HomeWild Wikiદરિયાઈ જીવ ડુગોંગ ( Dugong ) વિશે જાણો

દરિયાઈ જીવ ડુગોંગ ( Dugong ) વિશે જાણો

સુવર મચ્છી, લુલી, સમુદ્ર ગાય વગેરે નામથી પણ ઓળખાય છે. માદા કરતા નર ડુગોંગ નાના હોય છે.

એક થી ચાર મીટરની લંબાઈ ઘરાવતું આ દરિયાઈ પ્રાણી ડુગોંગ છે. તેનું વજન 230 થી 300 કિલોગ્રામ હોય છે. ડુગોંગ ( dugong )નું આયુષ્ય પચાસ વર્ષ કરતા પણ વધુ હોય છે. તેના પ્રજનનનો કોઈ નિશ્ર્ચિત સમય નથી. ડુગોંગનો પેટનો ભાગ સપાટ હોય છે અને તેને ગળું હોતું નથી.

શરીર રચનામાં ધડ સાથે જ તેનું માથું જોડાયેલું હોય છે. તેનું ભારેખમ માથું આગળથી દબાયેલું હોય છે. તેની પુંછડી બે ફાંટામાં વહેચાયેલી હોય છે. તેનો ઉપરનો હોઠ મોટો હોય છે. દરિયાઈ સસ્તન પ્રાણી એવી ડુગોંગ સાગર સુંદરી કે સમુદ્રધેનું શ્રેણીમાં સમાવેશ પામેલું છે.

સમાન્ય રીતે હિંદ મહાસાગરના બન્ને તરફના દરિયાકાંઠાના ભાગમાં તે જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત કર્ણાટક, કેરાલા, તામિલનાડુ, રાજયો તેમજ આંદામાન નિકોબાર ટાપુના દરિયાકાંઠે જોવા મળે છે. જોકે કચ્છના અખાત વિસ્તારમાં તેની હાજરી અવાર-નવાર નોંધાઈ છે.

WSON Team

આ પ્રાણીનું આખુ શરીર નળાકાર હોય છે. તેથી તેનો ગળાનો ભાગ અલગ પાડી શકાય તેવો હોતો નથી. ચામડીનો રંગ ઘેરો બદામી રંગનો હોય છે. તેના પર છુટાછવાયા વાળ જોવા મળે છે. ચામડીની નિચે ચરબીનું જાડું સ્તર હોય છે જેને “ બ્લબર “  તરીકે ઓળખાય છે. આગળના ઉપાંગોની જોડી( ફલીપર્સ) મોટી અને હલેસાની જેમ કાર્ય કરે છે. પાછળના ઉપાંગો હોતા નથી.

સામાન્ય રીતે બે થી છ ના સમુહમાં રહેનાર પ્રાણી છે. નર અને માદાની કાયમી જોડી બનતી નથી. માદા ડુગોંગ કયારેક એકલી પણ જોવા મળે છે. નર-માદા ઘણીવાર બચ્ચાં સાથે સમુહમાં જોવા મળે છે.

ડુગોંગ તેની પુંછડી અને સ્નાયુબધ્ધ શરીરના હલનચલનની મદદથી તરે છે. જેમાં ખાસ કરીને અગ્ર ઉપાંગો સહાયક બને છે. નિદ્રા સમયે તેના માથાના ઉપરનાં નસકોરાં પાણીની બહાર રહે છે. પાણીમાં હોય ત્યારે નસકોરાં પટલની મદદથી બંધ રહે છે.

આ એક જ એવું પ્રાણી છે કે જે સંપુર્ણ વનસ્પતિહારી દરિયાઈ સસ્તન પ્રાણી છે. સમુદ્રના તળિયે ઉગેલા ઘાસને ઉખાડીને તેની ડાળીઓ ખાય છે. નિસાચર એવું પ્રાણી આ ડુગોંગ દિવસે આરામ કર છે. અને રાત્રીના સમયે ખોરાક માટે સમુહમાં ફરતું રહે છે.

દરિયાની તળિયે ઉગેલી લીલ અને આવૃત બીજધારી દરિયાઈ વનસ્પતિ પણ ખાય છે. ડુગોંગ ( dugong ) ઝડપથી તરી શકતું નથી પણ ધીમે ધીમે દરિયાના તળિયે જઈ ચરતું હોય છે. તેથી તેને “ સમુદ્રગાય “ પણ કહે છે. ઘાસ વધુ હોય તેવા દરિયાઈ ભાગમાં 100 થી વધારે ડુગોંગ સમુહમાં મોટી સંખ્યામાં ચરતી જોવા મળે છે.

હાથીની ખુબ જ નજીકનું કુટુમ્બી હોવાનું મનાય છે. ડુગોંગ તીણા અવાજથી વસાહતમાં એકબીજાને સંદેશા પહોચાડતી રહે છે. ડુંગોગના નવજાત બચ્ચા જન્મતાની સાથે પાણીની સપાટી પર તરતાં થઈ જાય છે. માદા સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. માદા બે વર્ષ સુધી બચ્ચાને સ્તનપાન કરાવે છે. ડુગોંગ 6 થી 10 વર્ષની ઉંમરે પુખ્ત અવસ્થામાં પહોચે છે. જે 50 થી  60 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના ખંભાત અને કચ્છના અખાતમાં જોવા મળે છે.

 

- Advertisment -