HomeWild Life Newsરાજકોટ જિલ્લામાં એશિયાટીક સિંહોની લટાર, જેતપુર નજીક 5થી 6 સિંહો દેખાયા

રાજકોટ જિલ્લામાં એશિયાટીક સિંહોની લટાર, જેતપુર નજીક 5થી 6 સિંહો દેખાયા

રાજકોટ જિલ્લાના જેતપુરના આરબટીંબડીગામ નજીક 5થી 6 સિંહનું ટોળું જોવા મળ્યું હતું. રાજકોટથી ગીરનું જંગલ નજીક હોવાથી જૂનાગઢ-જેતપુરના વિસ્તાર થઈને રાજકોટ સુધી સિંહના આટા ફેરા વધ્યા છે, વધુ એક ગ્રૂપે જેતપુરના બામણગઢ પાસે દેખા દીધા છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જેતપુર પાસે આવેલા બામણગઢ ગામે સિંહ દેખાયાની વાત મળી હતી. ત્યારે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

રાજકોટની પાદરમાં સિંહના આટા ફેરા વધતા વન તંત્રમાં પણ દોડધામ જોવા પામી છે. રાજકોટના પાદરમાં સિંહના આટા ફેરા વધ્યા હોવાથી વન તંત્રમાં પણ દોડધામ મચી છે, બીજી બાજુ આજી ડેમના આસપાસના વિસ્તારમાં વાડી-ફાર્મ હાઉસ ધરાવનારા લોકોમાં પણ સિંહોને લઈને ડર ઉભો થયો છે. છેલ્લા 1.5 મહિનાથી બે માદા અને એક નર એમ 3 સિંહના આ પંથકમાં આંટાફેરા વધી ગયા છે, અવારનવાર તેના વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેને લઈને સિંહોને રાજકોટનું વાતાવરણ ફાવી ગયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

- Advertisment -