પફીન (Puffin) ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં 400 વખત ફફડાવીને કલાકના 88 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.
ખાસ કરીને પફીન (Puffin) એટલાન્ટિક સમુદ્રમાં કિનારા પ્રદેશોમાં વૈવિધ્યસભર પક્ષીઓ જોવા મળે છે. પોપટ જેવા દેખાવનું રંગીન પફીન પણ તેમાનું એક છે. તેને દરિયાઈ પોપટ પણ કહે છે. શિયાળામાં ખૂબ જ વિશિષ્ટ છે. પોપટ જેવી અણીદાર અને લાલ ચાંચ ઋતુ પ્રમાણે રંગ બદલે છે.
શિયાળામાં તે રાખોડી રંગની હોય છે. અને વસંત આવતાં જ આકર્ષક લાલ રંગની થઈ જાય છે. પફીન (Puffin) 10 ઇંચ લાબુ હોય છે અને 500 ગ્રામ જેટલું વજન ધરાવે છે. પફીન (Puffin) મોટે ભાગે સમુદ્રની સપાટી પર જ રહે છે.
પફીન (Puffin) સમુદ્રમાં મોજા ઉપર તે આરામથી સ્થિર બેસી શકે છે. તે કુશળ તરવૈયા પણ છે. તરતી વખતે પાંખનો તે હલેસા તરીકે ઉપયોગ કરે છે. શિકાર કરવા માટે તે દરિયામાં 200 ફીટ જેટલી ઊંડાઈએ ડૂબકી મારી શકે છે.
પફીન (Puffin) ઊંડા સમુદ્રમાં માંડ પાંચ સેકન્ડ જ રહી શકે છે. પફીન (Puffin) માછલી અને નાના જળચર જીવોનો શિકાર કરે છે. પફીન (Puffin) ઊડવામાં ભારે ઝડપી છે. તે પોતાની પાંખો એક મિનિટમાં 400 વખત ફફડાવીને કલાકના 88 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.
દુનિયાભરના 60 ટકા જેટલા પફીન (Puffin) વસંત ઋતુમાં ઇંડા મૂકવા માટે ઉત્તર એટલાન્ટિકના આઈસલેન્ડ ખાતે એક સાથે સ્થળાંતર કરીને એકઠા થાય છે. તે ઊંચા ખડકો પર ઘાસ અને પીંછાનો માળો બનાવી રહે છે.