કોઈ શાંત જગ્યા પર આપ બેઠા હોય, અને આપના કાનમાં કોઈ પક્ષીનો મધુર અવાજ પહોચે ત્યારે તન અને મન શાંતિની અનુભુતી કરે છે. અને લાગ્યા કરે આ મધુર પક્ષીનો અવાજ કયારેય પણ ના અટકે ખાસ કરીને મોરની ગહેંક, ચકલીનો કલબલાટ, કોયલના ટહુકા, કૂકડાની બાંગ અને કબૂતરનો ઘૂઘવાટ ન સાંભળ્યા હોય તેવું ભાગ્યે જ બને.
વહેલી સવાર અને મોડી સાંજનો સમય પક્ષીઓના જાતજાતના અવાજોથી વાતાવરણ ભરાઈ જતું હોય છે. પક્ષીઓના કલરવથી સમગ્ર વાતાવરણમાં એક અલગ જ ઉર્જા જોવા મળે છે. પક્ષીઓનો અવાજથી અને તેના કલરવથી જાણે સમગ્ર સુષ્ટિન તેના કલરવ અને મિઠ્ઠા અવાજથી ઝુમી રહી હોય તેવી અનુભુતી ચોક્કસ થશે.
કુદરતનું આ મધુર તો ક્યારેક કર્કશ સંગીત પક્ષીઓ જુદા જુદા હેતુઓ માટે હોય છે. પક્ષીઓના કલરવમાં ઝઘડા, પ્રેમ, આવકાર કે ભયની ચેતવણી હોય છે. આપણને આનંદ થાય તેવું આ સંગીત છે. પરંતુ વિજ્ઞાાનીઓ માટે અભ્યાસનો વિષય છે. કોયલ જેવા પક્ષીઓ ક્યારેક લાંબા સમય સુધી ટહૂકા કર્યા કરે છે.
પક્ષીઓને ચાવવા માટે દાંત હોતા નથી તેમણે ખાધેલો બધો ખોરાક સીધો જઠરમાં જાય છે પરંતુ તેના ગળામાં એક વિશેષ કોથળી હોય છે. ખોરાક સાથે ઘણીવાર ધૂળના રજકણો કે બીનજરૃરી ચીજો પણ પેટમાં ન જાય તે માટે આ કોથળી હોય છે. નકામા રજકણો આ કોથળીમાં ભરાઈ જાય છે. આ કોથળી ભરાઈ જાય ત્યારે તેનો નિકાલ કરવા આ પક્ષીઓ ગળુ ખોંખારતા હોય તેમ ગાય છે.
પક્ષીઓ પીંછા ફેલાવીને ગાય ત્યારે સમજવું કે તે આનંદમાં છે અને પ્રેમની વાતો કરે છે. તેઓ માદા કે નરને આકર્ષવા માટે મધૂર અવાજ કરતા હોય છે. કેટલાક પક્ષીઓ પોતાના માળા બાંધ્યા હોય તે વૃક્ષની ટોચે બેસી અવાજ કરે છે.
આમ કરીને પક્ષીઓ પોતાના વિસ્તારની હદ નક્કી કરે છે. આ હદમાંથી તે ખોરાક મેળવે છે અને બીજા પક્ષીને ઘૂસવા દેતું નથી. ઘણાં પક્ષીઓ ગુસ્સે થાય ત્યારે ગળુ ફૂલાવીને ઘૂઘવાટ કરે છે. તો ભયભીત સ્થિતિમાં ઘણા પક્ષીઓ એક સાથે કલબલાટ કરવા લાગે છે.