નામ પ્રમાણે લીલો રંગ ધરાવતો આ ગ્રીન મમ્બા સાપ જંગલ કે લીંલોતરીમાં ભળી જાય એવો દેખાય છે.
ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) મોટા ભાગે ઈસ્ટ આફ્રિકાથી લઈને કેન્યા અને ઝિમ્બાબ્વેમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગ્રીન મમ્બા સાપ ખાસ કરીને ગીચ જંગલોમાં અથવા તો ટ્રોપીકલ વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

સામાન્ય રીતે સાપને વૃક્ષ પર ચડવામાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) સહેલાઈથી વૃક્ષ પર ચડી શકે છે. ગ્રીન મમ્બા સાપ નામ પ્રમાણે લીલો રંગ ધરાવતો આ સાપ જંગલની લીલોતરીમાં તેના રંગ મુજબ ભળી જાય છે.
નામ અનુસાર રંગ ધરાવતો ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) ની લંબાઈ 1.8 મીટરથી લઈને વધુમાં વધુ 3.7 મીટર જેટલી હોય છે. ગ્રીન મમ્બા સાપની ત્વચા લીસ્સી અને ચમકીલી હોય છે. ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) ના શરીર પર કયારેક ઘેરા લીલા ડાઘ જોવા મળે છે.
ગ્રીન મમ્બા સાપ પોતાના શિકાર પર ઘાત લગાવીને શિકાર કરે છે. સાપ તેની ઝડપને કારણે પણ શિકારને આશાનીથી મારી શકવામાં માહિર હોય છે. અન્ય સાપ કરતા ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) ખુબ ઝડપથી સરકે છે. અલબત્ત તેને છંછેડવામાં આવે તો ગ્રીન મમ્બા સાપ કલાકના 7 મીટરની ઝડપે સરકે છે.

ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) સહેલાઈથી વૃક્ષ પર ચડી શકતો હોવાને કારણે તે વૃક્ષ પર રહેલા નાના પક્ષીઓ, દેડકા, જીવડાં તથા અન્ય નાનાં જીવજંતુઓનો શિકાર કરે છે.
સામાન્ય રીતે ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) માં માદા મમ્બા સાપ લગભગ 10 થી 15 ઇંડા મુકે છે. લગભગ ત્રણ મહિના પછી ઇંડા માંથી નાના નાના બચ્ચા નિકળે છે. અને તેની લંબાઈ આશરે અડધો મીટર જેટલી હોય છે.
સાપનું આયુંષ્ય વધારે માનવામાં આવે છે. ગ્રીન મમ્બા સાપ ( green mamba snake ) નું આયુષ્ય પણ મોટા ભાગે 14 વર્ષનું હોય છે.