હેવી ગ્રેવિટી અને ગરમ પાણી કુંડ ઉપજાવે છે કુતુહુલ
ગીર સાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર સાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે. સાવજોની ભૂમિ એવું ગીર સાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી, જુનાગઢ, અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર આપણે પ્રિય છે. એટલુ જ ભગવાન મહાદેવ અને વિષ્ણુ ને પણ પ્રિય હતું. આથી જ અનેક યાત્રાધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે.
જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી ના ગાઢ જંગલો, દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રધ્ધાનો અખૂટ ખજાનો છે. આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદા થી શરુ કરીને વેરાવળ માં આવેલ શ્રી કૃષ્ણ નું મોક્ષ પ્રાપ્તિ સ્થાન ભાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે.
જૂનાગઢમાં આવેલ ઉંચો ગઢ ગીરનાર અને તેના પર આવેલ માં અંબાનું મંદિર , જૈન દેરાસરો, ગુરુ દત્તાત્રેયની જગ્યા અલૌકિક આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે. અમરેલીમાં આવેલ રાજુલાનું લક્ષ્મીનારાયણ મંદિર, દ્રોનેશ્વર મંદિર વગેરે સ્થળો ગીર ની પ્રાકૃતિક સાથે ધાર્મિક આનંદ આપે છે. પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ છે તુલશીશ્યામ ગાઢ જંગલ વચ્ચે શામળિયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે. ગરમ પાણીના ઝરા અને ઘેઘુર ઝાડવાઓ વચ્ચે આવેલ તુલશીશ્યામ એક અકલ્પનીય સ્થળ છે.
તુલસી શ્યામ : ગાઢ જંગલની વચ્ચે આવેલ રમણીય ધાર્મિક સ્થળ
આજે આપણે આ જ સ્થળ વિષે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલશીશ્યામ ની વાત જ નિરાલી છે. તુલશીશ્યામ અમરેલી થી ૪૫ કિમી દુર અને જુનાગઢ થી ૧૨૩ કિમી ઉના તાલુકામાં આવેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે. અહિયા રાત રોકવાની વ્યવસ્થા પણ છે. જુનાગઢ થી સતાધાર રસ્તે તુલશીશ્યામ પહોંચી શકાય તો ઉના થી પણ કોડીનાર થઇ તુલસી શ્યામ પહોંચી શકાય છે. ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ ઉપરાંત પ્રયત્ન સ્થળ તરીકે જાણીતી છે.
ગરમ પાણીના કુંડ : આકર્ષણ સાથે રહસ્યમય સ્થાન
તુલસી શ્યામ મંદિરના પટાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતુહુલ ઉભું કરે છે . આસપાસ ના જંગલોમાં વહેતી નદીઓ માં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડ માં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધમ્રિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિર માં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડ માં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.
ગરમ પાણી ના કુંડ ની સત્યતા
કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમ્નોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહુલ ઉભું કરે છે જો કે આ પાછળ સાયન્ટીફીક કારણ જવાબદાર છે . વાસ્તવમાં તુલસી શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખુબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂરતા પાણીના ઝરા ગરમ હોય છે .
ગ્રેવિટી પ્લેસ:
તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે. કે જ્યાં ઢાળ વાળા રસ્તા પર કોઈપણ ઇંધણ કે ચાલક ન હોય તો પણ ને બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે. અહી જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીથી પસાર થતી ગાડીને જકડી રાખે છે. જે અહી આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે.
તુલસી શ્યામ એક ધાર્મિક કથા :
આ દેશભરનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને વિષ્ણુ નું મંદિર હોય કહેવાય છે. જલંધર નામનો અજેય યોધ્ધા એ જયારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહ્દેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુ ને જલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપવન બનાવ્યું અને યોગી સ્વૂપે પોતે ખુદ બિરાજ્યા, જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપવનથી આકર્ષાઈને આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસી ને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે.અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવીત કર્યો, એન વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઇ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શાપ આપ્યો. ત્યારે વાસ્તવિકતા સમજવતા ભગવાન વિષ્ણુ એ કહ્યું કે માતા પાર્વતી પર જલંધર ની દાંત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું . અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ (પથ્થર) બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા . તુલસી શ્યામનીઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજી નું મંદિર છે. અંદાજે ૪૦૦ પગથીયા ચઢી ને આ ડુંગર પર પહોંચી શકાય છે.
ક્યારે અને ક્યાં સમયે જઈ શકાય ?
ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી શ્યામ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઇ સવારથી સાંજ સુધી જ આ જંગલ માં આવ જા કરી શકાય , જો કે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલ માં રસ્તાઓ પર સાંજ છ પછી રોકવાની સખ્ત મનાઈ છે . કારણકે સાંજ પછી અહી સિંહોની અવર જવર વધુ થતી હોય છે . જેથી તેમને ખલેલ ન પહુંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાઈ હોય છે.
તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્નક્ષેત્ર પણ અવરીતપણે ચાલુ હોય છે.સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ , ધાર્મિક સાથે પ્રકુતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયમાં કદાચ બીજે ક્યાય જોવા નહી મળે.