HomeWild Life Newsગુજરાતમાં અહીં એશિયાટીક સિંહોનો ગેરકાયદે શો કરનારા શખ્સોને ભારે પડી ગયું

ગુજરાતમાં અહીં એશિયાટીક સિંહોનો ગેરકાયદે શો કરનારા શખ્સોને ભારે પડી ગયું

ત્રણ વર્ષ પહેલાં ઊના પંથકમાં ધુંબક વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યા પર એશિયાટીક સિંહને મરઘા ખવડાવવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં હાથમાં મરઘીને પકડી એશિયાટીક સિંહણને ખવડાવતા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ 8 જેટલા લોકોની અટક કરી હતી.

આ ઘટનાનાં કેસ આજે ગિરગઢડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં 7 શખ્સોને 3 વર્ષથી સખ્ત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ, 19 મે 2018નાં ઇલ્યાશ અદ્રેમાન હોથ એ પોતાને સેટલમેન્ટ વિસ્તારમાં મળેલી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોને ભેગા કર્યા હતા. સેટલમેન્ટવાળી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ આપી એશિયાટીક સિંહને મરઘાનું મારણ આપ્યું હતું. તેમજ પ્રલોભન આપી શિકારનો ગુનો આચર્યો હતો. ઇલ્યાશ હોથ એ સિંહની કુદરતી અવસ્થામાં વિક્ષેપ પાડ્યો હતો. તેમજ પ્રલોભન આપી એશિયાટીક સિંહની દિનચર્યામાં ભંગ કર્યો હતો.

આ ઉપરાંત રવિભાઇ કાંતિભાઇ પાટડીયા (અમદાવાદ), દિવ્યાંગ ઘનશ્યામભાઇ ગજ્જર (અમદાવાદ), રથિન અનિલભાઇ પોપટ (અમદાવાદ), માંગીલાલ ગમીરા મીના (રાજસ્થાન, હાલ ભોજદે તાલાલા)ને ગેરકાયદેસર એશિયાટીક સિંહ દર્શન માટે સગવડતા પુરી પાડી રૂપિયા મેળવ્યા હતા. તેમજ ગેરકાયદેસર એશિયાટીક સિંહની પજવણીની વૃતિ પણ કરી હતી. આ તમામ લોકોની વન વિભાગ દ્વારા તમામની અટક કરવામાં આવી હતી.

- Advertisment -