ભારતમાં સહુથી નાનું અભ્યારણ્ય તરિકે જેની ગણના કરી શકાય તે કચ્છ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય છે. જે કચ્છ જીલ્લાના નળિયા ખાતે આવેલું છે. આ અભ્યારણ્યના નામ પરથી જણાઈ આવે છે કે અહિ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ખુબ ઝડપી ગતિથી દોડતું પક્ષી જેને સ્થાનિક ભાષામાં ઘોડાર કહે છે. તેનો વિસ્તાર છે.
ઈન્ડિયન બસ્ટાર્ડ પક્ષીઓનું ભારતમાં આ બીજું મોટું અભયારણ્ય છે. સૌથી મોટું બસ્ટાર્ડ પક્ષીઓનું પ્રથમ નંબરનું અભયારણ્ય પડોશી રાજય રાજસ્થાનનું ડેઝર્ટ નેશનલ પાર્ક છે. કચ્છના, કચ્છ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ અભયારણ્ય ઈન્ડિયન બસ્ટાર્ડ ( ધોડાર ) પક્ષી સિવાયના પક્ષીઓ જેવા કે હેરિયર્સ, સામાન્ય સારસ, કાળા તેતર, રેતીના મરઘા જેના પગે પીંછા હોય છે. લોકો તેના શિકાર કરી ખાતા હોય છે. કાળા અને રખોડી રંગના ક્રેન્કોલિન તેમ જ વરૂ, જંગલી બીલાડી, જંગલી પાડા અને જરખ જેવા પ્રાણીઓનું વતન છે. આ અભયારણ્યને ઓગ્ષ્ટ અને માર્ચમાં જોવાનો લહાવો લઈ શકાય છે.