HomeTravellingજાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે

જાણો, ઈન્દ્રોડા ડાયનાસોર નેચર પાર્ક અને ફોસિલ પાર્કના ઇતિહાસ વિશે

ઈન્દ્રોડા નેચર અને ફોસિલ પાર્ક પ્રસિદ્ધ ઇન્દ્રોડા ગામ સેક્ટર 9 માં આવેલું છે.

ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક ડાયનોસોર ના અવશેષો ના પાર્ક તરીકે પણ જાણીતું છે. આ ઉધ્યાન સરિતા ઉધ્યાન નો એક ભાગ છે. ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્કમાં અહી આપણ ને આ ઉધ્યાન માં  પ્રાણીઓ જેવા કે હરણ, સસલા, શાહુડી, જંગલી ડુક્કર તથા ઘણી જાત ના સસ્તન પ્રાણીઓ અને સરિસૃપો જોવા મળે છે.

ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક સહેલાણીઓ માટે આ એક આકર્ષણ નું સ્થળ છે. આખા વર્ષ દરમ્યાન ઘણા સહેલાણીઓ આ ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્કની મુલાકાત લે છે. ખરેખર ઈન્દ્રોડા નેચર પાર્ક એ હરણ ઉધ્યાન અને ડાયનોસોર ઉધ્યાન માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ડાયનોસોર પાર્ક નું બીજું નામ એ ‘ભારત નું જૂરાસિક પાર્ક છે.

en.wikipedia.org

તે ડાયનોસોર ના ઈંડા માટે દુનિયા નું બીજા નંબર નું ઈંડા સેવન ગૃહ છે. અહિયાં પ્રવાસીઓ ને જોવા માટે જુદા જુદા અને વિવિધ પ્રકાર ના અને ખાસ જાતના ડાયનાસોરના નમુનાઓ અહી રાખવામાં આવે છે. એમાં ટિટોનોસોરસ, ટીગોસોરસ અને અન્ય ઘણી પ્રજાતિઓ ના નમુનાઓ હોય છે.

આ ઉધ્યાન ભારતીય ભૂસ્તરીય મોજણી સંસ્થા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું જે જી.એસ.આઈ ના ટૂંકા રૂપ થી ઓળખાય છે. હાલ ના દિવસો માં તે ઈકોલોજિકલ અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે.

ઈન્દ્રોડા નેચર પાર્ક એ લગભગ 400 હેકટર ના વિસ્તારમાં ગાંધીનગર માં ફેલાયેલું છે. આ ઉધ્યાન બે ભાગ માં વહેચાયેલો છે. આ ઉધ્યાન સાબરમતી નદી ના કિનારા ઉપર આવેલો છે. આ ઉધ્યાન નો પશ્ચીમી ભાગ ઈન્દ્રોડા નેચર પાર્ક તરીકે ઓળખાયછે. જ્યારે સાબરમતી નદી નો પૂર્વ વિસ્તાર એ જંગલી પ્રાણીઓ ના ઉપવન તરીકે જાણીતો છે.

commons.wikimedia.org

ઈન્દ્રોડા નેચર પાર્ક જાહેર પ્રજા માટે મંગળવાર થી રવિવાર સુધી સવાર ના 8:00 થી સાંજ ના 6:00 સુધી ખુલ્લો રાખવામા આવેછે . આ ઈન્દ્રોડા નેચર પાર્ક ની અંદર એક પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે. અહી આપણ ને પ્રાણીઓ જેવા કે ચિત્તો, ટપકા વાળું હરણ, સાંબર , વાદળી આખલો , કાળિયાર , ચિંકારા, શિયાળ, ચાર પગ વાળું હરણ, મગર , શાહૂડી અને 180 જાત ના પક્ષીઓ જોવા મળે છે. અહી પક્ષી સંગ્રહાલય ની અંદર 42 જાત ના પક્ષીઓ ની પ્રજાતેઓ જોવા મળે છે.

commons.wikimedia.org

અહિયાં લગભગ 65 જાતના પક્ષીઓ જોવા મળે કે જે પોતાનો માળો જંગલી વિસ્તાર જેવા ભાગ ની અંદર બાંધતા હોય છે. અહિયાં એક સર્પ ઉધ્યાન નો વિભાગ પણ છે. તેને સર્પ ઉધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. અહિયાં સર્પ ઉધ્યાન માં સંખ્યાબંધ જેરી અને બિનજેરી સર્પ પણ હોય છે.

