બિલાડીની એક પ્રજાતી જે દેખાવમાં સામાન્ય રીતે ચિત્તા જેવી લાગતી ખુબ જ ચાલાક બિલાડીને સર્વલ કેટ( Serval cat) તરીકે ઓળખવામાં આવે છે. જે આ બિલાડીને સ્મોલ લેપર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ બિલાડી શિકારની બાબતમાં ચિત્તા જેવો જ મિજાજ ધરાવે છે.
સર્વલ કેટ( Serval cat) બિલાડી આફ્રિકાની એક બિલાડીની પ્રજાતી છે આ બિલાડી મુળ આફ્રિકાની છે. ઉપરાંત સર્વલ કેટ( Serval cat) સહરાના રણ વિસ્તાર તથા રેનફોરેસ્ટ તથા ઓકના જંગલોમાં પણ વસવાટ કરે છે. સામાન્ય બિલાડી કરતા એકદમ અલગ દેખાવ ધરાવે છે.
સર્વલ કેટ( Serval cat)ની ઉંચાઈ ૧૮થી ૨૪ ઈંચ અને વજન લગભગ ૮થી ૨૦ કિલોગ્રામ હોય છે. આફ્રિકન સર્વલ કેટ( Serval cat)ના પગ સામાન્ય રીતે લાંબા અને મજબુત હોય છે. માથું સાંકડુ અને સહેજ ખુણા નીકળેલું તેમજ તેના કાન સામાન્ય બિલાડીઓ કરતાં મોટા હોય છે. તેના શરીર પર લાલાશ પડતા ટપકાં અને પટ્ટા હોય છે. જે સર્વલાઈન્સ તરીકે ઓળખવામાં આવે છે.
સર્વલ કેટ( Serval cat) સામાન્ય રીતે વર્ષમાં બે વાર બચ્ચાને જન્મ આપે છે. સામાન્ય રીતે સર્વલ કેટ( Serval cat) એકથી ચાર બચ્ચાને સલામત સ્થળે ગુફામાં જન્મ આપે છે. જોકે પોતના બચ્ચાને સલામત રાખવા માટે ગુફાને પાંદડાઓ દ્વારા ઢાંકીને બચ્ચાને છુપાવે છે.
જોકે લાંબા સમય સુધી એટલે કે એક વર્ષ સુધી પોતાના બચ્ચાને ભોજન કરાવે છે. સર્વલ કેટ( Serval cat) મોટા ભાગે જંગલી બિલાડી હોવાને કારણે નાના પ્રાણીઓનો શિકાર કરે છે. તે મોટા ભાગે પક્ષીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. કેટલીક બિલાડીઓ દેડકા તેમજ અળસિયાં પણ ખાય છે. જયારે ઘણીવાર તે તીતીઘોડો અને કેટલાક છોડ પણ ખાય છે.
જોકે આની આફ્રીકન પ્રજાતીને પાળી પણ શકાય છે. મોટા ભાગે આફ્રિકલ સર્વલ કેટ( Serval cat) પોતાનો વિસ્તાર નકિક કરીને રહેતી હોય છે. ભાગ્યે જ સર્વલ કેટ પોતાના નકિક કરેલા વિસ્તાર બહાર જોવા મળતી હોય છે.