HomeWild Wikiજાણો, દુનિયાનું સૌથી શક્તિશાળી પક્ષી શાહમૃગ વિશેના અવિશ્વસનીય તથ્યો

જાણો, દુનિયાનું સૌથી શક્તિશાળી પક્ષી શાહમૃગ વિશેના અવિશ્વસનીય તથ્યો

આજે આપણે એક એવા પક્ષી શાહમૃગ(Ostrich)ની વાત કરીએ જેની પાખો તો છે પણ ઉડી શકતું નથી. તમને સવાલ થશે કે પાખો હોય અને ઉડી ન શકે તેવુ કાંઇ પક્ષી હોતુ હશે ? પરંતુ આ હકીકત છે એવા ઘણા પક્ષીઓ છે જે પાખો હોવા છતાં ઉડી શકતાં નથી. એમાનું એક પક્ષી શાહમૃગ છે.

WSON Team

શાહમૃગ જેને હિન્દીમાં (શુતુરમૃગ) અને અંગ્રેજીમાં (ostrich) કહેવાય છે.શાહમૃગ(Ostrich) ઉડી શકતું નથી પરંતુ તેની એક લાત માણસને ત્યાં જ ઢેર કરી શકે છે, જે દેખાવમાં ખૂબ મોટુ અને તમામ પક્ષીઓમાં શક્તિશાળી માનવામાં આવે છે. શાહમૃગ(Ostrich) ની અનેક રોચક વાતો જાણીને આપણને નવાઇ લાગશે.

શાહમૃગ (Ostrich) કેવું હોય છે?

WSON Team

-શાહમૃગ(Ostrich) ની ઉંચાઇ 9 ફુટ હોય છે જેની માણસની સરખામણીમાં ખૂબ જ ઉંચાઇ હોય છે.

-શાહમૃગ (Ostrich) નું મગજ ખૂબ જ નાનું હોય છે આમ છતાં સૌથી મોટા પક્ષીઓમાંનું એક માનવામાં આવે છે.
-શાહમૃગ(Ostrich) નું આયુષ્ય 40 થી 50 વર્ષ સુધીનું હોય છે.

-મોટાભાગે શાહમૃગ(Ostrich) દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે, જે પોતાના એક સ્ટેપમાં ૫ મિટર જેટલુ અંતર કાપે છે આથી તેને દુનિયાનું સૌથી ઝડપી પક્ષી માનવામાં આવે છે.કારણ કે શાહમૃગ(Ostrich) એક સેકન્ડમાં 19 મિટરનું અંતર કાપી શકે છે.

-શાહમૃગ(Ostrich) નું વજન 140 કિલોની આસપાસ હોય છે એટલે કે બે માણસનાં વજન જેટલુ હોય છે.

શાહમૃગ(Ostrich) ની ખાસીયત :

WSON Team

-શાહમૃગ(Ostrich) પાણી વગર પણ રહી શકે છે. તે પોતાના શરીરનાં અંદરનાં અંગોથી પાણી જનરેટ કરી શકે છે એટલું જ નહીં તેને ફુડમાંથી પણ પાણી મળી રહે છે.

-કોઇ પણ ખતરો જોઇને પોતાની ચાંચ રેતીમાં દબાવી છે એવી આશાએ કે થોડા સમયમાં ખતરાનું સંકટ ટળી જશે.આ જ કારણે બુદ્ધિશાળી પક્ષી પણ માનવામાં આવે છે.પરંતુ આ વાતમાં કોઇ તથ્ય નથી. હકીકત એ છે કે નર અને માદા એક સમાન જ દેખાય છે.

WSON Team

જ્યારે શાહમૃગ ઇંડા આપે છે ત્યારે ઇંડાના રક્ષણ માટે તે ઉંડો અને મોટો ખાડો ખોદે છે તેમાં ઇંડાનું રક્ષણ કરે છે. અને સમય સમય પર પોતાની ચાંચ વડે ઇંડાને જોયા કરે છે.એટલે એવુ માનવામાં આવવા લાગ્યુ છે કે શાહમૃગ(Ostrich) કોઇ ખતરાથી બચવા માટે પોતાની ચાંચ જમીનમાં દબાવે છે.

એક વૈજ્ઞાનિકો સંશોધન અનુસાર સદીઓ પહેલા ભારતમાં પણ શાહમૃગ(Ostrich) જોવા મળતા હતા. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેના અંશો જોવા મળ્યા હતા.

Writer: Dimpal Vasoya, Traveller and Freelancer

- Advertisment -