ઉમરગામના નવાવાસ ગામ ખાતે એક દીપડો તારની વાડ કૂદીને ભાગવા જતો હતો, જે દરમિયાન તે તારની વાડમાં ફસાઈ ગયો હતો. વાડમાં દીપડો ફસાયો હોવાની જાણ સ્થાનિક લોકો અને આગેવાનોએ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ અનુસાર દીપડો તારની વાડમાં ફસાતા સ્થાનિક લોકો અને આગેવાનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યો હતા. વન વિભાગના કર્મચારીઓએ કલાકોની ભારે જહેમત બાદ દીપડાનું સ્થળ પર રેસ્ક્યૂ કરી દીપડાને પાંજરે પૂર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ઉમરગામના અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાયો હતો. ઉમરગામના વન વિસ્તારમાંથી દીપડોઓ માનવ વસ્તી નજીક આવી રહ્યા છે ઉમરગામ વિસ્તરમાં જ રાજ્યના વન મંત્રી રહે છે. વન મંત્રી ઉમરગામ વિસ્તારના જંગલોમાં રહેતા દીપડાઓને માનવ વસ્તીથી દૂર રાખવા પ્રયત્ન હાથ ધરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.