સૌથી મોટાં સ્થળ પર પ્રાણી હાથી ( Elephant )મુખ્યત્વે એશિયન અને આફ્રિકન એમ બે પ્રકારના હોય છે. આફ્રિકામાં ઘણી જાતના હાથી જોવા મળે છે. બધાં જાનવરોમાં હાથી( Elephant ) આકારમાં અને કદમાં વિશાળ પ્રાણી છે. હાથી( Elephant )નું શરીર ગોળાકાર અને જાડું હાય છે. છતાં તે બહુ ચપળ હોય છે. હાથી( Elephant ) સ્વભાવે શાંત છે. તેની ઊંચાઈ 10 થી 12 ફૂટની હોય છે. તેનું મુખ્ય લક્ષણ તેની સૂંઢ છે. તે સ્નાયુમય માંસની લંબી નળી હોય છે અને તે મોઢા ઉપર ખાલી લટકતી હોય છે હાથી ( Elephant )સૂંઢને તે જોઈએ તેવી રીતે વાળી કે લંબાવી શકે છે.

આફ્રિકન હાથી( Elephant ) એશિયાના હાથી કરતા દેખાવમાં થોડા અલગ જોવા મળે છે. ફોરેસ્ટ એલિફન્ટ વિશિષ્ટ છે. દોઢ થી અઢી મીટર ઊંચા આ હાથી( Elephant )ના પગ લાંબા હોય છે અને સૂંઢ પણ લાંબી હોય છે. આ હાથી( Elephant )ના આગલા પગમાં પાંચ નખ હોય છે. મધ્ય આફ્રિકાના જંગલમાં જોવા મળતાં ફોરેસ્ટ એલિફ્ન્ટના દંતશૂળ પણ લાંબા હોય છે. આ હાથી( Elephant ) પરિવારમાં રહે છે. બચ્ચાં 15 વર્ષ સુધી પરિવારની સાથે રહે છે અને પુખ્ત થતાં અલગ પરિવાર વસાવે છે. આ હાથી( Elephant )ના કાન મોટા અને ગરદન ટૂંકી હોય છે.

ફોરેસ્ટ એલિફન્ટ મોટે ભાગે વનસ્પતિ ફળો ખાઇને જીવે છે. સૂકી ઋતુમાં ઘાસ ખાય છે. આફ્રિકાના ગરમ પ્રદેશમાં રહેતા હોવાથી આ હાથી( Elephant )ની ચામડી સુંવાળી હોય છે અને ગરમીને સારી રીતે પ્રતિકાર કરે છે. ફોરેસ્ટ એલિફન્ટના દંતશૂળ અને હાથ( Elephant ) કરતાં લાંબા પણ પાતળા હોય છે. તે દોઢ મીટર લાંબા અને લગભગ 35 થી 35 કિલો વજનના હોય છે. હાથી( Elephant )ની ગર્ભાવસ્થાની મુદત સામાન્યરીતે 615 દિવસની ગણવામાં આવે છે. હાથીનું આયુષ્ય સાધારણ રીતે 101 વર્ષ ગણાય છે.
જાણીએ હાથી( Elephant )ની વિશેષ્તા વિષે.

