કાચબા પૃથ્વી પર 20 કરોડ વર્ષ પહેલા પેદા થયેલા પ્રાણીઓ છે.
કાચબા(turtle)ની પ્રજાતિ એક શાંત જીવ તરીકે ઓળખાય છે. ગભરુ અને ડરપોક એવા કાચબાઓ, જેવા પોતાની ઉપર સંકટને અનુભવે કે તરત જ પોતાની ડોકને પોતાની પીઠની અંદર છુપાવી લેતાં હોય છે. પાણીમાં રહેતા કાચબા(turtle) ઘણીવાર રસ્તા ઉપર આવી જાય ત્યારે આવતા જતાં માણસો આ કાચબાને હેરાન કરતાં હોય છે. છતાં આ કાચબા કોઇ પ્રતિક્રિયા આપતાં નથી ઊલટું તે પોતાની ડોકને જ છુપાવી લે છે. જળચર અને સ્થળચર એમની બંને જાત સામાન્ય રીતે વનસ્પતિ આહારી હોય છે.

સૌથી લાંબુ આયુષ્ય ધરાવતા કાચબા(turtle)દરેક જાત પોતાના શરીર ઉપર સખ્ત કવચ ધરાવે છે તેમની અંદરનું શરીર મૃદુ હોય છે. સામાન્ય રીતે નિર્દોષ દેખાય છે, પરંતુ અમેરિકાના દક્ષિણ-પૂર્વ વિસ્તારની નદીઓમાં એલિગેટર સ્નેપિંગ ટર્ટલની એક વિચિત્ર જાત પણ જોવા મળે છે. https://wildstreakofnature.com/green-sea-turtles/આ કાચબા(turtle) કદાવર હોવા સાથે તીક્ષ્ણ દાંત ધરાવતા વિકરાળ જડબાવાળા હોય છે. તેનું જડબું મગરમચ્છ જેટલી તાકાત ધરાવતું હોવાથી જ તેને એલિગેટર ટર્ટલ કહે છે.

સૌથી વધુ આયુષ્ય ભોગવતા પૃથ્વી પર 20 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ છે. તેના શરીર પર રક્ષણ માટે સખત કવચ હોય છે. પાણીમાં રહેલા કાચબા(turtle)ને ટર્ટલ અને જમીન પર રહેતા કાચબાને ટોર્ટસ કહે છે. જમીન પર રહેતા કાચબા વનસ્પતિ આહારી છે. પાણીના કાચબા(turtle) વનસ્પતિ અને જળચર જીવ એમ સર્વભક્ષી છે.
પૃથ્વી પર ચાર ઇંચના બોગ ટર્ટલથી માંડીને 700 કિલો વજનના લેધરી ટર્ટલ જોવા મળે છે. જમીન પર રહેતા 100 થી 150 વર્ષ જીવે છે. કાચબાના શરીર પરનું કવચ એક જ પેટર્નના 60 હાડકાનું બનેલું હોય છે. જોખમના સમયે કાચબો મોં અને પગ કવચમાં સંકોરી લે છે. કાચબા(turtle) સૌથી ધીમે ચાલનાર પ્રાણી છે.

પાણીમાં રહેલા કિનારાના ખડકની બખોલમાં રહે છે. તેના પગના પંજા પહોળા હલેસા જેવા હોય છે. જમીન પર રહેતા કાચબાના પગમાં પાંચ આંગળી હોય છે. તેમાં તીક્ષ્ણ નખ હોય છે. તે જમીન ખોદી દર બનાવી રહે છે. કાચબા(turtle) નાક વડે નહીં પણ મોં પહોળું કરી ગળા વડે ગંધ પારખે છે.
જોકે કાચબા(turtle) વિશે વાત કરીએ તો શાંત સ્વભાવની સાથે સાથે કાચબાની અમુક પ્રજાતિ માંસાહારી અને આક્રમક સ્વભાવની હોય છે જેને એલિગેટર સ્નેપિંગ કાચબા(turtle) તરીકે ઓળખવામાં આવે છે.

એલિગેટર સ્નેપિંગ ટર્ટલ લાંબુ અને મોટું ગળું ધરાવે છે. તેમનું ગળું એક શસ્ત્ર સમાન હોય છે. તેના શરીર પર સખત ભિંગડા હોવાથી તે ડાયનોસર જેવો દેખાય છે. આ કાચબા(turtle) માથું ઊંચું કરીને મોં ફાડે ત્યારે તેના તીક્ષ્ણ દાંત દેખાતા હોવાથી તે વિકરાળ દેખાય છે. આ માંસાહારી હોય છે. તેની આંખની ફરતે પીળા રંગનું ચક્ર હોય છે.

આ કાચબા(turtle)ની શિકાર કરવાની રીત ગજબની છે. તેની જીભ લાલ રંગની અને લાંબી ભૂંગલી જેવી હોય છે. આ પ્રજાતિના કાચબા(turtle) ખુલ્લું મોં રાખીને પડયો રહે છે. તેની જીભ સાપોલિયાની જેમ સળવળતી હોય છે. કોઈ માછલી જીભને જંતુ સમજી પકડવા આવે કે તરત જ કાચબા(turtle)નો શિકાર બની જાય છે. કાચબા(turtle) આમ તે જીભ દ્વાર માછલીને લલચાવી તેનો શિકાર કરે છે.

આ પ્રજાતિ સામાન્ય રીતે 80 થી 100 કિલો વજનના જોવા મળ્યા છે. કાચબા(turtle) પાણીમાં તરતી વખતે પણ તે ઝડપથી શિકાર કરે છે. આ કાચબા(turtle) અમેરિકાના ઘણા ઝૂમાં જોવા મળે છે. અને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જોકે આ કાચબા(turtle)ને નજીકથી જોવાનો પ્રયાસ કરવો મૂર્ખામી જ ગણાશે.