HomeWild Life Newsએક પહેલ, જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય ખાતે બે દિવસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

એક પહેલ, જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય ખાતે બે દિવસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય 130.38 ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે.) જાબુંઘોડાને 7 ઓગષ્ટ 1989માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને 1990 માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

જોકે આ જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય ખાતે વડોદરા શહેરના કેનાઈન ગ્રુપ એસોસિએશન તેમજ વડોદર વન્યજીવ વિભાગ દ્વારા બે દિવસીય તા, 26 અને 27 ફેબ્રુઆરી ના રોજ જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્ય સફાઈ ની એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પ્લાસ્ટિક કે જે પ્રકૃતિ અને પર્યાવરણ અને ત્યાં વસવાટ કરતા જીવો માટે ખૂબ જ હાનિકારક છે. તેની આ વિસ્તાર માંથી પ્લાસ્ટિક અને ઘન કચરાને સાફ કરવો અને તેનો વપરાશ ઓછો કરવાના હેતુ સાથે આ કાર્યમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી સ્વંય સેવકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં અતુલ્ય વારસો ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા.

દિવસેને દિવસે હવે લોકોમાં જંગલ તરફ અને તેની અંદર રહેલી પ્રાણીઓને જાણવાની ઉત્સુકતા વધી રહી છે. ત્યારે  દેશના અભયારણ્યો અને પ્રાકૃતિક જગ્યાઓ હવે લોકો માટે પ્રચલિત ટુરિઝમ પ્લેસ બની રહ્યા છે. જેમાં કોઈ જ વાંધો નથી, પરંતુ જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો સિવાયના પર્યટકો જયારે આ જગ્યાની મુલાકાતે આવે છે ત્યારે તેઓ પોતાની સાથે ઘણો જ સમાન લઈને આવે છે. જેમાં ઘણી બધી વસ્તુઓ પ્લાસ્ટિકની હોય છે. જેના ઉપયોગ પછી જે તે વ્યક્તિ તેને જંગલ વિસ્તાર કે રસ્તામાં જ ફેંકી દેતા હોય છે. આ એક આદત બની ચૂકી છે અને તેને જડ મૂળથી સુધારવાની જરૂર છે. જોકે વ્યક્તિ પોતે પોતાની ભૂલ કબૂલ કરી શકતો હોત તો આજે પ્રધાનમંત્રી ને દેશ માટે સફાઈ અભિયાન ચલાવવાની જરૂર જ ના પડી હોત. અહી દરેક વ્યક્તિ એ પોતાના આસપાસના વિસ્તારની સફાઈ માટે જવાબદાર છે. અને બનવું પડશે અને એક જાગૃત નાગરિક તરીકે દરેક દેશવાસી ફરજ છે.

આ સફાઈ સફાઈ ઝુંબેશ અંતર્ગત કેનાઈન ગ્રુપ એસોસિએશનના પ્રેસીડેન્ટ વિશાલ ઠાકુરે www.wildstreakofnature.com સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે મારા મત મુજબ સફાઈ ના વિષયને બાળપણથી જ ભણતરમાં મૂકવા જોઈએ જે હાલના સમયમાં એક તાતી જરૂર છે. અમે અને અમારી સાથે જોડાયેલ તમામ લોકોએ અભ્યારણ્યની આસપાસના ગામમાંથી સરપંચ સાથે મળીને ગામમાં સતત અવેરનેસ એક્ટિવિટીથી ગ્રામ્ય લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કકરી રહ્યા છીએ. અને ખાસ તો જે લોકો નેચરને સમજે છે કે આવા કુદરતી સ્થળો કે અભયારણ્યોની મુલાકાતે જાય ત્યારે પ્લાસ્ટિકની વસ્તુઓ બને તેટલી ઓછી લઈ જઈએ, ખાસ કરીને પ્લાસ્ટિકની પાણીની બોટલ વગેરે હાલના સમયમાં પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવું ખુબ જ જરૂરી છે જેની શરૂઆત દરેક દેશવાસીઓ એ કરવી પડશે.

- Advertisment -