HomeTravellingગુજરાતના આ પ્રવાસન સ્થળ પર હવે પ્રવાસીઓ તરતી બોટ હાઉસની મઝા માણી...

ગુજરાતના આ પ્રવાસન સ્થળ પર હવે પ્રવાસીઓ તરતી બોટ હાઉસની મઝા માણી શકશે

કેવડીયાના નજરાણામાં વધુ એક વધારો થયો છે. હવે પાણી ઉપર જમવા સાથે રહી શકાય તેવી સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે.

કેરાલામાં જોવા મળતા બોટ હાઉસનો મુલાકાતીઓ હવે સ્ટેસ્યુ ઓફ યુનિટી ઉપર લુફ્ત ઉઠાવી શકશે. કેવડીયાના એકતાનગર SOU ખાતે સી પ્લેનના તળાવ નંબર 3માં OYO દ્વારા રહેવા અને જમવાની સુવિધાસભર અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું છે.

Social Media

કેવડિયામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા નવા- નવા આકર્ષણો સમયાંતરે ઉભા કરવામાં આવે છે. ત્યારે કાશ્મીરમાં જેમ ડાળ લેકમાં શિકારા બોટ હાઉસ છે. એવી રીતે કેરાલામાં હાઉસ બોટ છે અને કેટલાય પ્રવાસીઓ તેની મજા માણી હશે. ત્યારે હવે સ્ટેસ્યૂ ઓફ યુનિટીમાં પણ રહેવા અને જમવાની સુવિધા સાથે અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું છે.

કેવડિયાના એકતાનગર SOU ઉપર હવે પ્રવાસીઓ તરતી બોટ હાઉસની મઝા માણી શકશે. જ્યાં તમે પાણીમાં રહી શકશો, જમી શકશો, તેના ડક ઉપર આરામ ખુરશીમાં બેસી કેવડિયા અને SOUનો રાત્રી દરમિયાન અદભુત નજારો પણ જોઈ શકશો. OYO દ્વારા કેવડીયામાં તળાવ નંબર 3માં એક હાઉસ બોટ મુકવામાં આવી છે. આકર્ષક અને અદ્યતન બોટ હાઉસમાં ડાઇનિંગ ટેબલ, ગેલેરી, ટેરેસ, અલગ-અલગ કેટેગરીમાં રહેવા માટે રૂમ સહિતની સુવિધાઓ છે.

Social Media

આ બોટ હાઉસમાં રહી વિવિધ વાનગીઓનો સ્વાદ માણી કેરાલા અને કાશ્મીર જેવા માહોલ નો એહસાસ કેવડીયામાં કરી શકશો. OYO બોટ હાઉસમાં રહેવા, જમવા સહિત અન્ય તમામ સુવિધા અને આકર્ષણો પણ પ્રવાસીઓ માટે ઉભા કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ બોટ હાઉસને લઈ કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પણ ટ્વિટ કરી હતી. તેઓએ ટ્વીટમાં જણાવ્યું કે, એકતાનગરે વધુ એક આકર્ષણ ઉમેર્યું, હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફેમ એકતાનગર ખાતે રહેવા માટે હાઉસબોટ પણ ઉપલબ્ધ છે.

- Advertisment -