છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 31495 પશુઓની સારવાર
EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ 1962 ની ટીમે શનિવારે વડોદરાના ઉંડેરા વિસ્તારમાં પક્ષીરાજ બાજને પગમાં ગંભીર ઈજા પહોંચતા અચાનક જમીન પર પટકાયું હતું. જ્યાં સ્થાનિક લોકોએ તેને જોતા 1962 કરુણા એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.
કોલ મળતા જ કરુણા એમ્બ્યુલન્સ વાયુવેગે ડો.ચિરાગ અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.બાજના જમણા ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, પરંતુ સમય ગુમાવ્યા વગર ડો.ચિરાગ અને પાયલોટ રતનસિંહે બાજ પક્ષી ની સ્થળ પર જ સર્જરી કરી અને જરૂરી સારવાર આપીને નવજીવન બક્ષ્યું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં વડોદરાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 31495 થી પણ વધુ બિન માલિકીના પશુઓની EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962 કરુણા એમ્બ્યુઅલ ટીમે જરૂરી સારવાર કરી છે.