વનરાજ, સાવજ, શાર્દુલ, કેસરી, ઊંટિયો, બબ્બર શેર જેવાં સ્થાનિક નામોથી પણ સિંહ ( Asiatic Lion ) ઓળખાય છે.
નર સિંહની ઉંચાઈ 260થી 270 સે.મી જેટલી હોય છે. નરનું વજન 150થી 170 કિલોગ્રામ જેટલું હોય છે. જયારે માદાનું વજન 110થી 130 કિલોગ્રામ જેટલું હોય છે. નર એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ચાર વર્ષે પુખ્ત થાય છે. જયારે માદા સાડા ત્રણ વર્ષે પુખ્ત થાય છે. માદા સિંહણનો ગર્ભકાળ 105થી 110 દિવસ જેટલો હોય છે. માદા સરેરાશ બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. એશિયાટીક સિંહ ( Asiatic Lion ) માટે ઓકટોબરથી ડિસેમ્બર માસનો સમય ગાળો પ્રજનનનો હોય છે. સિંહ જંગલમાં રહેતા હોય તો તેમનું આયુષ્ય સામાન્ય રીતે બારથી પંદર વર્ષનું હોય છે.

એશિયાટીક સિંહ ( Asiatic Lion ) દેખાવે રતાશ પડતા ભુખરા રંગના આ પ્રાણીના માથાનો આગળનો ભાગ ભારે અને શરીરનો પાછળનો ભાગ પાતળો હોય છે. સિંહની પુંછડી જાડી અને લાંબી હોય છે તેમ જ કાન નાના હોય છે. નર સિંહને તેના ગળા પર ભરાવદાર વાળની કેશવાળી પણ જોવા મળે છે જે તેની ઓળખ છે. એશિયાટીક સિંહ ( Asiatic Lion ) એશિયા ખંડમાં ફકત ભારત દેશમાં અને તે પણ માત્ર ગુજરાત રાજયમાં જ જોવા મળે છે. ગુજરાતમાં પણ તે ફકત ગીરના જંગલમાં જોવા મળે છે. ભુતકાળમાં એશિયાઈ દેશો જેવા કે ઈરાન, ઈરાક, સીરીયા, અને તેમના નજીકના વિસ્તારો તેમજ પાકિસ્તાન, ઉત્તર-પુર્વીય ભારતમાં, ગંગાની દક્ષિણ-પશ્ચિમમાં અને નર્મદાની ઉત્તરમાં જોવા મળતા હતા.

એશિયાટીક સિંહ ( Asiatic Lion ) સામાન્ય રીતે સુકા, પાનખર તેમજ ઝાંખરાયુક્ત જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા ભાગમાં રહેવાનું વધુ પસંદ કરે છે. અને વધારે આજ વિસ્તારમાં જોઈ શકાય છે. ઉનાળામાં પાણીનાં સ્થળોની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે. એશિયાટીક સિંહ હોવાની ખબર તેના પગલા, હગાર તેમજ તેની ગર્જના પરથી થઈ શકે છે.

સહુ પ્રથમ આ જાતિનો ઉદ્દભવ મધ્ય યુરોપમાં થયો ત્યાંથી આફ્રિકા અને પછી ભારત તરફ સ્થળાંતરીત થયા. એશિયાટીક સિંહ દુનિયામાં બે સ્થળે જોવા મળે છે. એક ગુજરાતમાં અને દક્ષિણ આફ્રિકામાં જોકે આફ્રિકન અને એશિયાઈ એશિયાટીક સિંહમાં કેટલાક તફાવત હોય છે. જેમ કે આફ્રિકાના સિંહ કદમાં મોટા અને વજનમાં વધારે હોય છે. આફ્રિકાના સિંહની કેશવાળી એશિયાઈ સિંહની કેશવાળી કરતા ભરાવદાર અને વધારે પ્રમાણમાં હોય છે. આફ્રિકાના સિંહની પુંછડીના છેડે આવેલો વાળનો ગુચ્છો એશિયાઈ સિંહના આવા ગુચ્છા કરતા નાનો હોય છે. આ ઉપરાંત એશિયાઈ સિંહ ( Asiatic Lion ) અને આફ્રિકન સિંહના પગના ઢીંચણ પરના વાળના ગુચ્છા, પેટની ચામડી, અને તેની આદતમાં ફરક જોવા મળે છે.

એશિયાટીક સિંહ ( Asiatic Lion ) કદમાં હાથી જેવા વિશાળ કાય પ્રાણી કરતા નાનું હોવા છતાં પણ એશિયાટીક સિંહ પોતાની તાકાત અને હુમલો કરવાની સર્તકતાને કારણે હાથીને પણ ભોંય ભેગો કરી શકે છે. આ એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ને બચાવવા માટે દુનિયાભરના લોકો ચિંતિત છે. એશિયાટીક સિંહની ઘટતી વસ્તી વધારવા માટે ગુજરાતની પ્રજા અને સરકાર પણ સતત ચિંતિત છે. સોરઠનો કેસરી સમગ્ર ગુજરાત, તેમજ ભારત તથા સમગ્ર એશિયા ખંડની શાન છે. પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવ સમાન એશિયાટીક સિંહ ( Asiatic Lion ) રાજયમાં સુરક્ષિત છે.