વાર કરતી જોવા મળે છે.