વાઈલ્ડલાઈફને નજીકથી જોવા જાણવાની તક, પ્રાણીઓની સાથે મિત્રતાનો અહેસાસ
ગુજરાત સરકાર ગુજરાતને હવે ટુરિઝમ હબ બનાવવા માંગે છે. જેમ દુનિયાભરના લોકો ખાસ રજાઓ ગાળવા દુનિયાના દુબઇ, સિંગાપોર,પેરિસ કે મોરેક્કો જેવા સ્થળોના આકર્ષણથી પહોંચી જાય છે. તેમ હવે ગુજરાત માં પણ પ્રવાસીઓ પહોંચે એ માટે અનેક આકર્ષણ બનાવાઈ રહ્યા છે.
હાલમાં જ ગુજરાતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,એશિયાનો સૌથી ઊંચો રોપ વે અને હવે જૂનાગઢમાં જ ગિરનાર જંગલ સફારી શરૂ કરવામા આવ્યું છે. વાઈલ્ડલાઈફ ને લાઈવડ જોવાનો આ ખાસ મોકો છે. આપણે વાઈલ્ડ ને વાઈલ્ડ જ સમજીએ છીએ પણ ખરેખર એ લાઈવડ છે જેને જોવા જાણવા આવી જંગલ સફારી કરવી જરૂરી છે .
ગિરનાર સફારી શરૂ કરવાનો હેતુ:

ગીર સાસણ જૂનાગઢ થઈ 65 કિમિ દૂર છે જેથી પ્રવાસીઓને ખાસ તો સાસણ રોકાવું ન પડે અને સતત વધતા પ્રવાસીઓથી સાસણમાં વનયજીવોને ખલેલ ન પડે તે માટે ખાસ ગિરનાર જંગલમાં સફારી શરૂ કરવામાં આવી છે. દર વર્ષ અનેક પ્રવાસીઓ ગીર સાસણ ની ઓનલાઇન બુકીંગ ન કરાવી શકતા જંગલમાં ફરવાના મોકા થી વંચિત રહી છે જે હવે દરેક પ્રવાસી મેળવી શકે એ માટે ખાસ આ ગિરનાર સફારી શરૂ કરવામાં આવેલ છે.
ગિરનાર સફારીના આકર્ષણો:

ગિરનાર જંગલમાં 13 કિમીના આખા રૂટ દરમિયાન કુદરતી નઝરાઓ અદભુત છે, ઇન્દ્રેશવર થી પાતુરણ સુધીના આ સફરમાં હસનાપુર ડેમ, ગાઢ જંગલોમાં વહેતા ઝરણાં અને ચેક ડેમ, ડુંગરાની હારમાળા અને 300 થી પણ વધુ પ્રજાતિઓના ખુબસુરત વન્યજીવન જોવા મળે છે. આ બધું એકસાથે માત્ર બે કલાકમાં માણવા મળે તો ધન્ય થઈ જવાય. ખાસ કરીને જૂનાગઢ પ્રકૃતિની ગોદમાં વસેલું છે એટલે અહીં આવનાર પ્રવાસી કૃત્રિમ જીવન ભૂલવા જ આવે છે અને આ સફારી એ જ અહેસાસ કરાવે છે.
ક્યાંથી જઇ શકાય ?પરમીટના શુ ચાર્જ છે ? કેવો થાય છે અનુભવ ?

હાલ તો ઇન્દ્રેશવર ના જંગલના ગેટ પાસેથી જ આ ગિરનાર સફારી શરૂ કરવામાં આવેલ છે. હાલ 8 જીપ્સી છે જેમાં સવારે 4 જીપ્સી માં 6:45 થી 9:45 ને સાંજે 3 થી 6 સુધી 4 જીપ્સ રાખવામાં આવેલ છે.એક જીપ્સી માં 6 પ્રવાસી અને એક બાળક જઈ શકે છે. હાલ પરમીટની ટિકિટ સાસણ ની જેમ જ 6 લોકોના 3100 રૂપિયા થાય છે જેમાં પરમીટ,ગાઈડ અને જીપ્સી નું ભાડું સામેલ છે.
કેવો રહેશે અનુભવ?

જંગલની આ સફારી રોમાંચક,દિલધડક અને સાહસિક અનુભવ આપે છે.એક પાંદડું પણ ખખડે તો વન્યપ્રાણી આવી ગયા ને ડર પણ મઝા આપે છે જો કે સાથે ટુરિસ્ટ ઇકો ગાઈડ આવે છે જે પ્રકૃતિ વિશે સમજાવે અને ઓળખ આપે છે. હા ક્યારેક નસીબ હોય તો સામે સાવજ પણ આવી જાય છે પણ ડરવાની જરૂર નથી કારણકે સિંહ શાંતિથી એના માર્ગ પર ચાલ્યો જાય છે. પણ એને નજીકથી જોવાનો જે અહેસાસ છે એ જ રોમાંચક હોય છે. ખાસ કરીને વ્હેકી સવારે અને મોડી સાંજે સિંહ જોવાનો મોકો મળી જાય છે. આથી જો ગિરનાર સફારી કરવા ઇચ્છતા હો તો વહેલી સવારે કે મોડી સાંજે જવાનું પસંદ કરવુ.
દિલધડક સફારીમાં થશે રોમાંચક સફરનો અનુભવ
ગીરનરમા હાલ 50 થી પણ વધુ સિંહો છે અને 120 જેટલા દીપડાઓ છે. જે ગિરનાર ના જંગલમાં ઘુંમતા હોય છે. હાલ તો ઉત્તર રેન્જમાં આ સફારી રૂટ નક્કી કરવામાં આવ્યો છે એનું ખાસ કારણ કુદરતી સૌંદર્યને પ્રકૃતિની સફારીનો અહેસાસ કરવાનો છે. સિંહો જોવા મળે કે ન મળે કુદરતને માણવાનો મોકો જરૂર મળશે.