અહિયાં દરિયાઈ સસ્તન પ્રાણીઓ ના હાડપિંજરો પણ જોવા મળે છે. સાથે સાથે વાદળી વ્હેલ ના બે હાડપિંજરો પણ છે. જેમાનું એક ડોલ્ફિન નું છે. જ્યારે બીજું વનસ્પતિ આહારી માછલી ડૂગોંગ નું છે. મુલાકાતીઓની જાણ માટે અહિયાં સવિસ્તાર અર્થઘટન ની નોંધ પણ આપવામાં આવી છે. અહી સંખ્યાબંધ દરિયાઈ પ્રાણીઓના અવશેસો પણ મુલાકાતો માટે દર્શાવેલ છે,

બોટનીકલ ઉધ્યાન.

gujarattourism.com

બોટનીકલ ઉધ્યાન ની અંદર ઈન્દ્રોડા પાર્ક માં 300 થી વધારે પ્રજાતિ ના જુદા જુદા વૃક્ષો નો બગીચો છે. ત્યાં સંખ્યાબંધ છોડવાઓ વાળું ગ્રીન હાઉસ પણ છે. આ છોડવાઓ ને નિયંત્રિત કરેલી ભેજવાળી પરિસ્થિતી માં રાખવામા આવે છે. વળી કાંટાળા થોર નું ઘર પણ રાખવામા આવ્યું છે કે જ્યાં 200 પ્રજાતિ ની કાંટાળી વનસ્પતી તથા ઔષધિય છોડવાઓ પણ છે. ત્યાં 250 જાતના ઔષધીય છોડવાઓ પણ રાખવામાં આવ્યા છે.

તેમ છતાં હજી પણ આ બોટાનિકલ ઉધ્યાન એ વિકાસ પામી રહ્યો છે. ભવિસ્ય માં ઔષધિય કાંટાળી  તથા લતા અને વેલી ના છોડવાઓ એક્ઠા કરી ને ઉગાડવામાં આવશે. આ બધા છોડવાઓ બોટનીકલ ઉધ્યાન માં વધારેલ ભાગ માં ઉગાડવામાં આવશે.

અંતમાં ઈન્દ્રોડા પાર્ક ઉપર એક ઊડતી નજર નાખતા એમ કહેવું યોગ્ય છે કે કુદરત પ્રેમી માણસો માટે બહુ સારી જગ્યા છે. કારણ કે ભાત ભાત ની પ્રજાતિ ના પક્ષીઓ અને પ્રાણીઓ અહી રાખવામાંઆવે છે.

કેવી રીતે પહોચશો.

gujarattourism.com

રોડ દ્વારા : ગુજરાત ની અંદર સારી રીતે વિકાસ પામેલા રસ્તાઓ ભારતમાં છે. અમદાવાદ એ મોટા ભાગ ના શહેરો અને નગરો સાથે સારી રીતે સંકળાયેલું છે. અગ્રગણ્ય બસ મથકો ગીતામંદિર , કાલુપુર રેલ્વે સ્ટેશન અને પાલડી પાસે આવેલા છે. નિયમિત રૂપ માં બસ ની સેવાઓ ગુજરાત રાજ્ય પરિવહન અને ખાનગી બસ સંચાલકો દ્વારા આખ રાજ્યો માં ગંતવ્ય સ્થાનો માટે ઉપલબ્ધ છે.

રેલ દ્વારા : મુખ્ય રેલ્વે સ્ટેશન કાલુપુર વિસ્તાર માં આવેલું છે. આ સ્ટેશન અગ્રણી રાસ્ટ્રિય રેલ્વે પરિપઠ હેઠળ આવેલું છે અને ભારતા ના મુખ્ય શહેરો સાથે જોડાયેલુ છે. જો તમે સાબરમતી નદી ના પશ્ચીમી વિસ્તારમાં હોય તો તમે સહેલાઈ થી ટિકિટ ખરીદવા ને માટે આશ્રમ રોડ પાસે આવેલા ગાંધીગ્રામ સ્ટેશન પર જી સકો છો.

વિમાન દ્વારા : સરદાર વલ્લભ ભાઈ પટેલ એ અમદાવાદ નું આંતર રાષ્ટ્રીય હવાઈ મથક છે જેનું સીધું જોડાણ અમેરિકા, યુ.કે, સીંગાપુર, દુબઈ અને બીજા આંતર રાષ્ટ્રીય કેન્દ્રો સાથે છે. સંખ્યાબંધ રાષ્ટ્રીય ઉડાન પણ અહી થી સેવા માટે તૈયાર છે.

- Advertisment -