હાથી( Elephant ) આઠ જાતના હોય છે. આ આઠ જાત દિગ્ગજની છે. તેના વંશમાં ઉત્પન્ન થનેલા તે તે જાતિના કહેવાય છે.
1. ઐરાવત: જે હાથી( Elephant )નું શરીર પાંડુર હોય, દાંત લાંબા અને ધોળા પુષ્પ જેવા હોય, રૂંવાડાં ન હોય, થોડા ખાનારા, બળયુક્ત, મોટા કદના, નાના પણ પુષ્પલિંગવાળા, લડાઈમાં ક્રોધયુક્ત, અન્ય સાથે શાંત, થોડું પાણી પીનારા, પુષ્કળ મદને ઝરનારા, પૂછડે નાના વાળાવાળા હોય તેવા હાથી( Elephant ) ઐરાવત કુળના કહેવાય છે.
2. પુંડરીક: જે હાથી( Elephant )ના શરીર કોમળ હોય, લમણાં ખરસટ હોય, મદઝરતા હોય, નિરંતર ક્રોધમાં જ રહેતા, સર્વભક્ષી, બલયુક્ત, તીક્ષ્ણદાંતવાળા હાથી( Elephant ) પુંડરિક કુળના કહેવાય છે.
3. વામન : જે હાથી( Elephant )નાં શરીર ઠીંગણાં અને ખરસટ હોય, કોઇ વખતે જ મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનારા, લમણામાં ઘણાં રૂંવાડાંવાળા, દાંત કદરૂપા,કરૂપડા હોય તથા કાન અને પૂંછડું ટૂંકાં હોય તે વામન વંશના સમજવા.
4. કુમુદ: જે હાથી( Elephant )નાં શરીર લાંબાં, સૂંઢ લાંબી અને પાતળી, દાંત ખરાબ, શરીર મળથી ભરેલા, બુહ વિશાળ લમણાવાળા તથા કલ્હપ્રિય હોય તે હાથી કુમુદ વંશના કહેવાય છે.
5. અંજન: જે હાથી( Elephant )નાં શરીર સ્નિગ્ધ હોય, જલની અભિલાષાવાળા, મોટા કદના દાંત તથા સૂંઢ પાતળી તથા નાની, શ્રમ વેઠી ન શકે તેવા હાથી અંજન વંશના કહેવાય છે.
6. પુષ્પદંત: જે હાથી( Elephant ) નિરંતર વીર્ય અને મદઝરતા હોય. અનૂપદેશમાં જેનું જોર ફાવે, જે મોટા વેગવાળા તથા ટૂંકા પૂંછડાવાળા હોય તેને પુષ્પદંત કુળના સમજવા.
7. સાર્વભૌમ: જે હાથી( Elephant ) લાંબા દાંતવાળા, ઘમં રૂંવાડાંવાળા ભટકવામાં થાકે નહિ, ખાનપાન વગેરેમાં અત્યંત આસક્ત નહિ એવા, મરુપ્રદેશમાં ફરનારા, મોટા શરીરવાળા, કર્કશ અંગવાળા, દાંત મૃદુ અને ધોળા, વિષ્ટમૂત્ર ઓછા કરતા હોય તેવા હાથી( Elephant ) સર્વભૌમ કુળના કહેવાય છે.
8. સુપ્રતીક: જેની હાથી( Elephant )ની સૂંઢ લાંબી, અવયવો પ્રમાણ:સર, મોટા વેગવાળા, ક્રોધથી ભરેલા, સારું ખાનારા, હાથણીઓના પ્રેમવાળા, પ્રવૃદ્ધ ગંડસ્થળવાળા હોય તેને સુપ્રતીક કહે છે. આ આઠમાં સર્વભૌમ અને સુપ્રતીક હાથી( Elephant )માંથી મોતી ઉત્પન્ન થાય છે.
જાણીએ હાથી( Elephant )માં રહેલા 11 ગુણ વિષે.

(1) મધ જેવા દાંત (2) શ્યામ (3) મધના જેવી આંખો (4) પેટ પાંડુવર્ણ (5) મુખ કમળના જેવી કાંતિવાળું (6) વાળ ભમરા જેવા (7) ડોલર અને ચંદ્રમા જેવા નખ (8) લિંગ આંબાના પલ્લવ જેવું (9) શેષ અંગમાં જરા પીળો (10) સફેદ અને લાલ બિંદુથી વિચિત્રિત મુખ અને (11) લાલાશ પડતા લમણાં.
આવાં લક્ષણવાળો હાથી( Elephant )ઓનો રાજા બને છે. એવા હાથી( Elephant )ને મેળવીને રાજા સમુદ્રપર્યત ભૂમિનો ભોગ કરે છે. સૂંઢ, લમણા, વિષાણ, કર્ણષ નેત્ર, સ્નિગ્ધ હોય એવો પાંચ લક્ષણોવાળો હાથી( Elephant ) ગજ કહેવાય છે.